વફાદાર શ્વાન માલિકના અંતિમ ક્રિયામાં પણ સાથે જ

વફાદાર શ્વાન માલિકના અંતિમ ક્રિયામાં પણ સાથે જ

માનવ અને પ્રાણીઓ વચ્ચેનો સંબંધ માત્ર સાથીદાર પૂરતો નથી હોતો, પરંતુ ભાવનાત્મક પણ હોય છે અને ખાસ કરીને તો શ્વાન. એટલા વફાદાર, પ્રેમાળ અને બેસ્ટ ફ્રેન્ડ તો ખરા જ. તાજેતરમાં જ તેલંગણામાં એક કિસ્સો સામે આવ્યો. જેમાં માલિકની અંતિમ યાત્રામાં શ્વાન જોડે ચાલ્યો અને ચિતાના ચક્કર પણ લગાવ્યા. આ ઘટનાએ સૌની આંખો ભીની કરી દીધી હતી અને શ્વાનની વફાદારી જોઈ અંતિમક્રિયામાં આવેલા લોકો અચંબિત થઈ ગયા હતા.

તેલંગણાના શ્વાને ચિતા ફરતે ચક્કર લગાવ્યા

તેલંગણાના મંચેરિયલ જિલ્લામાં 65 વર્ષીય માલિકના મૃત્યુ બાદ શ્વાન તેમની અંતિમયાત્રામાં સામેલ થયો. શ્વાન ન માત્ર અંતિમયાત્રામાં સામેલ થયો, પરંતુ ચિતાના ચક્કર લગાવ્યા અને ત્યાં જ બેસી ગયો, જાણે પોતાના માલિકના આવવાની રાહ જોતો હોય. આ દ્રશ્ય જોઈને વૃદ્ધ વ્યક્તિના પરિજનોએ આક્રંદ કરી મુક્યુ હતુ. શનિવારે રાતે પેટ્ટમ વેંકન્નાનું નિધન થયુ હતુ અને રવિવારે તેમની અંત્યેષ્ટિ યોજાઈ હતી. મૃતકના ઘરથી શરૂ થયેલી અંતિમયાત્રામાં શ્વાન ઘરેથી જ સાથે હતો અને સ્મશાન સુધી માલિકની સાથે જ ચાલ્યો. આ ઘટના માત્ર એક પ્રાણીની વફાદારીનું પ્રતિક નથી, પરંતુ એ દર્શાવે છે કે પ્રાણીઓમાં પણ ભાવનાઓ હોય છે. તેઓ પોતાના માલિકને માત્ર ખોરાક આપનાર તરીકે નથી જોતા, પરંતુ પરિવારના સભ્ય તરીકે સ્વીકારી લે છે.

પ્રાણીઓ પણ સંવેદનશીલ હોય છે.

શ્વાનને વફાદારીનું પ્રતિક ગણવામાં આવે છે. અને માલિક પ્રત્યે અદ્ભુત વફાદારી દર્શાવે છે. કેટલાક સંશોધનો એવા તારણ પર પણ આવ્યા છે કે શ્વાન માણસોની ભાવનાને સમજી શકે છે. તેલંગણામાં બનેલો આ પ્રસંગ સમાજને પ્રાણીઓ પ્રત્યે વધુ ને વધુ સંવેદનશીલ બનાવે છે. આ ઘટના એ દર્શાવે છે કે પ્રાણીઓને પણ સંવેદનાઓ હોય છે અને તે પણ આનંદ અને દુ: ખ વ્યક્ત કરી શકે છે. ભારતીય સંસ્કૃતિમાં પણ પ્રાણીઓને વિશેષ સ્થાન અપાયુ છે. યમરાજનું વાહન શ્વાન છે અને યુધિષ્ઠિર સાથે અંતિમયાત્રા સુધી પણ શ્વાન આવે છે.

Join WhatsApp

Join Now

Leave a Comment