અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પની ઈરાનને વધુ એક ધમકી

trump-statement-on-iran-ceasefire-middle-east-tension-nato-summit

US-Iran War Update: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈ વધુ એક મોટુ અપડેટ સામે આવી રહ્યુ છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે સખત સૈન્ય કાર્યવાહી કરવાની ધમકી આપી છે. ફ્લોરિડામાં એક રેલી દરમિયાન તેમણે આ વાત જણાવી હતી. ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે અમેરિકા ઈરાન યુદ્ધમાં વધુ એક મોટુ સૈન્ય ઓપરેશન હાથ ધરી શકે છે. રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ બંને દેશો વચ્ચે હજુ વધુ ભીષણ યુદ્ધ થવાની અને આ ક્ષેત્રમાં તણાવ વધવાના સંકેતો મળી રહ્યા છે.

ટ્રમ્પના આ નિવેદન બાદ વિશ્વના અનેક દેશોમાં ચિંતા વધી છે. ફ્રાન્સ અને તુર્કીયે જેવા દેશોએ જણાવ્યુ કે નવી સૈન્ય કાર્યવાહીથી ઓઈલના ભાવમાં વધુ ઉછાળો આવે તેવી શક્યતા છે. સમસ્યાનો ઉકેલ પરસ્પર વાતચીત અને ડિપ્લોમસી દ્વારા શક્ય બનાવવુ જોઈએ. ટ્રમ્પની ધમકી બાદ વિશ્વ ફરી એક વખત ભયના ઓથાર હેઠળ આવી ગયુ છે.

બીજી તરફ ઈરાને પણ નમતુ ન જોખવાની તૈયારી બતાવી દીધી છે. અમેરિકા અને ઈઝરાયેલ તરફથી સંભવિત હુમલાને જોતા ઈરાની સુરક્ષા અધિકારીએ વળતો પ્રહાર કરવાની તૈયારી દર્શાવી છે. ઈરાને સ્પષ્ટ ધમકી આપી છે કે જો તેમના દેશ પર ફરીથી હુમલો કરવામાં આવ્યો તો તે પાર્શિયન ગલ્ફ અને હોર્મૂઝ નીચે પાથરેલી મહત્વપૂર્ણ કમ્યુનિકેશન સિસ્ટમ અને ઈન્ટરનેટ કેબલ્સને નિશાન બનાવશે. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ પાસે આ કેબલ્સ સુધી પહોંચવા માટેના તમામ સંસાધનો ઉપલબ્ધ છે. હોર્મૂઝ સ્ટ્રેટ નીચે આવેલી કમ્યુનિકેશન કેબલ લાઈન્સને નુકસાન પહોંચાડી ઈરાન અમેરિકા અને તેના સહયોગી દેશોને ટેકનિકલ અને આર્થિક નુકસાન પહોંચાડે તેવી શક્યતાઓ નકારી શકાય નહી.

સમુદ્ર નીચે પાથરેલી કેબલ લાઈન્સ વિશ્વના ઈન્ટરનેટનો મોટો ટ્રાફિક હિસ્સો વહન કરે છે. જો ઈરાન દ્વારા આ કેબલને નુકસાન પહોંચાડવામાં આવે તો સમગ્ર વિશ્વમાં ઈન્ટરનેટની સ્પિડ ધીમી થઈ જાય. તેનાથી ઓનલાઈન બિઝનેસ, ક્લાઉડ સર્વિસ, નાણાકીય લેવડ-દેવડ પર ગંભીર અસર થઈ શકે છે. આ ઉપરાંત ગલ્ફ દેશોએ જે રીતે AI અને ડેટા સેન્ટર્સને લઈ જંગી મૂડી રોકાણ કર્યુ છે, તેના પર પણ મોટો ખતરો ઉભો થયો છે. યુદ્ધની સ્થિતિમાં કેબલનું રિપેરિંગ પણ મુશ્કેલ ભર્યુ બની રહેશે. ટ્રમ્પ અને ઈરાનની પરસ્પરની ધમકીઓએ ગલ્ફ દેશોનું ટેન્શન વધાર્યુ છે.

Join WhatsApp

Join Now

Leave a Comment