ભારતમાં આતંક મચાવનાર ગેંગસ્ટર હિમાંશુ ભાઉની અમેરિકામાં ધરપકડ

હરિયાણાથી દિલ્હી-NCR સુધી આંતક મચાવનાર ગેંગસ્ટર હિમાંશુ ભાઉની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. આતંક મચાવનાર હિમાંશુ ભાઉની અમેરિકી તપાસ એજન્સી FBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે. હિમાંશુ ભાઉ અમેરિકામાં બેસીને જ પોતાનું નેટવર્ક ચલાવતો હતો. ભારતભરમાં હત્યા, ખંડણી, અપહરણ જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. અમેરિકન એજન્સી દ્વારા તેની ધરપકડની પુષ્ટિ કરવામાં આવી છે. ભારતીય એજન્સીઓ હવે ગેંગસ્ટર હિમાંશુ ભાઉને ભારત લાવવા માટેના પ્રયાસો કરી રહી છે, તેથી તેના પર કાયદેસરની કાર્યવાહી થઈ શકે.

હરિયાણાના રોહતક જિલ્લાના રિટૌલી ગામના વતની હિમાંશુ ભાઉ માત્ર 17 વર્ષની ઉંમરે અપરાધ જગતમાં પગ મૂકી દીધો હતો. સૌથી પહેલો કેસ નોંધાયા બાદ ગુનાખોરીના રસ્તે આગળ વધી ગયો હતો. હરિયાણાની બોસ્ટલ જેલ તેમજ બાળ સુધાર ગૃહમાંથી 20 અન્ય સાથીઓ સાથે ફરાર થઈ ગયો હતો. તે પછીથી હિમાંશુ ભાઉ વિદેશ ભાગી ગયો હતો, વર્ષ 2022માં હરિયાણામાં 24 કલાકમાં ત્રણ હત્યા અને પ્રખ્યાત યુ-ટ્યુબર એલ્વિશ યાદવના ઘર બહાર ફાયરિંગ જેવી ઘટનામાં જવાબદારી હિમાંશુ ભાઉએ લીધી હતી. 2023માં તેની સામે લુક આઉટ સર્ક્યુલર પણ કાઢવામાં આવ્યુ હતુ.

હિમાંશુ ભાઉની લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે કટ્ટર દુશ્મની છે. વર્ષ 2019માં રિટૌલી ગામના એક મામલામાં તેનું નામ સામે આવ્યું હતું. ત્યારબાદ સંજય પુનિયા પાસેથી ખંડણી માંગવાના કેસમાં તેની ધરપકડ થઈ હતી અને જામીન પર છૂટ્યા બાદ વર્ષ 2020માં તે ફરી ફાયરિંગ કેસમાં સંડોવાયો હતો. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA), સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) અને દિલ્હી પોલીસની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ આ કુખ્યાત અપરાધીના નેટવર્કને તોડી પાડવા સુરક્ષા એજન્સીઓ સતત કામ કરી રહી છે.

Join WhatsApp

Join Now

Leave a Comment