રાજસ્થાનના ઈતિહાસમાં પ્રથમ વખત મધરાતે ખુલી હાઈકોર્ટ

રાજસ્થાનના ન્યાયિક ઈતિહાસમાં આ પહેલવહેલી એવી ઘટના છે, જ્યાં રાજસ્થાન હાઈકોર્ટના દરવાજા મધરાતે ખુલ્યા અને 2 વાગ્યા સુધી સુનાવણી ચાલી. આ ઘટના ન્યાયિક જ નહિ, પરંતુ રાજકીય રીતે પણ અત્યંત મહત્વપૂર્ણ છે.

શું છે સમગ્ર વિવાદ ?

બિકાનેર અને હનુમાન ગઢના મેયરને લઈને સમગ્ર વિવાદ ચાલી રહ્યો છે. નગર નિગમની ચૂંટણી બાદ બિકાનેર અને હનુમાન ગઢમાં મેયરપદને લઈને ચૂંટણી થઈ રહી છે. બિકાનેર નગર નિગમના વોર્ડ 18 ના નિયુક્ત પાર્ષદ મકસૂદ અહેમદે તેમની સામે લાગેલા આરોપો સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેને લઈ તત્કાલ રાતે 12 વાગ્યે આસપાસ રાજસ્થાનની જોધપુર હાઈકોર્ટના દ્વાર ખૂલ્યા અને મધરાતે 2 વાગ્યા સુધી સુનાવણી ચાલી હતી. જોધપુરમાં જસ્ટિસ સુનીલ બેનીવાલની ખંડપીઠે સમગ્ર કેસ મુદ્દે સુનાવણી કરી હતી. મકસૂદ અહમદને બે મહિના જૂની FIR ના કેસમાં ધરપકડ થવાની હતી, તેને લઈને રવિવારે મોડી સાંજે જોધપુર હાઈકોર્ટમાં તત્કાલ અરજી કરવામાં આવી અને તાબડતોબ રાજસ્થાનની જોધપુર હાઈકોર્ટના દરવાજા ખુલ્યા. આજે સોમવારે બિકાનેર મેયર પદ માટે ચૂંટણી થવાની હતી. સુનાવણી દરમિયાન મકસૂદ અહમદની ધરપકડ પર રોક લગાવવામાં આવી. મકસૂદ અહમદ તરફથી તેમના વકીલ કૌશલ ગૌતમે અરજી દાખલ કરી હતી. મકસૂદ અહમદ સામે સરકારી કામમાં રૂકાવટ અને ડૉક્ટર સાથે અભદ્ર વર્તનની ફરિયાદ મુદ્દે FIR થઈ હતી.

રાજસ્થાનમાં 9 સપ્ટેમ્બરે થયેલ નગર નિમની ચૂંટણીમાં વિજેતા ઉમેદવાર સાથે સભાની રચના કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ચૂંટણી પહેલા સત્તાધારી પક્ષ અને વિપક્ષના વિજેતાઓને પોલીસ કાર્યવાહીથી બચવા અને કાનૂની રક્ષા આપવા માટે ઈતિહાસમાં પ્રથમ વખત હાઈકોર્ટમાં સુનાવણી યોજવામાં આવી હતી.

હોર્સ ટ્રેડિંગની આશંકા

ચૂંટણીના કારણે અચાનક જ જૂના કેસ ખોલવામાં આવ્યા, જેને રાજકીય દબાણ માનવામાં આવતુ હતુ, નવા કેસ ખુલતાં જ જો તેમાં સજા થાય તો જેલવાસ ભોગવવા જેવી સજા થઈ શકતી હતી. રાજસ્થાનની જોધપુર હાઈકોર્ટનું મધરાતે સુનાવણી માટે ખુલવુ તે વાતની સાબિતી આપે છે કે ચૂંટણી દરમિયાન ન્યાયિક હસ્તક્ષેપ અત્યંત જરૂરી છે. એક તરફ એ પણ હોર્સ ટ્રેડિંગનો પણ ભય રહેલો છે, બિકાનેર, પાલી, અજમેર જેવા નગરોમાં જ્યાં કોંગ્રેસ વિજેતા થઈ છે, ત્યાં સંજોગો બદલાઈ શકે તેવો પણ ભય સેવાઈ રહ્યો છે.

રાજસ્થાનમાં મધરાતની ન્યાયયાત્રા

રાજસ્થાન હાઈકોર્ટની આ મધરાતની સુનાવણી માત્ર એક કાનૂની કાર્યવાહી નહોતી, પરંતુ લોકશાહી અને ન્યાયિક તંત્રની શક્તિનું પ્રતીક બની. આ ઘટના બતાવે છે કે ન્યાયાલય સમય કે પરિસ્થિતિની મર્યાદામાં બંધાયેલું નથી – નાગરિકોના અધિકાર માટે તે કોઈ પણ સમયે ઉભું રહી શકે છે.

Join WhatsApp

Join Now

Leave a Comment