અભિનેતા મિથુન ચક્રવર્તીને પશ્ચિમ બંગાળમાં મોટી જવાબદારી, કેબિનેટ મંત્રીનો દરજ્જો

પશ્ચિમ બંગાળમાં શુભેન્દુ સરકારમાં અભિનેતા મિથુન ચક્રવર્તીને મોટી જવાબદારી મળી છે. પશ્ચિમ બંગાળ સરકારમાં સલાહકાર તરીકે નિમણુંક કરવામાં આવી છે. અભિનેતા મિથુન ચક્રવર્તીને સૂચના અને સાંસ્કૃતિક વિભાગમાં સલાહકાર તરીકે નિમણુંક કરવામાં આવી છે. આ પદની સાથે કેબિનેટ મંત્રીનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે.

મિથુનદા બંગાળના રાજકારણમાં સક્રિય ભૂમિકામાં

અભિનેતા મિથુન ચક્રવર્તી પશ્ચિમ બંગાળમાં રાજનીતિમાં સક્રિય છે. લાંબા સમયથી બંગાળના રાજકારણમાં છે અને ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. મિથુન ચક્રવર્તીને બંગાળમાં ભાજપની સરકારમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે. માહિતી અને સાંસ્કૃતિક બાબતોનો વિભાગ રાજ્યમાં માહિતી, સંસ્કૃતિ અને કલા સાથે સંકળાયેલા કાર્યો સંભાળે છે. આ જ વિભાગમાં મિથુન ચક્રવર્તીને સલાહકારની જવાબદારી સોંપવામાં આવી છે. મિથુન ચક્રવર્તી હવે માહિતી અને સાંસ્કૃતિક બાબતોના વિભાગ સાથે સંકળાયેલા કામકાજમાં સલાહકાર તરીકે ભૂમિકા ભજવશે. અગાઉ આ વિભાગની જવાબદારી મુખ્યામંત્રી શુભેન્દુ અધિકારી પાસે હતી. હવે મિથુન ચક્રવર્તીને સરકારના સલાહકાર બનાવવામાં આવ્યા છે. તેમની ભૂમિકા વિભાગ સાથે સંબંધિત બાબતોમાં સરકારને સલાહ આપવાની રહેશે.

તાત્કાલિક અસરથી જવાબદારી સોંપવામાં આવશે

અભિનેતા મિથુન ચક્રવર્તીની નિમણુંક જાહેરનામા અનુસાર તાત્કાલિક અસરથી અમલી કરવામાં આવશે. મિથુન ચક્રવર્તી રાજકારણમાં લગભગ 12 વર્ષથી સક્રિય છે . તેમણે 2014માં તૃણમૂલ કોંગ્રેસ તરફથી રાજ્યસભાના સભ્ય તરીકે પ્રવેશ કર્યો હતો, 2016માં રાજીનામું આપ્યું, અને 2021થી ભાજપમાં જોડાયા.

Join WhatsApp

Join Now

Leave a Comment