ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી એસ્ટ્રોલોજી

પોર્ટુગલની ધમાકેદાર જીત, રોનાલ્ડોનો નવો કીર્તિમાન, બે ગોલથી રચ્યો ફૂટબોલનો નવો ઇતિહાસ

portugal-vs-uzbekistan-fifa-world-cup-2026-cristiano-ronaldo-breaks-messi-record

Ronaldo Break Messi Record: આ ધમાકેદાર જીત સાથે જ ગ્રુપ K સ્ટેજમાં હવે પોર્ટુગલના કુલ 4 પોઈન્ટ્સ થઈ ગયા છે. USAના ટેક્સાસ સ્થિત હ્યુસ્ટન સ્ટેડિયમ ખાતે રમાયેલી FIFA વર્લ્ડ કપ 2026ની રોમાંચક મેચમાં પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ બે શાનદાર ગોલ કરીને ઉઝબેકિસ્તાનને 5-0ના મોટા અંતરથી હરાવ્યું છે. આ ધમાકેદાર જીત સાથે જ ગ્રુપ K સ્ટેજમાં હવે પોર્ટુગલના કુલ 4 પોઈન્ટ્સ થઈ ગયા છે. પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આ મેચમાં બે શાનદાર ગોલ કરીને ટીમની જીતમાં સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને ‘પ્લેયર ઓફ ધ મેચ’બન્યો હતો.

મેચની મહત્ત્વની મિનિટો અને આંકડા:

પોર્ટુગલે મેચની શરૂઆતથી ઉઝબેકિસ્તાન પર દબાણ બનાવી રાખ્યું હતું. મેચની છઠ્ઠી મિનિટે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પોતાનો પર્સનલ પહેલો ગોલ અને મેચનો પ્રથમ ગોલ કરીને પોર્ટુગલને 1-0ની લીડ અપાવી. નુનો મેન્ડિસે સતરમી મિનિટે શાનદાર ફિલ્ડ ગોલ કરીને સ્કોર  2-0 કર્યો.

ફર્સ્ટ હાફમાં 39મી મિનિટે રોનાલ્ડોએ મેચમાં પોતાનો બીજો ગોલ ફટકારીને ટીમને 3-0ની મજબૂત સ્થિતિમાં લાવી દીધી. ઉઝબેકિસ્તાનના ગોલકીપર અબ્દુવોહિદ નેમાતોવ દ્વારા ઓન-ગોલ થતાં પોર્ટુગલની લીડ 4-0 થઈ. 87મી મિનિટે રાફેલ લેઆઓ એ મેચનો છેલ્લો અને પાંચમો ગોલ કરીને ઉઝબેકિસ્તાન સામે 5-0થી ઐતિહાસિક જીત સુનિશ્ચિત કરી.

રોનાલ્ડોએ રચ્યો નવો ઈતિહાસ: તોડ્યો મેસ્સીનો રેકોર્ડ

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વિશ્વનો એવો પ્રથમ ખેલાડી બની ગયો છે. જેણે 6 અલગ-અલગ વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં ગોલ નોંધાવી ફૂટબોલ જગતમાં એક નવો ઈતિહાસ રચી દીધો છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ લિયોનેલ મેસ્સીના વર્લ્ડ કપ રેકોર્ડને પણ પાછળ છોડી દીધો છે. ગોલ કર્યા બાદ રોનાલ્ડોએ પોતાની આગવી ‘SIUUU’ સ્ટાઈલમાં સેલિબ્રેશન કર્યું હતું અને સાથી ખેલાડીઓ સાથે ખુશી વ્યક્ત કરી હતી.

કયા રેકોર્ડથી લિયોનેલ મેસ્સી છે ચર્ચામાં ?

એક તરફ જ્યાં રોનાલ્ડો નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે, ત્યાં બીજી તરફ આર્જેન્ટિનાના દિગ્ગજ ખેલાડી લિયોનેલ મેસ્સી પણ આ વર્લ્ડ કપમાં શાનદાર ફોર્મમાં છે. લિયોનેલ મેસ્સી FIFA વર્લ્ડ કપના સમગ્ર ઈતિહાસમાં અત્યાર સુધીનો ‘ઓલ-ટાઇમ હાઈએસ્ટ ગોલસ્કોરર’ બની ગયો છે. ફૂટબોલના ઈતિહાસમાં વર્લ્ડ કપ સ્ટેજ પર તેમના જેટલા ગોલ અન્ય કોઈ ખેલાડીના નામે નોંધાયેલા નથી.

હવે આગામી મુકાબલો કોની સામે?

આ શાનદાર વિજય બાદ હવે પોર્ટુગલની ટીમ આગામી શનિવારે રાત્રે મિયામીમાં કોલંબિયા સામે પોતાના ગ્રુપ તબક્કાની છેલ્લી મેચ રમશે. બીજી તરફ, પરાજિત થયેલી ઉઝબેકિસ્તાનની ટીમ શનિવારે રાત્રે જ એટલાન્ટામાં કોંગો સામે ટકરાશે.

Join WhatsApp

Join Now

Leave a Comment