ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી એસ્ટ્રોલોજી

Hing Water Benefits on Empty Stomach : રોજ સવારે ખાલી પેટે પીવો 1 ગ્લાસ હિંગનું પાણી, જાણો હિંગના ફાયદા

Hing Water Benefits on Empty Stomach

Hing Water Benefits on Empty Stomach : વર્ષોથી હિંગનો ઉપયોગ ભારતીય રસોડામાં દાળ અને શાકનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. આયુર્વેદમાં હિંગ(Hing)ને એક શક્તિશાળી ઔષધિ માનવામાં આવી છે. હિંગનો ઉપયોગ ખાસ કરીને ગેસ, પેટ ફૂલવું અને અપચા જેવી સમસ્યાઓ માટે આયુર્વેદ અને પરંપરાગત ઉપચાર પદ્ધતિઓમાં થતો આવ્યો છે. ઘણા લોકો પોતાના દિવસની શરૂઆત ચા કે કોફી પીને કરતા હોય છે, પરંતુ હેલ્થ એક્સપર્ટ્સના મતે જો તમે સવારે ખાલી પેટે એટલે કે નરણા કોઠે હિંગના પાણી(Asafoetida Water Benefits)થી દિવસની શરૂઆત કરો છો, તો તે તમારા શરીર માટે કોઈ વરદાનથી ઓછું નથી.

હિંગમાં ભરપૂર માત્રામાં સોજા વિરોધી એટલે કે એન્ટી-ઈન્ફ્લેમેટરી અને એન્ટી-ઓક્સિડન્ટ ગુણો જોવા મળે છે. માટે સવારે ખાલી પેટે નવશેકા પાણીમાં હિંગ મિક્સ કરીને પીવામાં આવે છે ત્યારે તે શરીરને અંદરથી સાફ કરવાનું એટલે કે ડિટોક્સિફિકેશનનું કામ કરે છે. ચાલો જાણીએ સવારે ખાલી પેટે હિંગનું પાણી(Hing Water) પીવાથી શરીરને કયા-કયા મુખ્ય ફાયદા થાય છે.

Asafoetida Water Benefits ।  Hing Water for Digestion । હિંગ ખાવાના ફાયદા
Asafoetida Water Benefits । Hing Water for Digestion । હિંગ ખાવાના ફાયદા ।  AI Image


હિંગનું પાણી પાચનમાં મદદ કરી શકે છે?

હિંગનો પરંપરાગત રીતે પાચન સંબંધિત તકલીફો માટે ઉપયોગ કરવામાં આવે છે. આજકાલની વ્યસ્ત લાઈફસ્ટાઈલ અને ખોટા ખાનપાનને કારણે ગેસ, એસિડિટી, અપચો અને પેટ ફૂલવું (બ્લોટિંગ) જેવી સમસ્યાઓ ખૂબ જ સામાન્ય બની ગઈ છે. હિંગમાં રહેલા સક્રિય તત્વો પેટના પાચક એન્ઝાઇમ્સને સક્રિય કરે છે. સવારે ખાલી પેટે હિંગનું પાણી પીવાથી પેટનો ભારેપણો તરત જ ઓછો થાય છે, ખોરાકનું પાચન સરળ બને છે અને કબજિયાત જેવી જૂની સમસ્યાઓમાંથી કાયમી રાહત મળે છે.

વજન ઘટાડવા માટે હિંગનું પાણી કેટલું અસરકારક?

હિંગનું પાણી પીવાથી શરીરમાં મેટાબોલિઝમ ઝડપથી વધે. હિંગ શરીરના મેટાબોલિક રેટને વધારે છે, સાથે શરીરમાંથી ટોક્સિન બહાર નીકળે. શરીરમાં કેલરી ઝડપથી બર્ન થાય છે. હિંગ શરીરમાં જમા થયેલા હાનિકારક ટોક્સિન્સ (ઝેરી તત્વો)ને બહાર કાઢે છે, જેથી ફેટ બર્નિંગ પ્રોસેસ એટલે કે ચરબી ઓગળવાની પ્રક્રિયા ઝડપી બને છે.

બ્લડ શુગર અને બ્લડ પ્રેશરનું સ્તર નિયંત્રણમાં

હિંગમાં કૌમારિન નામનું તત્વ જોવા મળે છે. જે શરીરમાં લોહીને પાતળું રાખવામાં અને બ્લડ સર્ક્યુલેશન સુધારવામાં મદદ કરે છે, જેના લીધે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યામાંથી રાહત મળી શકે છે. આ સાથે ડાયાબિટીસ દર્દીઓ માટે પણ હિંગનું પાણી ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. હિંગમાં એવા ગુણો હોય છે જે શરીરમાં ઇન્સ્યુલિનના સ્ત્રાવને વધારવામાં મદદ કરે છે, જેનાથી બ્લડ શુગરનું સ્તર નિયંત્રણમાં રહે છે.

Health Tips Gujarati | હિંગના ફાયદા અને નુકસાન
Health Tips Gujarati | હિંગના ફાયદા અને નુકસાન | AI Image

શરદી, ખાંસી અને કફમાં ફાયદો થાય છે?

હિંગમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણધર્મો હોય છે, જે છાતીમાં જમેલા કફ અને બલગમને બહાર કાઢવામાં મદદ કરે છે. હિંગનું પાણી  અસ્થમા, સૂકી ખાંસી અને શરદી-જુકામના લક્ષણોને ઘટાડવા માટે અત્યંત અસરકારક સાબિત થાય છે.

How to Make Hing Water | હિંગનું પાણી કેવી રીતે બનાવવું
How to Make Hing Water | હિંગનું પાણી કેવી રીતે બનાવવું    

હિંગનું પાણી કેવી રીતે બનાવવામાં આવે છે?

નવશેકા પાણીમાં એક ચપટી હિંગને ઉમેરી તેને સારી રીતે ઓગાળી લો અને સવારે ખાલી પેટે આ પાણીને ઘૂંટડે-ઘૂંટડે પીઓ. જો હિંગના આ પાણીનો સ્વાદ ના ગમે તો તેમાં સંચળ અથવા લીંબુનો રસ ઉમેરીને પી શકો છે.

કોણે હિંગનું પાણી ટાળવું જોઈએ?

ગર્ભવતી અથવા સ્તનપાન કરાવતી મહિલાઓ, નાના બાળકો, બ્લીડિંગ ડિસઓર્ડર ધરાવતા લોકો અને નિયમિત દવા લેતા દર્દીઓએ ડૉક્ટરની સલાહ વિના હિંગનો ઔષધીય માત્રામાં ઉપયોગ ન કરવો. કારણકે હર્બલ વસ્તુઓ પણ દવાઓ સાથે પ્રતિક્રિયા કરી શકે છે.

Disclaimer: આ માહિતી સામાન્ય જાગૃતિ માટે છે. હિંગનું પાણી કોઈ ગંભીર બીમારીનો કાયમી ઈલાજ નથી. અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. લાંબા સમયથી રહેતી તકલીફ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, અસ્થમા અથવા અન્ય બીમારીમાં પ્રમાણિત ડૉક્ટરની સલાહ જરૂરી છે. ન્યુઝ ગુજરાત તેની પુષ્ટિ નથી કરતું, આ અંગે કોઈપણ નિર્ણય લેતાં પહેલાં સર્ટિફાઇડ એક્સપર્ટની અથવા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

આ પણ વાંચો : સાબરમતીમાં 84 હેક્ટરમાં બનશે દેશનો સૌથી મોટો બુલેટ ટ્રેન ડેપો

Join WhatsApp

Join Now

Leave a Comment