By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
newsgujaratnewsgujarat
Aa
  • Home
  • Gujarat
    • Ahmedabad
  • India
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
Reading: દરેક ભારતીયના મોબાઈલમાં હોવી જોઈએ આ 5 સરકારી એપ્સ
Aa
newsgujaratnewsgujarat
  • Gujarat
  • India
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
Search
Have an existing account? Sign In
Follow US
© News Gujarat. All Rights Reserved.
newsgujarat > Blog > Technology > દરેક ભારતીયના મોબાઈલમાં હોવી જોઈએ આ 5 સરકારી એપ્સ
Technology

દરેક ભારતીયના મોબાઈલમાં હોવી જોઈએ આ 5 સરકારી એપ્સ

newsgujarat
Last updated: 2026/06/30 at 2:41 PM
By newsgujarat Add a Comment 4 Min Read
Share
must-have-government-apps-for-every-indian-maadhaar-umang-bhim-digilocker-abha
દરેક ભારતીયના મોબાઈલમાં હોવી જોઈએ આ 5 સરકારી એપ્સ
SHARE

સરકારી સેવાઓનો લાભ લેવા માટે લાંબી લાઈનોમાં ઉભા રેહવું પડતું હતું અને સરકારી કચેરીઓના ધક્કા ખાવાની ઝંઝટમાંથી મુક્તિ મળી ગઈ છે. હવે તે કામો તમારા સ્માર્ટફોન દ્વારા ચપટી વગાડતા જ થઈ શકે છે. સરકારી સિસ્ટમમાં કેટલીક એવી એપ્સ ઉપલબ્ધ છે જે પીએફ (PF) ખાતાની વિગતો જોવી હોય, જરૂરી દસ્તાવેજો સાચવવા હોય, તમારો હેલ્થ રેકોર્ડ સંભાળવો હોય કે પછી પૈસાની લેવડદેવડ કરવી હોય જે તમારો સમય અને મહેનત બંને બચાવશે. અહીં તમને કેટલીક એવી એપ્લિકેશનની વિગતો આપવામાં આવી છે જે આપવામાં આવી છે, જે દરેક ભારતીયના મોબાઈલમાં હોવી ખૂબ જ જરૂરી છે.

mAadhaarથી આધાર વેરિફિકેશન અને અપડેટની સુવિધા 

આજના સમયમાં આધારકાર્ડ તમારા જરૂરી ડોક્યુમેન્ટ્સમાંનું એક ડોક્યુમનેટ બની ગયું છે. એમઆધાર (mAadhaar) એપ તમને તમારા ફોનમાં જ આધારકાર્ડને લગતી જરૂરી સેવાઓનો ડિજિટલ એક્સેસ આપે છે. તમે જરૂર પડે ત્યાં તમારી ડિજિટલ ઓળખનું વેરિફિકેશન  એમઆધાર એપ દ્વારા કરાવી શકો છો. તમારી કેટલીક માહિતી અપડેટ કરી શકો છો અને નજીકના આધાર કેન્દ્રોની માહિતી પણ મેળવી શકો છો.

PF, પેન્શન અને સરકારી યોજનાઓ માટે UMANG એપ ઉપયોગી

અલગ-અલગ સરકારી સેવાઓ માટે અલગ-અલગ એપ્સ ડાઉનલોડ કરવાની જરૂર નથી.આનું ઓલ-ઈન-વન સોલ્યુશન છે. ‘ઉમંગ’ એપ. આ દ્વારા તમે પેન્શનને લગતી માહિતી, ગેસ સિલિન્ડરનું બુકિંગ, પીએફ (EPFO) ની સેવાઓ, પાસપોર્ટ સેવાઓ અને વીજળી-પાણી જેવા યુટિલિટી બિલોની ચૂકવણી એક જ જગ્યાએથી કરી શકો છો.

UPI પેમેન્ટ માટે BHIM એપ કેમ જરૂરી?

જો તમે ઓનલાઈન પૈસાની લેવડદેવડ માટે એકદમ સરળ અને સીધી યુપીઆઈ (UPI) એપ વાપરવા માંગતા હોવ તો બેસ્ટ ઓપ્શન છે ભીમ એપ(BHIM). આ એપના માધ્યમથી તમે ક્યૂઆર કોડ સ્કેન કરીને દુકાનદારોને ચૂકવણી પણ કરી શકો છો, તમે ગમે ત્યારે પૈસા મોકલી કે મેળવી શકો છો અને એકસાથે એક કરતાં વધુ બેંક ખાતાઓ પણ મેનેજ કરી શકો છો. તે સંપૂર્ણપણે સરકારી અને સુરક્ષિત નેટવર્ક પર કામ કરે છે.

લાઇસન્સથી લઈને માર્કશીટ સુધી DigiLockerમાં સાચવો 

ડીજીલોકર(DigiLocker) દ્વારા તમે મહત્વપૂર્ણ દસ્તાવેજો જેવા કે શૈક્ષણિક પ્રમાણપત્રો (માર્કશીટ/ડિગ્રી), વીમાના કાગળોનું ડિજિટલ વર્ઝન, ડ્રાઇવિંગ લાઇસન્સ, અને વાહનનું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC Book) સ્ટોર અને એક્સેસ કરી શકો છો. તમારે ઓરિજિનલ કાગળો સાથે રાખવાની જરૂર નથી પડતી. કારણકે આ એપ દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલા તમામ દસ્તાવેજો કાનૂની રીતે સંપૂર્ણપણે માન્ય છે. મુસાફરી કરનારાઓ અને વિદ્યાર્થીઓ માટે આ એપ આશીર્વાદ સમાન છે.

હોસ્પિટલ અને મેડિકલ રિપોર્ટ માટે ABHA એપ ઉપયોગી 

આભા (ABHA) એપ તમને સરકારના ડિજિટલ હેલ્થ મિશન હેઠળ એક યુનિક ડિજિટલ હેલ્થ આઈડી (ID) બનાવવાની સુવિધા આપે છે. આભા (ABHA) એપની મદદથી તમારી તબીબી માહિતી અને રિપોર્ટ્સ આ એપ સાથે જોડાયેલી હોસ્પિટલો અને ડોક્ટરો સાથે ડિજિટલ રીતે શેર કરી શકાય છે. ખાસ કરીને જે દર્દીઓની લાંબી સારવાર ચાલતી હોય અને અવારનવાર અલગ-અલગ હોસ્પિટલોમાં જવું પડતું હોય, તેમના માટે આ એપ ખૂબ જ ઉપયોગી છે.

ભલે આ બધી એપ્સના કામ અલગ-અલગ હોય, પણ તે આપણા રોજિંદા જીવનની લગભગ બધી જ જરૂરિયાતો પૂરી કરી દે છે. આ એપ્સ તમારા ફોનમાં હશે તો કચેરીઓના ધક્કા, સમયનો બગાડ અને કાગળની ઝંઝટમાંથી સીધો છુટકારો મળશે.” આ એપ્સ ડાઉનલોડ કરવાથી તમે કચેરીઓમાં લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટ, સમયના બગાડ અને કાગળના ઉપયોગથી બચી શકો છો.

Share This Article
Facebook Twitter Copy Link
Previous Article whatsapp-username-feature-without-sharing-mobile-number-privacy-update WhatsApp Username Feature : હવે વ્હોટસએપ પર નંબર નહીં, યુઝરનેમથી થશે વાતચીત
Next Article japan-vs-brazil-fifa-world-cup-2026-emotional-exit FIFA World Cup 2026 : જાપાન ભલે મેચ હાર્યું, પણ દુનિયાના દિલ જીતી લીધા, બ્રાઝિલ સામે રોમાંચક મેચમાં પરાજય
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow US

Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe

Must Read

EPFO Amnesty Scheme 2026

EPFO Amnesty Scheme 2026 : PF ટ્રસ્ટ ચલાવતી કંપનીઓ માટે EPFOની મોટી રાહત! 6 મહિનામાં કાયદેસર થવાની છેલ્લી તક

Breaking News US Air Strike On Iran

Breaking News : અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો, 12 સ્થળોનો કર્યો નાશ થયો

Narendra Modi Melbourne

મેલબોર્નમાં PM મોદીનો હળવો અંદાજ, કાંગારૂ માસ્કોટ સાથે હાઈ-ફાઈ અને ચેન્નાઈમાં Big Bash મેચની જાહેરાત 

Whatsapp Birthday Reminder Feature

હવે વોટ્સએપ પોતે જ યાદ કરાવશે મિત્રોના બર્થડે, વોટ્સએપમાં આવી રહ્યું છે નવું ફીચર !

surat-flood-review-cm-bhupendra-patel-harsh-sanghavi-500-crore-package-announcement

સુરત પૂર સમીક્ષા: CM ભૂપેન્દ્ર પટેલ અધિકારીઓ પર લાલઘૂમ, ખાડી પ્રોજેક્ટ માટે 500 કરોડનું પેકેજ જાહેર

- Join US -
Ad image

You Might Also Like

Whatsapp Birthday Reminder Feature
Latest StoriesTechnology

હવે વોટ્સએપ પોતે જ યાદ કરાવશે મિત્રોના બર્થડે, વોટ્સએપમાં આવી રહ્યું છે નવું ફીચર !

4 Min Read
youtube-shorts-new-features-clear-mode-double-speed-update-yt-Shorts-features
Technology

YouTube Shorts માં આવ્યા મોટા ફેરફારો: હવે વીડિયો જોવાની મજા આવશે બમણી! જાણો નવા ફીચર્સ

2 Min Read
ios-27-trust-insights-iphone-scam-protection-feature
Technology

iOS 27 Trust Insights: iPhoneમાં આવશે સ્કેમ એલર્ટ ફીચર, ફ્રોડ થતા પહેલાં જ બચાવશે iOS 27

4 Min Read
unused-apps-risk-smartphone-privacy-banking-data-security
Technology

ફોનમાં પડેલી નકામી એપ્સ પ્રાઇવસી અને બેંકિંગ ડેટા માટે બની શકે છે મોટું જોખમ

4 Min Read
newsgujaratnewsgujarat
Follow US
News Gujarat
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • DMCA
  • Privecy Policy
  • Terms and Conditions
Welcome Back!

Sign in to your account

Lost your password?