By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
newsgujaratnewsgujarat
Aa
  • Home
  • Gujarat
    • Ahmedabad
  • India
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
  • Lifestyle
Reading: સૂર્યકુમાર યાદવ: શું ટીમ ઈન્ડિયાની T20 કેપ્ટનશીપ જોખમમાં છે?
Aa
newsgujaratnewsgujarat
  • Gujarat
  • India
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
  • Lifestyle
Search
Have an existing account? Sign In
Follow US
© News Gujarat. All Rights Reserved.
newsgujarat > Blog > Sports > સૂર્યકુમાર યાદવ: શું ટીમ ઈન્ડિયાની T20 કેપ્ટનશીપ જોખમમાં છે?
Sports

સૂર્યકુમાર યાદવ: શું ટીમ ઈન્ડિયાની T20 કેપ્ટનશીપ જોખમમાં છે?

newsgujarat
Last updated: 2026/06/09 at 7:49 PM
By newsgujarat Add a Comment 3 Min Read
Share
bcci-latest-news-on-suryakumar-yadav | Source : X (Twitter)
bcci-latest-news-on-suryakumar-yadav | Source : X (Twitter)
SHARE

BCCI latest news on Suryakumar Yadav : ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને લઈને BCCI (Board of Control for Cricket in India) હવે એક બાદ એક કડક નિર્ણય લઈ રહ્યું છે. બોર્ડનો ઉદ્દેશ્ય છે કે ટીમ દરેક ફોર્મેટમાં મજબૂતાઈથી આગળ વધે અને મહત્ત્વની ટૂર્નામેન્ટ્સ જીતે. રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાની ફિટનેસને લઈને પહેલેથી જ આકરું વલણ અપનાવ્યા બાદ, હવે BCCI વર્તમાન T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav T20 Captaincy) ને લઈને પણ ગંભીર વિચારણા કરી રહ્યું છે.

BCCI નો કડક નિર્ણય: સૂર્યાને T20 કેપ્ટનશીપ પરથી હટાવવાની વિચારણા

હાલમાં જ મળતી માહિતી મુજબ, આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડના આગામી પ્રવાસ પહેલા BCCI, ટીમ મેનેજમેન્ટ અને પસંદગી સમિતિ નવા T20 કેપ્ટનને લઈને ચર્ચા કરી રહી છે. આનો સીધો અર્થ એ છે કે BCCI સૂર્યકુમાર યાદવને(Suryakumar Yadav) ભારતીય T20 ટીમની કેપ્ટનશીપ પરથી હટાવી શકે છે. એટલું જ નહીં, ટીમમાં પણ તેની જગ્યા હવે જોખમમાં હોવાનું મનાય છે. બોસ, ‘ખતરે મે હૈ સૂર્યા પૂરી તરહ સે…‘

કેમ સૂર્યા માટે સંકટ? IPL 2026 માં ખરાબ ફોર્મ અને કોચ ગંભીર સાથે ચર્ચા

આ નિર્ણય લેવા પાછળનું મુખ્ય કારણ સૂર્યકુમારનું IPL 2026 માં અત્યંત નિરાશાજનક ફોર્મ માનવામાં આવે છે. સૂર્યાએ T20 ફોર્મેટમાં કેપ્ટન તરીકે શાનદાર પ્રદર્શન કર્યું છે. યાદ રહે કે 8 માર્ચ 2026 ના રોજ અમદાવાદમાં તેની કેપ્ટનશીપ હેઠળ જ ભારતે T20 વર્લ્ડ કપ જીત્યો હતો. તેમ છતાં, બોર્ડે ટી20 વર્લ્ડ કપ 2028 ને ધ્યાનમાં રાખીને ભવિષ્યનું પ્લાનિંગ અત્યારથી જ શરૂ કરી દીધું છે.


સૂર્યાની કેપ્ટનશીપના આંકડા જોઈએ તો તે ખૂબ જ પ્રભાવશાળી છે.
તેની આગેવાની હેઠળ ભારતે 52 T20 મેચ રમી, જેમાં 42 મેચ જીતી અને માત્ર 8 મેચ હારી છે. સૂર્યકુમારની કેપ્ટનશીપ હેઠળ ભારતે 2026 T20 વર્લ્ડ કપ અને 2025 એશિયા કપ જેવા મહત્ત્વના ખિતાબ પણ જીત્યા છે. પરંતુ, BCCI ભવિષ્યની લાંબા ગાળાની વ્યૂહરચના બનાવી રહ્યું છે. આ અંગે હેડ કોચ ગૌતમ ગંભીર સાથે પણ વિગતવાર ચર્ચા થઈ હોવાનું અહેવાલો જણાવે છે.

 

કોણ હશે નવો T20 કેપ્ટન? શ્રેયસ અય્યર રેસમાં સૌથી આગળ

જો સૂર્યાને કેપ્ટનશીપ પરથી હટાવવામાં આવે, તો તેની જગ્યા કોણ લઈ શકે છે? આ અંગે પણ 4 નામો જોરશોરથી ચર્ચાઈ રહ્યા છે. આ રેસમાં શ્રેયસ અય્યર(Shreyas Iyer Captain) નવા કેપ્ટન બનવાની રેસમાં સૌથી આગળ છે. તેની સાથે જ તિલક વર્મા, ઈશાન કિશન અને સંજુ સેમસન પણ કેપ્ટનશીપની દોડમાં સામેલ છે. જોવાનું એ રહેશે કે BCCI કયા ખેલાડી પર ભવિષ્યની મોટી જવાબદારી સોંપે છે.

આ પણ વાંચો : IPL માં મેચ ફિક્સિંગ થાય છે? – પૂર્વ કમિશનર લલિત મોદીએ પોડકાસ્ટમાં શુકર્યો મોટો ખુલાસો

Share This Article
Facebook Twitter Copy Link
Previous Article lalit-modi-match-fixing-claims-dawood-ibrahim-underworld-threats IPL માં મેચ ફિક્સિંગ થાય છે? – પૂર્વ કમિશનર લલિત મોદીએ પોડકાસ્ટમાં શુકર્યો મોટો ખુલાસો
Next Article Shreyas Iyer New T20 Captain Tilak Varma Vice Captain Team India Squad શ્રેયસ અય્યર બન્યો ભારતનો નવો T20 કેપ્ટન, તિલક વર્માને વાઈસ-કેપ્ટન્સ: વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow US

Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe

Must Read

Harsh Sanghvi Glasgow Yoga Commonwealth Games Scotland

Harsh Sanghvi Glasgow Yoga : ગ્લાસગોમાં સ્થાનિકો અને ભારતીય સમુદાય સાથે હર્ષ સંઘવીએ કર્યો યોગાભ્યાસ

AMC Online Marriage Registration

AMC Online Marriage Registration : 1 ઓગસ્ટથી લગ્ન નોંધણી ઓનલાઈન, વર-કન્યાના ફોટાવાળું મળશે ડિજિટલ સર્ટિફિકેટ

Vegetable Price Hike Gujarat

Vegetable price hike Gujarat : વરસાદે બગાડ્યું રસોડાનું બજેટ, શાકભાજીના ભાવમાં 20થી 25%નો વધારો

Ahmedabad Riverfront

Ahmedabad Rain Alert : ભારે વરસાદની આગાહી વચ્ચે રિવરફ્રન્ટ અને કાંકરિયામાં જયા-પાર્વતી વ્રતનું રાત્રિ આયોજન મોકૂફ

Gujarat Heavy Rain

Gujarat Heavy Rain : ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, છોટા ઉદેપુરમાં સૌથી વધુ મેહમહેર, અશ્વિન નદીમાં ઘોડાપુર

- Join US -
Ad image

You Might Also Like

commonwealth games 2026 mirabai chanu wins india first gold 48kg weightlifting record
SportsLatest Stories

Commonwealth Games 2026: મીરાબાઈ ચાનૂએ ભારતને અપાવ્યો પ્રથમ ગોલ્ડ, 190 કિલો સાથે રચ્યો રેકોર્ડ

2 Min Read
IND vs ZIM T20 Series
SportsLatest Stories

IND vs ZIM T20 Series : ભારત સામેની સિરીઝ માટે ઝિમ્બાબ્વેની ટીમ જાહેર, જાણો કયા 3 મોટા ફેરફાર થયા!

2 Min Read
Rohit Virat Big Statement From Former Star Cricketer
Latest StoriesSports

રોહિત શર્મા અને વિરાટ કોહલીના સંન્યાસની અફવાઓ પર પૂર્વ સ્ટાર ક્રિકેટરનું મોટું નિવેદન

3 Min Read
FIFA World Cup 2026 Final Winner Team
SportsLatest Stories

FIFA World Cup 2026 Final Winner Team : 16 વર્ષ બાદ ફરી સ્પેન બન્યું વિશ્વવિજેતા, મેદાન પર જ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો મેસી

4 Min Read
newsgujaratnewsgujarat
Follow US
News Gujarat
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • DMCA
  • Privecy Policy
  • Terms and Conditions
Welcome Back!

Sign in to your account

Lost your password?