By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
newsgujaratnewsgujarat
Aa
  • Home
  • Gujarat
    • Ahmedabad
  • India
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
  • Lifestyle
Reading: Autophagy Benefits Gujarati : જાણો ઓટોફેગી વિશે, જેમાં તમારું શરીર જ કરે છે પોતાની સફાઈ અને રિપેરિંગ
Aa
newsgujaratnewsgujarat
  • Gujarat
  • India
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
  • Lifestyle
Search
Have an existing account? Sign In
Follow US
© News Gujarat. All Rights Reserved.
newsgujarat > Blog > Latest Stories > Autophagy Benefits Gujarati : જાણો ઓટોફેગી વિશે, જેમાં તમારું શરીર જ કરે છે પોતાની સફાઈ અને રિપેરિંગ
Latest StoriesLifestyle

Autophagy Benefits Gujarati : જાણો ઓટોફેગી વિશે, જેમાં તમારું શરીર જ કરે છે પોતાની સફાઈ અને રિપેરિંગ

newsgujarat
Last updated: 2026/07/19 at 7:06 PM
By newsgujarat Add a Comment 5 Min Read
Share
Autophagy Benefits Gujarati
Autophagy Benefits Gujarati | Image Source : AI Image
SHARE

Autophagy Benefits Gujarati : આજના ભાગદોડ ભરેલા જીવનમાં બધા સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહીએ છીએ. પરંતુ સહેજ ભૂખ લાગે એટલે ફ્રિજમાંથી અથવા તો કોઈ નાસ્તો શોધીને ખાઈ લૈયે છીએ. વર્ષોથી શીખવવામાં આવ્યું છે કે, સુખાકારી શરીર સ્વાસ્થ્ય માટે સમયસર જમી લેવું જોઈએ. પરંતુ, શું તમે એવું ક્યારેય વિચાર્યું છે કે ક્યારેક ભૂખ્યા રહેવું તમારા શરીર માટે કોઈ ચમત્કારથી કમ નથી? આ કોઈ અફવા નથી પણ એક થયેલા વિવિધ રિસર્ચમાં સાબિત થયેલું વિજ્ઞાન છે. ચાલો આજે સમજીએ કે શા માટે ક્યારેક ભૂખ્યા રેહવું પણ  તમારા શરીર માટે વરદાન સાબિત થઈ શકે છે.

intermittent fasting Gujarati
intermittent fasting Gujarati | Image Source : AI Image

ઓટોફેગી(Autophagy) શું છે? | શરીરનો ‘સર્વાઇવલ મોડ’

જ્યારે તમે આશરે ૧૪ થી ૧૬ કલાક સુધી કંઈ જ ખાતા નથી, ત્યારે આપણા શરીરમાં એક કુદરતી પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયાને વિજ્ઞાનની ભાષામાં ઓટોફેગી(Autophagy) કહેવામાં આવે છે. ગ્રીક ભાષામાં ‘ઓટો’ એટલે ‘પોતાની જાતે’ અને ‘ફેગી’ એટલે ખાવુ થાય છે. જ્યારે આપણે લાંબા સમય સુધી ભૂખ્યા રહીએ છીએ, ત્યારે શરીરમાં એક અદભુત સેલ્યુલર પ્રોસેસ શરૂ થાય છે, જેને ‘ઓટોફેગી’ કહેવાય છે.

જ્યારે આપણા શરીરને બહારથી ખોરાક મળતો બંધ થાય છે, ત્યારે તે ‘સર્વાઇવલ મોડ’ માં જતું રહે છે. આ પરીસ્થિતિમાં શરીર ઊર્જા મેળવવા માટે પોતાની જ અંદર રહેલા ડેમેજ (Damaged Cell Recycling) થયેલા, વૃદ્ધ કે બીમાર કોષો (cells) ને ખાવા લાગે છે અને તેને રિસાઇકલ કરીને નવી ઊર્જા મેળવે છે. સરળ શબ્દોમાં કહીએ તો, શરીર પોતાની જાતે જ પોતાની અંદરથી સફાઈ અને રિપેરિંગ કરે છે. આ કોઈ સામાન્ય થિયરી નથી. જાપાનના વૈજ્ઞાનિક યોશિનોરી ઓસુમી (Yoshinori Ohsumi) ને ‘ઓટોફેગી’ની આ જ મિકેનિઝમ શોધવા માટે વર્ષ ૨૦૧૬ માં  ફિઝિયોલોજી/મેડિસિનનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

fasting health benefits
fasting health benefits | Image Source : AI Image

વિશ્વના પ્રતિષ્ઠિત અભ્યાસો (Studies) શું કહે છે?

દુનિયાભરમાં ઓટોફેગી (Autophagy) પર થયેલા વિવિધ વૈજ્ઞાનિક અભ્યાસો અને રિસર્ચ (Scientific Studies) પર નજર કરીયે તો, 

  • ધ ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિન (NEJM) ની રિસર્ચ : વિશ્વના આ સૌથી પ્રતિષ્ઠિત મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલા એક રિસર્ચ મુજબ, જયારે વ્યક્તિ ૧૪ થી ૧૬ કલાક સુધી કશુ ખાતા નથી, ત્યારે શરીરમાં મેટાબોલિક સ્વિચ(Metabolic Switch) થાય છે. ત્યારે શરીરમાં સંગ્રહ થયેલી થયેલી સુગર (ગ્લાયકોજન) પૂરી થતાં જ શરીર ચરબી બાળવાનું શરૂ કરે છે અને ઓટોફેગીની પ્રક્રિયા સક્રિય (active) થાય છે.
  • ન્યુરોસાયન્સ અને મગજના રોગો પર રિસર્ચ : જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના ન્યુરોસાયન્ટિસ્ટ માર્ક મેટસનના રિસર્ચ દર્શાવે છે કે, લાંબા સમયના ઉપવાસથી મગજના કોષોમાંથી ખરાબ પ્રોટીન સાફ થાય છે. જેનાથી પાર્કિન્સન્સ (Parkinson’s) અને અલ્ઝાઈમર (Alzheimer’s) જેવી ગંભીર બીમારીઓનું જોખમ નોંધપાત્ર રીતે ઘટી જાય છે.
How body heals itself
How body heals itself | Image Source : AI Image

ઋષિ-મુનિઓનું ૧૦૦ વર્ષનું આયુષ્ય

આપણને કદાચ આધુનિક વિજ્ઞાન દ્વારા ‘ઓટોફેગી’ શબ્દ આજે સમજતા થયા છે, પરંતુ આપણા ઋષિ-મુનિઓ અને પૂર્વજો સદીઓ પહેલા આ વિજ્ઞાનને સમજતા હતા. ભારતીય સંસ્કૃતિમાં અગિયારસ, નવરાત્રી કે અન્ય તહેવારોમાં ‘ઉપવાસ’ (Fasting) કરવાનું જે મહત્વ દર્શાવવામાં આવ્યું છે, તેનો મૂળ ઉદ્દેશ્ય ધાર્મિક તો હતો જ પરંતુ વૈજ્ઞાનિક પણ હતો.આપણા વડવાઓ જાણતા હતા કે શરીરને મશીનની જેમ સતત ચલાવતા રહેવા કરતાં, તેને થોડો આરામ આપવાથી શરીર પોતાની જાતે જ રિપેર થઈ જાય છે. આ જ કારણ થી પ્રાચીન સમયમાં લોકો ગંભીર બીમારીઓ વિના સો-સો વર્ષ સુધી સ્વસ્થ જીવન જીવતા હતા.

Health and wellness tips in Gujarati
Health and wellness tips in Gujarati | Image Source : AI Image

આનો અમલ કેવી રીતે કરવો?

તમારી દિનચર્યામાં એક નાનકડો ફેરફાર મોટું પરિણામ આપી શકે છે. જો તમે રાત્રે ૮ વાગ્યે જમી લો છો, તો બીજા દિવસે સવારે નાસ્તો કરવાને બદલે સીધું બપોરે ૧૨ વાગ્યે જમો. આ ૧૬ કલાક દરમિયાન તમે માત્ર પાણી પી શકો છો. જો રોજ આવું કરવું શક્ય ના હોય તો મહિનામાં ઓછામાં ઓછો એક કે બે દિવસ ૧૬ થી ૨૪ કલાકનો ઉપવાસ ચોક્કસ કરો.

એક નાનકડી સલાહ

જયારે ઉપવાસ છોડીયે ત્યારે એકસાથે ભારે ખોરાક ખાવાને બદલે ફળ કે હળવો ખોરાક લેવો જોઈએ. જો તમને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે અન્ય કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હોય, તો આ પ્રયોગ કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસ લો. આપણું શરીર એક અદભુત રચના છે. તેનેં દવાઓથી સાજા કરવાને બદલે ક્યારેક તેને પોતાની જાતે સાજા થવાની તક આપો. આવતા મહિને એક દિવસ નક્કી કરો અને તમારા શરીરને અંદરથી રિપેર થવાનો મોકો આપો.

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આભ ફાટ્યું, પૂર-ભૂસ્ખલનને વૈષ્ણોદેવી યાત્રા બંધ

Share This Article
Facebook Twitter Copy Link
Previous Article Jammu And Kashmir Cloudburst જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આભ ફાટ્યું, પૂર-ભૂસ્ખલનને વૈષ્ણોદેવી યાત્રા બંધ
Next Article FIFA World Cup 2026 Final Winner Team FIFA World Cup 2026 Final Winner Team : 16 વર્ષ બાદ ફરી સ્પેન બન્યું વિશ્વવિજેતા, મેદાન પર જ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો મેસી
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow US

Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe

Must Read

Harsh Sanghvi Glasgow Yoga Commonwealth Games Scotland

Harsh Sanghvi Glasgow Yoga : ગ્લાસગોમાં સ્થાનિકો અને ભારતીય સમુદાય સાથે હર્ષ સંઘવીએ કર્યો યોગાભ્યાસ

AMC Online Marriage Registration

AMC Online Marriage Registration : 1 ઓગસ્ટથી લગ્ન નોંધણી ઓનલાઈન, વર-કન્યાના ફોટાવાળું મળશે ડિજિટલ સર્ટિફિકેટ

Vegetable Price Hike Gujarat

Vegetable price hike Gujarat : વરસાદે બગાડ્યું રસોડાનું બજેટ, શાકભાજીના ભાવમાં 20થી 25%નો વધારો

Ahmedabad Riverfront

Ahmedabad Rain Alert : ભારે વરસાદની આગાહી વચ્ચે રિવરફ્રન્ટ અને કાંકરિયામાં જયા-પાર્વતી વ્રતનું રાત્રિ આયોજન મોકૂફ

Gujarat Heavy Rain

Gujarat Heavy Rain : ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, છોટા ઉદેપુરમાં સૌથી વધુ મેહમહેર, અશ્વિન નદીમાં ઘોડાપુર

- Join US -
Ad image

You Might Also Like

Vegetable Price Hike Gujarat
GujaratLatest Stories

Vegetable price hike Gujarat : વરસાદે બગાડ્યું રસોડાનું બજેટ, શાકભાજીના ભાવમાં 20થી 25%નો વધારો

2 Min Read
Ahmedabad Riverfront
GujaratLatest Stories

Ahmedabad Rain Alert : ભારે વરસાદની આગાહી વચ્ચે રિવરફ્રન્ટ અને કાંકરિયામાં જયા-પાર્વતી વ્રતનું રાત્રિ આયોજન મોકૂફ

2 Min Read
Gujarat Heavy Rain
GujaratLatest Stories

Gujarat Heavy Rain : ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, છોટા ઉદેપુરમાં સૌથી વધુ મેહમહેર, અશ્વિન નદીમાં ઘોડાપુર

6 Min Read
EPFO Auto Refund Inactive PF Account
BusinessLatest Stories

EPFO Auto Refund : હવે ક્લેમ કર્યા વગર PFના પૈસા સીધા બેંક ખાતામાં આવશે, જાણો કોને મળશે લાભ

4 Min Read
newsgujaratnewsgujarat
Follow US
News Gujarat
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • DMCA
  • Privecy Policy
  • Terms and Conditions
Welcome Back!

Sign in to your account

Lost your password?