Asian Games 2026: એશિયન ગેમ્સમાં ભારતે ધીમે-ધીમે મેડલ મેળવવાની સ્પિડ વધારી હોય તેમ જણાઈ રહ્યુ છે. એક બાદ એક ખેલાડીઓ કરતબ કરી શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. સાવન બરવાલ માટે વર્ષ 2026 અત્યંત શુભ સાબિત થયુ છે. વર્ષના શરૂઆતમાં એપ્રિલ માસમાં જ 48 વર્ષનો નેશનલ રેકોર્ડ તોડ્યા બાદ હવે, એશિયન ગેમ્સમાં દમદાર પ્રદર્શન દર્શાવી દેશને મેરાથોનમાં સિલ્વર મેડલ અપાવ્યો છે.
44 વર્ષ બાદ દેશને મેરાથોનમાં મેડલ
આઈચી-નાગોયામાં 7મા દિવસની શરૂઆત અત્યંત દમદાર જીત સાથે થઈ છે. ભારતના ડિસ્ટન્સ રનર સાવન બરવાલે પુરુષોની મેરાથોનમાં સિલ્વર મેડલ જીતીને દેશ માટે 44 વર્ષની રાહનો અંત આણ્યો છે. ભારતીય સેનામાં હવલદાર છે સાવન બરવાલ અને એશિયન ગેમ્સમાં પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. 2 કલાક 11 મિનિટ અને 37 સેકન્ડમાં રેસ પૂરી કરી અને દેશને સિલ્વર મેડલ અપાવ્યો છે. દેશને 44 વર્ષ બાદ મેરાથોનમાં સિલ્વર મેડલ મળ્યો છે.
ગોલ્ડથી 48 સેકન્ડ માટે ચૂક્યા
જાપાનના ઈચિટાકા યામશિતાએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે, તો ચીનના પેઈચુ ફેંગને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો. આખો દેશ 44 વર્ષોથી મેરાથોનમાં મેડલની રાહ જોઈ રહ્યો હતો, જે સાવન બરવાલે પૂરી કરી છે. 2 કલાક 11 મિનિટ અને 37 સેકન્ડનો સમય સાવન બરવાલ માટે પર્સનલ બેસ્ટ સમય પણ છે. પુરુષોની 42 કિલોમીટરની લાંબી મેરાથોનમાં જાપાનના ઈચિટાકા યામશિતાએ 2 કલાક 10 મિનિટ અને 49 સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો છે, ભારતના સાવન બરવાલ 48 સેકન્ડ માટે ગોલ્ડ ચૂક્યા. 44 વર્ષ બાદ દેશને મેરાથોનમાં સિલ્વર મેડલ અપાવી કાબિલે તારીફ પ્રદર્શન કર્યુ હતુ.
દેશની બહાર 1982 પછી પહેલો મેડલ
મેરાથોનમાં દેશને 1982 માં એચ.કે.સીતારામે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો, જે 1982 માં દિલ્હીમાં રમાઈ હતી, આ પહેલા 1951 માં છોટા સિંહે ગોલ્ડ અને સુરત સિંહ માથુરે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આઈચી નાગોયામાં મેરાથોનમાં સિલ્વર મેડલ એ દેશ બહાર મેળવેલો પહેલો મેડલ છે.
કોણ છે સાવન બરવાલ ?
હિમાચલ પ્રદેશના મંડીના વતની છે સાવન બરવાલ. શાળાના દિવસોથી જ સાવન બરવાલ દોડમાં વધારે રસ ધરાવતા હતા. સાધારણ પરિવારમાંથી આવતા અને ડ્રાઈવરના દિકરાને એ સમયે દોડમાં કરિયર બનાવવામાં જોખમોને લઈ સેનામાં જોડાઈ ગયા. જ્યાં એક સિનિયર અધિકારીએ મેરાથોનનો આઈડિયા આપ્યો હતો. મુસીબતના સમયમાં મોટા ભાઈએ રનિંગ શૂઝ લેવામાં મદદ કરી હતી. રિલાયન્સ ફાઉન્ડેશને સ્પોર્ટ્સમાં સ્પોન્સર કર્યા અને ફાઉન્ડેશનની જ સ્પોર્ટ્સ ફેસિલિટીમાં ટ્રેનિંગ બાદ સફળતા મળી છે. 28 વર્ષના સાવન બરવાલ દેશને મેરાથોનમાં મેડલ અપાવનારા ચોથા ભારતીય છે.















