By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
newsgujaratnewsgujarat
Aa
  • Home
  • Gujarat
    • Ahmedabad
  • India
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
  • Lifestyle
Reading: લો બોલો, આમિર ખાન ફરી પરણશે! 61 વર્ષની ઉંમરે મિસ્ટર પર્ફેક્શનિસ્ટ માંડશે ત્રીજા લગ્ન?
Aa
newsgujaratnewsgujarat
  • Gujarat
  • India
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
  • Lifestyle
Search
Have an existing account? Sign In
Follow US
© News Gujarat. All Rights Reserved.
newsgujarat > Blog > Entertainment > લો બોલો, આમિર ખાન ફરી પરણશે! 61 વર્ષની ઉંમરે મિસ્ટર પર્ફેક્શનિસ્ટ માંડશે ત્રીજા લગ્ન?
Entertainment

લો બોલો, આમિર ખાન ફરી પરણશે! 61 વર્ષની ઉંમરે મિસ્ટર પર્ફેક્શનિસ્ટ માંડશે ત્રીજા લગ્ન?

newsgujarat
Last updated: 2026/06/09 at 7:51 PM
By newsgujarat Add a Comment 5 Min Read
Share
aamir khan third marriage gauri spratt
SHARE

બોલિવુડમાં ફરી એકવાર શરણાઈઓ વાગવા જઈ રહી છે! પણ આ વખતે કોઈ ધામધૂમ, શોર-શરાબો કે મીડિયાનો જમેલો નહીં હોય. બી-ટાઉનમાંથી આવી રહેલા લેટેસ્ટ અહેવાલો મુજબ, બોલિવુડના ‘મિસ્ટર પર્ફેક્શનિસ્ટ’ એટલે કે આપણા આમિર ખાન ફરી એકવાર લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. હા, તમે બરાબર વાંચ્યું! એક અને બે લગ્નથી મન ન ભરાયું હોય તેમ હવે આમિર ખાન ત્રીજી વાર ઘોડે ચડવાની તૈયારી કરી રહ્યા છે. 61 વર્ષની ઉંમરે આમિર ખાન જાણે કહી રહ્યા છે – “દિલ તો બચ્ચા હૈ જી… અભી તો હમ જવાન હૈ!” સોશિયલ મીડિયા પર આ સમાચાર આવતા જ ફેન્સ અને નેટીઝન્સ ચોંકી ગયા છે. ચાલો જાણીએ શું છે આખી વિગત.

કોણ છે આમિર ખાનની નવી દુલ્હન? ક્યારે છે લગ્ન?

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, આમિર ખાન તેની કથિત ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ(Gauri Spratt) સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. આ લગ્ન કોઈ ભવ્ય પેલેસમાં કે ગ્રાન્ડ રિસેપ્શન સાથે નહીં થાય, પરંતુ ખૂબ જ સાદગીથી પતાવવામાં આવશે. આ લગ્નમાં બોલિવુડની કોઈ મોટી ઝાકઝમાળ કે સ્ટાર-સ્ટડેડ રિસેપ્શન જોવા નહીં મળે. આમિરે આ વખતે બધું જ સિક્રેટ અને પર્સનલ રાખવાનું નક્કી કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, તારીખ 5 જુલાઈએ(Aamir Khan upcoming Marriage Date) પ્રાઈવેટ સેરેમની એટલે કે ખૂબ જ અંગત લોકોની હાજરીમાં બંને પોતાના સંબંધોને ઓફિશિયલ કરશે અને એકબીજાને રીંગ પહેરાવશે.

આમિર ખાન અને ગૌરીની મુલાકાત આમિરની પિતરાઈ બહેન નુઝહત ખાન દ્વારા થઈ હતી અને ત્યાર પછી બંને વચ્ચે ડેટિંગ શરૂ થયું હતું. બેંગલુરુની એક જાણીતી સેલૂન ચેઈનમાં ગૌરી કામ કરતી હતી. અને હવે તેઓ આમિરના પ્રોડક્શન હાઉસ ‘આમિર ખાન પ્રોડક્શન્સ(Aamir Khan Productions Gauri Spratt)’ સાથે જોડાયેલી છે.

ગૌરીને તેના પહેલા લગ્નથી સાત વર્ષનો એક દીકરો છે, જેનું નામ ક્વિન (Quin) છે. ગૌરીનો પરિવાર પણ ખૂબ જ પ્રતિષ્ઠિત અને મોભાદાર છે. તેના દાદા ફિલિપ સ્પ્રેટ (Philip Spratt Gauri Spratt Connection) મૂળ બ્રિટિશ કમ્યુનિસ્ટ હતા, જે 1920ના દાયકામાં ભારત આવ્યા હતા અને ત્યારબાદ તેઓ ભારતની આઝાદીની લડતમાં પણ જોડાયા હતા.

Aamir Khan to marry Gauri Spratt | Photo: X
Aamir Khan to marry Gauri Spratt | Photo: X

આમિર ખાનની મેરેજ ટાઈમલાઈન: ‘લગ્ને લગ્ને કુંવારા’ જેવો ઘાટ?

આમિર ખાન પોતાની ફિલ્મોની સાથે તેમની પર્સનલ લાઈફમાં પણ હંમેશા ચર્ચામાં રહ્યા છે. તેમના આ ત્રીજા લગ્ન છે, આ પહેલા પણ તેઓ બે લગ્ન કરી ચુક્યા છે.  તેમના પેહલા લગ્ન ફિલ્મ પ્રોડ્યૂસર રીના દત્તા સાથે વર્ષ 1986 માં થયા હતા. લગભગ 16 વર્ષ બાદ એટલે કે 2002 માં તેઓ એકબીજા થી અલગ થયા હતા. તેમના લગ્ન જીવન દરમિયાન એમને બે બાળકો છે. ઇરા ખાન અને અભિનેતા જુનૈદ ખાન.

આમિરે બીજા લગ્ન વર્ષ 2005માં ફિલ્મ નિર્માતા કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા. 16 વર્ષ બાદ પરસ્પર સહમતિથી આમિર અને કિરણે અલગ થવાની જાહેરાત કરી હતી. આ કપલે સરોગસી (Surrogacy) દ્વારા તેમના પુત્ર આઝાદ રાવ ખાનને જન્મ આપ્યો હતો.

આમિરના ત્રીજા લગ્નના નિર્ણયે આપણા ગુજરાતીમાં વડવાઓના સમયથી ચાલી આવતી એક ફેમસ કહેવત યાદ આવી જાય – ‘લગ્ને લગ્ને કુંવારા!’

સોશિયલ મીડિયા પર ફેન્સના મિશ્ર પ્રતિભાવો

આમિર ખાનના ત્રીજા લગ્નના સમાચાર વાયરલ થતાં જ ફેન્સ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકો તેમના આ નિર્ણયને ટ્રોલ કરી રહ્યા છે અને ઉંમરનો હવાલો આપી રહ્યા છે. તો બીજી તરફ, આમિરના સાચા ચાહકોનું કહેવું છે કે પ્રેમ અને નવેસરથી જીવવાની કોઈ ઉંમર નથી હોતી. જો કિરણ રાવ સાથે છૂટાછેડા લીધા બાદ આમિરને ફરીથી લાઈફ પાર્ટનર મળી રહ્યો હોય, તો તેમાં કંઈ ખોટું નથી.

શું આ વખતે ટકી જશે આ સંબંધ?

રીના દત્તા અને કિરણ રાવ બંને સાથે આમિરના લગ્ન આશરે 16-16 વર્ષ સુધી ટક્યા હતા. બંને પૂર્વ પત્નીઓ સાથે આજે પણ આમિરને સારા સંબંધો છે. હવે ગૌરી સ્પ્રેટ સાથેના આ ત્રીજા લગ્ન લાંબો સમય ટકે તેવી આશા ફેન્સ રાખી રહ્યા છે.

61 વર્ષની ઉંમરે પણ લાઈફને એક નવો ચાન્સ આપવો એ હિંમતનું કામ છે. આમિર ખાન અને ગૌરી સ્પ્રેટ 5 જુલાઈએ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે ત્યારે જોવાનું એ રહેશે કે આ મિસ્ટર પર્ફેક્શનિસ્ટની ત્રીજી ઈનિંગ કેટલી પર્ફેક્ટ સાબિત થાય છે!

આ પણ વાંચો: IPL માં મેચ ફિક્સિંગ થાય છે? – પૂર્વ કમિશનર લલિત મોદીએ પોડકાસ્ટમાં શુકર્યો મોટો ખુલાસો

Share This Article
Facebook Twitter Copy Link
Previous Article Married Daughters Eligible for Compassionate Appointment દીકરી પરિણીત હોય તો પણ પરિવારનો હિસ્સો : સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
Next Article varun dhawan trolled for temple visit attire શોર્ટ્સ અને બનિયાનમાં ભગવાનના આશીર્વાદ લેવા પહોંચ્યો વરુણ ધવન, સોશિયલ મીડિયા પર થયો ટ્રોલ
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow US

Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe

Must Read

Harsh Sanghvi Glasgow Yoga Commonwealth Games Scotland

Harsh Sanghvi Glasgow Yoga : ગ્લાસગોમાં સ્થાનિકો અને ભારતીય સમુદાય સાથે હર્ષ સંઘવીએ કર્યો યોગાભ્યાસ

AMC Online Marriage Registration

AMC Online Marriage Registration : 1 ઓગસ્ટથી લગ્ન નોંધણી ઓનલાઈન, વર-કન્યાના ફોટાવાળું મળશે ડિજિટલ સર્ટિફિકેટ

Vegetable Price Hike Gujarat

Vegetable price hike Gujarat : વરસાદે બગાડ્યું રસોડાનું બજેટ, શાકભાજીના ભાવમાં 20થી 25%નો વધારો

Ahmedabad Riverfront

Ahmedabad Rain Alert : ભારે વરસાદની આગાહી વચ્ચે રિવરફ્રન્ટ અને કાંકરિયામાં જયા-પાર્વતી વ્રતનું રાત્રિ આયોજન મોકૂફ

Gujarat Heavy Rain

Gujarat Heavy Rain : ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, છોટા ઉદેપુરમાં સૌથી વધુ મેહમહેર, અશ્વિન નદીમાં ઘોડાપુર

- Join US -
Ad image

You Might Also Like

72nd-national-film-awards-2026
EntertainmentLatest Stories

72nd National Film Awards : ગુજરાતીઓ માટે ગર્વની ક્ષણ, ફિલ્મ ‘મારણ (ધ હન્ટ)’ ને મળ્યો બેસ્ટ ગુજરાતી ફિલ્મનો નેશનલ એવોર્ડ

3 Min Read
sonu-sood-helps-punjab-flood-victims-rebuild-homes-180-houses-completed
Entertainment

પંજાબના પૂર પીડિતો માટે ફરી મસીહા બન્યા સોનુ સૂદ, 180 જરૂરિયાતમંદ પરિવારોને આપ્યું નવું આશરાનું ઘર

2 Min Read
netflix-new-series-i-will-find-you-31-million-views-record
Entertainment

માત્ર 8 એપિસોડે તોડ્યા રેકોર્ડ, Netflixની નવી થ્રિલર બની નંબર વન

3 Min Read
Nora Fatehi Most Searched Bollywood Actress Google
Entertainment

ગૂગલ પર સૌથી વધુ સર્ચ થનાર એક્ટ્રેસ: નોરા ફતેહીએ બોલિવૂડની ટોચની અભિનેત્રીઓને પાછળ છોડી!

2 Min Read
newsgujaratnewsgujarat
Follow US
News Gujarat
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • DMCA
  • Privecy Policy
  • Terms and Conditions
Welcome Back!

Sign in to your account

Lost your password?