રેકોર્ડ તોડ કમાણી માટે આવી રહી છે બિગબજેટ ફિલ્મ રામાયણ

રણબીર કપૂર અને યશની રામાયણને મોટા પાયે રીલિઝ કરવાનું આયોજન પૂરજોશમાં ચાલી રહ્યુ છે. આગામી 5 નવેમ્બરે બિગબજેટ ફિલ્મ રામાયણ સિનેમાઘરોમાં રીલિઝ કરવામાં આવશે. નિતેશ તિવારીના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ રામાયણનો પાર્ટ-1 આ વર્ષે અને પાર્ટ-2 આવનારા વર્ષમાં રીલિઝ કરવામાં આવશે. મેકર્સ આ ફિલ્મને મોટા પાયે વૈશ્વિક લેવલે રીલિઝ કરવાનું આયોજન કરી રહ્યા છે. આ ફિલ્મ દુનિયાભરના 100થી વધુ દેશમાં 50 હજારથી વધુ સ્ક્રીન્સ પર રીલિઝ કરવામાં આવશે. ભારતીય સિનેમાના ઈતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી ગ્લોબલ રીલિઝ ફિલ્મ બનશે.

ફિલ્મના મેગા સ્કેલ અને ઈન્ટરનેશનલ રીચ સિવાય એડવાન્સ બુકિંગને પણ શાનદાર રિસ્પોન્સ મળ્યો છે. રામાયણ ફિલ્મે રીલિઝના પ્રથમ સપ્તાહમાં જ ટિકીટબારી પર મજબૂત પકડ બનાવી લીધી છે. ફિલ્મે અત્યાર સુધી 13 કરોડથી વધુનું ગ્રોસ કલેક્શન કર્યુ છે. ફિલ્મના માત્ર સીન જ નહી પરંતુ કાસ્ટિંગને લીધે પણ ફિલ્મ શરૂઆતથી જ ચર્ચામાં છે.

અત્યાર સુધીનું એડવાન્સ બુકિંગ કરોડોમાં તો પહોંચી જ ગયુ છે. હિન્દી અને કન્નડ વર્ઝનને લઈને ખાસ ઉત્સુકતા જોવા મળી રહી છે. પ્રીમિયમ ફોર્મેટ્સ જેમ કે IMAX અને 4D ના પ્રી-સેલ્સ બુસ્ટિંગ પણ વધ્યુ છે. લૉસ એન્જલિસમાં પ્રીમિયર બાદ પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો છે. જેના કારણે જ મેકર્સે ફિલ્મને વર્લ્ડવાઈડ રીલિઝ કરવાનું પ્લાનિંગ કર્યુ છે.

 નિતેશ તિવારીએ આ ફિલ્મ 4 હજાર કરોડના જંગી બજેટમાં બનાવી છે. જેમાં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકામાં, સાંઈ પલ્લવી સીતા માતાની ભૂમિકામાં, યશ રાવણની ભૂમિકામાં છે. આ સિવાય પણ ફિલ્મમાં સન્ની દેઓલ, આર માધવન, વિવેક ઓબેરોય પણ મહત્વની ભૂમિકામાં છે.

Join WhatsApp

Join Now

Leave a Comment