ગ્રેટર નોઈડામાં ચા-નુડલ્સ ખાધા બાદ પરિવારનું શંકાસ્પદ મોત

ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં કમકમાટીભરી ઘટના સામે આવી છે. એક પરિવારે ચા-નૂડલ્સ ખાધા બાદ શંકાસ્પદ મોત થતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી જવા પામ્યો છે. મૃતકોમાં માતા-પિતા અને તેમના ત્રણ માસૂમ બાળકોનો સમાવેશ થાય છે. એક સાથે એક જ ઘરના પાંચ સભ્યોના મોતથી સ્થાનિક રહીશો પણ આઘાતમાં છે.

પ્રાથમિક માહિતી અનુસાર, પરિવારના તમામ સભ્યોનું મોત કંઈક ઝેરી અથવા દૂષિત વસ્તુ ખાવાને કારણે થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એવું જાણવા મળ્યું છે કે પરિવારે છેલ્લે ચા પીધી હતી અને નૂડલ્સ ખાધા હતા, જેના પછી તમામ પાંચેય સભ્યોની તબિયત લથડી હતી અને શંકાસ્પદ સંજોગોમાં તેમના મોત નીપજ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ આ કિસ્સો ફૂડ પોઇઝનિંગનો હોવાનું માનવામાં આવી રહ્યું છે, પરંતુ ચા અને નૂડલ્સના કારણે જ મોત થયા છે કે પછી તેની પાછળ કોઈ અન્ય કારણ છે તે અંગે સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચુ કારણ જાણી શકાય તેમ છે. હાલ પોલીસ પરિવારના સંબંધીઓને સાથે રાખીને તપાસ કરી રહી છે.

Join WhatsApp

Join Now

Leave a Comment