ધમકી બાદ પણ રવિવારે ફેન્સને મળવાની બીગ બીની પરંપરા યથાવત

બોલીવુડમાં છેલ્લા કેટલાક સમયથી સ્ટાર્સને ધમકી મળી રહી છે. અભિનેતા ટાઈગર શ્રોફ પર તો ફાયરિંગ પણ કરવામાં આવ્યુ હતુ. અમિતાભ બચ્ચન, સલમાન ખાન, અક્ષય કુમારને ધમકી મળી રહી છે. મહાનાયક અમિતાભ બચ્ચનને જલ્સાને ગ્રેનેડથી ઉડાવી દેવાની ધમકી મળી છે, તે બાદ પણ અમિતાભ બચ્ચને જલ્સા મિટિંગ યથાવત જ રાખી હતી.

બોલીવુડ ઈન્ડસ્ટ્રી હાલ ભયના ઓથાર હેઠળ જીવી રહી છે. રોજ કોઈને કોઈ સ્ટારને ધમકીઓ મળી રહી છે. સલમાન ખાનના ગેલેક્સી અપાર્ટમેન્ટ અને અમિતાભ બચ્ચનના જલ્સા બંગ્લોઝને ગ્રેનેડથી ઉડાવી દેવાની પણ ધમકીઓ મળી રહી છે. તેમ છતાં, બોલીવુડ સ્ટાર્સ આ ધમકીને અવગણીને પોતાની રોજિંદી જિંદગીમાં વ્યસ્ત થઈ રહ્યા છે. ટાઈગર શ્રોફે પણ ફિલ્મનું શુટિંગ શરૂ કરી દીધુ છે. તો મહાનાયક અમિતાભ બચ્ચને દર રવિવારની પરંપરા જાળવી રાખી છે. આ રવિવારે પણ તેઓ જલ્સા બંગ્લોઝની બહાર ફેન્સનું અભિવાદન ઝીલવા માટે આવ્યા હતા. અમિતાભ બચ્ચન બેખૌફ અંદાજમાં જલ્સા બંગ્લોઝની બહાર રવિવારની ફેન્સ સાથેની મિટિંગ આયોજિત કરી હતી. ધમકીઓ મળવાના કારણે તેમની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી.

દર રવિવારે ફેન્સ જૂહુ સ્થિત અમિતાભ બચ્ચનના જલ્સા બંગ્લોઝની સામે એકત્રિત થાય છે અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચન તેમના ફેન્સને મળવા આવે છે. આ રવિવારે ધમકીઓ મળવા છતાં પણ બીગ બી ઘરની બહાર ફેન્સ સાથે મુલાકાત કરવા માટે આવ્યા હતા, જો કે ફેન્સને ઘરથી થોડા દૂર રાખવામાં આવ્યા હતા. દેશના ખૂણે ખૂણેથી અમિતાભ બચ્ચનના ફેન્સ તેમની એક ઝલક મેળવવા માટે રવિવારે ખાસ જલ્સા બંગ્લોઝ પાસે આવતા હોય છે. એવુ માનવામાં આવી રહ્યુ હતુ કે ધમકીઓ બાદ બીગ બી રવિવારની જલ્સા મિટિંગનું આયોજન રદ્દ કરશે, પરંતુ એવુ થયુ નહી અને રાબેતા મુજબ અમિતાભ બચ્ચન ફેન્સને મળવા બેખૌફ અંદાજમાં જલ્સાની બહાર આવ્યા.

84 વર્ષીય અમિતાભ બચ્ચનનો જલ્સા મિટિંગ દરમિયાનનો વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં તેઓ એકદમ ઉત્સાહિત જણાઈ રહ્યા છે અને સીડી ચઢીને ફેન્સનું અભિવાદન ઝીલે છે. હાલમાં અમિતાભ બચ્ચન પ્રખ્યાત શો કોન બનેગા કરોડપતિનું શુટિંગ કરી રહ્યા છે. હાલમાં જ રામાયણની કાસ્ટ સાથે પણ શો કર્યો હતો. ધમકી ભર્યા ઈ-મેઈલ બાદ પણ બીગ બીના શેડ્યુલમાં કોઈ બદલાવ થયો નથી. તેઓ રાબેતા મુજબ જ પોતાનું કાર્ય ચાલુ રાખે છે.

Join WhatsApp

Join Now

Leave a Comment