ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી એસ્ટ્રોલોજી

PM Modi Facebook Video : ફેસબુકે PM મોદીનો વીડિયો કર્યો બ્લોક, વિવાદ બાદ METAએ આપ્યો મોટો ખુલાસો

pm-modi-facebook-video-meta-apologises-for-removing-pm-modi-neet-paper-leak-facebook-post

PM Modi Facebook Video : સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મેટા (Meta) એટલે કે ફેસબુક પર નરેન્દ્ર મોદી દ્વારા પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોને બ્લોક કરવા બદલ METAએ પોતાની ભૂલ સ્વીકારી છે અને સત્તાવાર રીતે માફી માંગવામાં આવી છે. કંપનીએ મોદી સરકારને જણાવ્યું છે કે પોસ્ટ કોઈ નીતિગત કારણસર નહીં પરંતુ ટેકનિકલ ખામીના કારણે દૂર થઈ હતી. મેટાના પ્રવક્તાએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, “સંબંધિત કન્ટેન્ટ ભૂલથી હટાવવામાં આવ્યું હતું અને હવે તેને સફળતાપૂર્વક રિસ્ટોર કરી દેવામાં આવ્યું છે.”

શું હતો સમગ્ર વિવાદ?

તાજેતરમાં PM નરેન્દ્ર મોદીએ NEET પેપર લીક કેસને લઈને ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં PM નરેન્દ્ર મોદીએ પરીક્ષા પ્રણાલીની વિશ્વસનીયતા જાળવવા અને પેપર લીક જેવા ગંભીર મામલામાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી હતી. પરંતુ આ વીડિયોને ફેસબુક પર પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. જેના કારણે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જાગી હતી. આ અંગે ભારત સરકારે મેટા(META) પાસેથી વિગતવાર જવાબ માંગ્યો હતો. જેના જવાબ કંપનીએ જણાવ્યું હતું કે પોસ્ટ કોઈ નીતિગત કારણસર નહીં પરંતુ ટેકનિકલ ખામીના કારણે દૂર થઈ હતી. METAએ પોતાની ભૂલ સ્વીકારીને મોદી સરકાર પાસે માફી માગી છે. કંપનીએ એ પણ જણાવ્યું કે જે પોસ્ટ હટાવવામાં આવી હતી તેને ફરીથી પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

લોકોની ટીકાનો ભોગ બન્યું મેટા

આ ઘટના બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની ઓટોમેટેડ મોનિટરિંગ સિસ્ટમ અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. લોકો અને ટેકનોલોજી વિશેષજ્ઞોએ આ પગલાની આકરી ટીકા કરી હતી. વડાપ્રધાન જેવા ઉચ્ચ સ્તરના જાહેર વ્યક્તિના એકાઉન્ટ સાથે જોડાયેલી પોસ્ટ દૂર થવાથી આવા પ્લેટફોર્મ્સની જવાબદારી અને કાર્યપદ્ધતિ અંગે સવાલો ઊભા થાય છે.

સરકારની આગળની કાર્યવાહી પર નજર

અહેવાલો અનુસાર ભારત સરકાર દ્વારા ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને METAના અધિકારીઓ પાસેથી પણ માહિતી માંગવામાં આવી છે. સરકાર જાણવા માંગે છે કે આ પ્રકારની ભૂલ કેવી રીતે થઈ, કઈ સિસ્ટમના કારણે પોસ્ટ દૂર થઈ અને ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે કંપની શું પગલાં લેશે.

આ પણ વાંચો : ભારતમાં આવશે ₹10 અને ₹20ની પ્લાસ્ટિક નોટો? RBIના ટ્રાયલને કેન્દ્ર સરકારની મંજૂરી

Join WhatsApp

Join Now

Leave a Comment