By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
newsgujaratnewsgujarat
Aa
  • Home
  • Gujarat
    • Ahmedabad
  • India
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
  • Lifestyle
Reading: દીકરી પરિણીત હોય તો પણ પરિવારનો હિસ્સો : સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
Aa
newsgujaratnewsgujarat
  • Gujarat
  • India
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
  • Lifestyle
Search
Have an existing account? Sign In
Follow US
© News Gujarat. All Rights Reserved.
newsgujarat > Blog > India > દીકરી પરિણીત હોય તો પણ પરિવારનો હિસ્સો : સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
India

દીકરી પરિણીત હોય તો પણ પરિવારનો હિસ્સો : સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

newsgujarat
Last updated: 2026/06/09 at 7:49 PM
By newsgujarat Add a Comment 2 Min Read
Share
Married Daughters Eligible for Compassionate Appointment
SHARE

Married Daughters Eligible for Compassionate Appointment : સુપ્રીમ કોર્ટની જસ્ટિસ આલોક આરાધે અને જસ્ટિસ પી.એસ. નરસિમ્હાની ખંડપીઠે અલ્લાહાબાદ હાઈકોર્ટના અગાઉના અનેક ચુકાદાઓને રદ કર્યા છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે અનુકંપાના આધારે નિમણૂક (Compassionate Appointment) માટે ‘પરિવાર’ની વ્યાખ્યામાંથી પરિણીત પુત્રીઓને બાકાત રાખવી ગેરબંધારણીય છે. ભારતીય ન્યાયતંત્રમાં મહિલાઓના સમાન અધિકારોની દિશામાં એક મોટું પગલું છે.

શુ છે આખો મામલો ?

આ આખો મામલો ઉત્તર પ્રદેશ સરકાર અને કુલસુમ નિશા વચ્ચેનો છે. પોતાની માતાના નિધન બાદ કુલસુમ નિશાએ તેમની જગ્યાએ સસ્તા અનાજની દુકાનના લાયસન્સ માટે અરજી કરી હતી. તેની અરજીને એ કારણથી નકારી કાઢવામાં આવી હતી કે તે પરિણીત છે, અને 2019ના સરકારી આદેશ (GO) મુજબ ‘પરિવાર’ની વ્યાખ્યામાં પરિણીત પુત્રીઓનો સમાવેશ થતો નથી.

Married Daughters Eligible for Compassionate
Married Daughters Eligible for Compassionate | AI Image

સુપ્રીમ કોર્ટનું તારણ અને બંધારણીય જોગવાઈ

બોમ્બે હાઈકોર્ટના ‘રંજના મુરલીધર’ કેસના ચુકાદાને સુપ્રીમે કોર્ટે યોગ્ય ઠેરવતા કહ્યું કે, વૈવાહિક દરજ્જો એ કલ્યાણકારી પગલાંથી વંચિત રાખવાનું કાયદેસરનું કારણ હોઈ શકે નહીં. સુપ્રીમે કોર્ટે સ્પષ્ટ કર્યું કે પરિણીત પુત્રીઓને નિમણૂકથી વંચિત રાખવી એ ભારતનું બંધારણની કલમ 14 અને કલમ 15નું સીધું ઉલ્લંઘન છે.

કેસની ગંભીરતા

સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું કે માત્ર પરિણીત હોવાને કારણે અરજી ફગાવી દેવી એ બંધારણીય રીતે ખોટું છે. અરજદાર લગ્ન પછી પણ પોતાની માતા સાથે રહેતી હતી અને દુસસ્તા અનાજની દુકાન ચલાવવામાં મદદ કરતી હતી. માતાના નિધન બાદ તેણે પોતાની વિકલાંગ બહેનની પણ જવાબદારી ઉપાડી હતી. અગાઉની નકારાત્મક ઓર્ડરને બાજુ પર રાખીને સુપ્રીમ કોર્ટે સક્ષમ અધિકારીઓને ચાર અઠવાડિયાની અંદર કુલસુમ નિશાને લાયસન્સ આપવાનો આદેશ કર્યો છે. 

આ ચુકાદો માત્ર એક કેસ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે દેશના તમામ સરકારી વિભાગો માટે એક મજબૂત દાખલો બનશે, જ્યાં પરિણીત દીકરીઓને આ કારણોસર અનુકંપાના લાભથી વંચિત રાખવામાં આવતી હતી. 

Share This Article
Facebook Twitter Copy Link
Next Article aamir khan third marriage gauri spratt લો બોલો, આમિર ખાન ફરી પરણશે! 61 વર્ષની ઉંમરે મિસ્ટર પર્ફેક્શનિસ્ટ માંડશે ત્રીજા લગ્ન?
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow US

Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe

Must Read

Harsh Sanghvi Glasgow Yoga Commonwealth Games Scotland

Harsh Sanghvi Glasgow Yoga : ગ્લાસગોમાં સ્થાનિકો અને ભારતીય સમુદાય સાથે હર્ષ સંઘવીએ કર્યો યોગાભ્યાસ

AMC Online Marriage Registration

AMC Online Marriage Registration : 1 ઓગસ્ટથી લગ્ન નોંધણી ઓનલાઈન, વર-કન્યાના ફોટાવાળું મળશે ડિજિટલ સર્ટિફિકેટ

Vegetable Price Hike Gujarat

Vegetable price hike Gujarat : વરસાદે બગાડ્યું રસોડાનું બજેટ, શાકભાજીના ભાવમાં 20થી 25%નો વધારો

Ahmedabad Riverfront

Ahmedabad Rain Alert : ભારે વરસાદની આગાહી વચ્ચે રિવરફ્રન્ટ અને કાંકરિયામાં જયા-પાર્વતી વ્રતનું રાત્રિ આયોજન મોકૂફ

Gujarat Heavy Rain

Gujarat Heavy Rain : ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, છોટા ઉદેપુરમાં સૌથી વધુ મેહમહેર, અશ્વિન નદીમાં ઘોડાપુર

- Join US -
Ad image

You Might Also Like

pm-modi-facebook-video-meta-apologises-for-removing-pm-modi-neet-paper-leak-facebook-post
IndiaLatest Stories

PM Modi Facebook Video : ફેસબુકે PM મોદીનો વીડિયો કર્યો બ્લોક, વિવાદ બાદ METAએ આપ્યો મોટો ખુલાસો

2 Min Read
IMD Rain Alert
IndiaLatest Stories

IMD Rain Alert : દેશભરમાં ભારે વરસાદની આગાહી, હિમાચલમાં રેડ એલર્ટ; ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ખતરો

5 Min Read
badrinath-dham-donation-box-controversy-cctv-footage-allegations
IndiaLatest Stories

અયોધ્યા બાદ હવે બદ્રીનાથમાં પણ દાન ચોરીના આરોપ, CCTV ફૂટેજને લઈને ઉઠ્યા સવાલ

5 Min Read
amarnath-yatra-2026-starts-july-3-first-puja-security-arrangements
India

Amarnath Yatra 2026 : અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ, બાબા બર્ફાનીની પ્રથમ પૂજા બાદ સુરક્ષાના કડક બંદોબસ્ત

2 Min Read
newsgujaratnewsgujarat
Follow US
News Gujarat
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • DMCA
  • Privecy Policy
  • Terms and Conditions
Welcome Back!

Sign in to your account

Lost your password?