ગુવાહાટીનુ બારસાપારા સ્ટેડિયમ રનચેઝ અને સદી તથા રેકોર્ડ્ઝનું સાક્ષી

Shubman Gill Double Century vs West Indies : ભારત vs વેસ્ટ ઈન્ડિઝની ત્રણ મેચની વન-ડે સીરિઝમાં બીજી મેચમાં અનેક ઐતિહાસિક રેકોર્ડ્સ નોંધાયા છે. આ મેચ સ્ટેડિયમમાં બેસેલા દર્શકો માટે અત્યંત રોમાંચક અને ખાસ બની રહી હતી. કારણ કે વેસ્ટ ઈન્ડિઝે ધમાકેદાર બેટિંગ કરીને 405 રનનો જંગી સ્કોરનો ખડકલો કરી દીધો હતો અને ભારતીય ટીમને 406 જંગી રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલ અને રોહિતની સદીએ ભારતને એકદમ આસાનીથી 406 નો રનચેઝ કરાવી આપીને બીજી વન-ડે મેચમાં જીત અપાવી છે અને સીરિઝ પોતાને નામ કરી લીધી છે.

ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી મેચમાં ધમાકેદાર પ્રદર્શન કર્યુ હતુ અને 2-0થી મેચ જીતીને લીડ સાથે સીરિઝ પર કબજો કરી લીધો હતો. આ મેચમાં કેટલાક ઐતિહાસિક રેકોર્ડ્સ પણ થયા છે. ભારતે 52 વર્ષમાં પ્રથમ વખત 400 રનનો ચેઝ કરીને મેચ પર ભવ્યાતિભવ્ય વિજય મેળવ્યો છે. આ પહેલા દક્ષિણ આફ્રિકાએ વર્ષ 2006માં ઓસ્ટ્રેલિયાના 434 રનના જવાબમાં 436 રન બનાવ્યા હતા. આ સાથે આ એક જ મેચમાં એક સાથે પાંચ સદી થયાનો વિશ્વ રેકોર્ડ પણ નોંધાયો છે.

ભારતની શાનદાર ભવ્ય જીતનો હીરો કેપ્ટન શુભમન ગિલ રહ્યો છે. 133 બોલમાં 26 ચોગ્ગા અને 8 છગ્ગા સાથે 223 રન બનાવી અણનમ રહ્યો હતો. શુભમન ગિલે રોહિત શર્મા સાથે મળીને 255 રનની રેકોર્ડબ્રેક ઓપનિંગ પારી નોંધાવી હતી. રોહિત શર્માએ પણ પોતાનું શાનદાર પ્રદર્શન કરી 35 સદી પૂર્ણ કરી હતી. 62 બોલમાં સદી ફટકારી શુભમન ગિલ સૌથી ઝડપી સદી ફટકારનાર કેપ્ટન બન્યો છે. તો વેસ્ટ ઈન્ડિઝની ટીમે તેમના ODI ઈતિહાસનો સૌથી સર્વોચ્ચ સ્કોર 405 રન પ્રથમ વખત ફટકાર્યા છે. રોહિત શર્માએ 72 બોલમાં સદી પૂરી કરીને પોતાનું ફોમ બતાવી દીધુ છે. 6 સિક્સ અને 10 ચોગ્ગા સાથે સદી ફટકારી સ્ટેડિયમમાં રોહિત-રોહિતની ગૂંજ કરાવી દીધી હતી. સદી ફટકાર્યા બાદ પીચ પર જ રોહિત શર્માએ જબરદસ્ત ઉત્સાહ દર્શાવ્યો હતો, જેના પરથી જણાતુ હતુ કે આ સદી રોહિત માટે અત્યંત મહત્વપૂર્ણ હતી.

કોહલી અને રોહિત શર્માની ઈનિંગ્સ દરમિયાન રોહિત શર્મા આઉટ થયા ત્યારે વિરાટ કોહલીએ પીઠ થાબડી અભિનંદન આપી રોહિતના આઉટ થવાની ક્ષણને પણ વધાવી લીધી હતી, જો કે આ મેચમાં વિરાટ કોહલી 29 રન બનાવીને આઉટ થઈ ગયા હતા.

Join WhatsApp

Join Now

Leave a Comment