સુવર્ણ પદકોનો ભારતમાં વરસાદ, ખેલાડીઓએ કર્યુ દેશનું મસ્તક ઉન્નત

India Asian Games 2026 Gold Medals : 20 મી એશિયન ગેમ્સનો 11 મો દિવસ ભારત માટે સુવર્ણમય રહ્યો છે. આજે ભારતના ખેલાડીઓએ એકસાથે ચાર ગોલ્ડ મેડલ જીતીને દેશને અનહદ માન-સન્માન અપાવ્યુ છે. ચારમાંથી ત્રણ ગોલ્ડ ભારતને આર્ચરીમાં મળ્યા છે. ભારતને અત્યાર સુધી કુલ 10 સુવર્ણ ચંદ્રકો મળ્યા છે. ટેબલ ટેલીમાં ભારતે ઈરાનને પાછળ છોડી દીધુ છે. અને સાતમા નંબરે પહોંચી ગયુ છે ભારત.

અત્યાર સુધી ભારતે એશિયન ગેમ્સ 2026માં 60 મેડલ જીત્યા છે, જેમાં 10 સુવર્ણ ચંદ્રકનો પણ સમાવેશ થાય છે.  આજના દિવસમાં પહેલો ગોલ્ડ મહિલા કમ્પાઉન્ડ આર્ચરી ટીમે જીત્યો. ત્યારબાદ ચિકિતા તનિપાર્થિ અને સાહિલ જાધવની જોડીએ મિક્સ્ડ કમ્પાઉન્ડ આર્ચરીમાં ગોલ્ડ જીત્યો. નીરુ ઢાંડા અને કિનાન ચેનાઈની જોડીને શૂટિંગમાં ગોલ્ડ મળ્યો. દિવસનો ચોથો ગોલ્ડ કમ્પાઉન્ડ આર્ચરીની મેન્સ ટીમ ઇવેન્ટમાં સાહિલ, ગણેશ અને કુશલે જીત્યો.

આજના દિવસે ભારતીય ખેલાડીઓ પાસે એથ્લેટિક્સ, શુટિંગ, બૉક્સિંગ, તીરંદાજી, વૉલીબોલ, ટેનિસ, સ્કવૉશ જેવી સ્પર્ધાઓમાં કરતબ દેખાડવાની ઉત્તમ તક છે. જેમાંથી શુટિંગ, આર્ચરીમાં તો ભારતીય ખેલાડીઓએ કમાલ કરી બતાવ્યુ છે.

ભારતે કમ્પાઉન્ડ તીરંદાજીની ત્રણેય ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યા. મહિલા ટીમે ચીનને 238-234થી હરાવીને પોતાના ટાઇટલને ડિફેન્ડ કર્યો. મિક્સ્ડ ટીમની ફાઇનલમાં ચિકિતા અને સાહિલનો મુકાબલો સાઉથ કોરિયાની પાર્ક જંગયૂન અને ચોઇ યોંગહી સામે હતો. ભારતે શૂટ-ઓફમાં ગોલ્ડ પોતાના નામે કર્યો. આ જીત સાથે ભારતે લોસ એન્જલિસ ઓલિમ્પિકના કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમ ઇવેન્ટ માટે કોટા પણ મેળવ્યો. મેન્સ ટીમની ફાઇનલમાં સાહિલ, ગણેશ અને કુશલની ટીમે ચીનને 238-237થી હરાવ્યું. ટ્રેપ મિક્સ્ડ ટીમ ફાઈનલમાં નીરુ ઢાંડા અને કિનાન ચેનાઈએ ભારતને ગોલ્ડ અપાવ્યો. આ ગેમ્સમાં નીરુનો આ બીજો ગોલ્ડ છે. તેના એક દિવસ પહેલાં તેણે વુમન્સ ટ્રેપ ઈન્ડિવિજ્યુઅલ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો.

Join WhatsApp

Join Now

Leave a Comment