ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી એસ્ટ્રોલોજી

FIFA World Cup 2026 Final Winner Team : 16 વર્ષ બાદ ફરી સ્પેન બન્યું વિશ્વવિજેતા, મેદાન પર જ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો મેસી

FIFA World Cup 2026 Final Winner Team

FIFA World Cup 2026 Final Winner Team : રવિવારે ન્યૂ જર્સીના મેટલાઇફ સ્ટેડિયમમાં રમાયેલી ફિફા વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિના અને સ્પેન વચ્ચેના રોમાંચક   મુકાબલામાં સ્પેને એક્સટ્રા સમયમાં 1-0 થી ઐતિહાસિક જીત મેળવી પોતાનો બીજો વર્લ્ડ કપ ખિતાબ જીત્યો. પરંતુ આ જીતની સાથે ફૂટબોલ જગતના દિગ્ગજ ખેલાડી, લિયોનેલ મેસીનું સતત બીજી વખત ચેમ્પિયન બનવાનું સ્વપ્ન અધૂરું રહી ગયું.

મેદાન પર છલકાયું દર્દ : હાર બાદ મેદાન પર જ રડી પડ્યો મેસી

મેચના અંતરે સીટી વાગતા જ આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસી ભાવાત્મક થઇ ગયો હતો અને મેદાન પર ઘૂંટણિયે પડી ગયો હતો અને પોતાના આંસુ રોકી શક્યો નહોતો. સાથે સ્ટેડિયમમાં મેસીના નામના નારા ગુંજવા લાગ્યા હતા. આ ક્ષણ આર્જેન્ટિનાના સમર્થકો માટે પણ અત્યંત ભારે હતી. હજારો સમર્થકોએ ભીની આંખે પ્લેકાર્ડ્સ ફરકાવીને આ મહાન ખેલાડીને ભાવનાત્મક વિદાય આપી કે જે ફૂટબોલના ઇતિહાસના પાનાઓમાં હંમેશા માટે અંકિત થઈ જશે.

90 મિનિટ સુધી ગોલ માટે અસફળ રહી બંને ટીમ

મેચની 90 મિનિટ સુધી બંને ટીમો ગોલ કરી શકી નહોતી. અનેક વખત સ્પેને આર્જેન્ટિનાના ડિફેન્સ પર આક્રમણ કર્યું હતું પરંતુ ગોલકીપર એમિલિયાનો માર્ટિનેઝે સતત શાનદાર બચાવ કરીને પોતાની ટીમને મેચમાં જાળવી રાખી હતી. આ તરફ આર્જેન્ટિનાએ નિર્ધારિત સમય દરમિયાન ગોલ તરફ એકપણ શોટ નોંધાવી શકી નહોતી.

મેચનો ટર્નિંગ પોઈન્ટ બન્યો ફેરન ટોરેસનો ગોલ

મેચની 90 મિનિટ સુધી એકપણ ટીમ ગોલ નોંધાવી શકી નહોતી, જેથી મેચ એક્સટ્રા ટાઇમ સુધી પહોંચી હતી. આ એક્સટ્રા ટાઇમમાં સ્પેનના સબસ્ટિટ્યુટ ખેલાડી ફેરન ટોરેસે રિબાઉન્ડ બોલ પર અદ્ભુત ગોલ કરીને સ્પેનને 1-0થી સરસાઈ અપાવી હતી. આ ગોલ મેચનો નિર્ણાયક ક્ષણ સાબિત થયો હતો અને સ્પેને બીજી વખત વર્લ્ડ ટ્રોફી પર પોતાનો કબજો જમાવ્યો.

આર્જેન્ટિના માટે મુશ્કેલ સાબિત થયું રેડ કાર્ડ બન્યું 

આર્જેન્ટિના માટે મુશ્કેલીઓ ત્યારે શરૂ થઈ જ્યારે ઈંજરી ટાઈમમાં મિડફિલ્ડર એન્ઝો ફર્નાન્ડીઝને બીજું યલો કાર્ડ મળતાં રેડ કાર્ડ સાથે મેદાન છોડવું પડ્યું. જે કારણે લિયોનેલ સ્કેલોનીની ટીમને 10 ખેલાડીઓ સાથે રમવાની ફરજ પડી હતી. જેનો પુરેપુરો ફાયદો ઉઠાવી સ્પેને આર્જેન્ટિના પર દબાણ વધાર્યું હતું. આર્જેન્ટિનાની ટીમ 115મી મિનિટ સુધી ગોલ પર એકપણ શોટ મારી શકી નહોતી.

હાર છતાં મેસીના નામે નોંધાયા બે ઐતિહાસિક રેકોર્ડ 

આર્જેન્ટિના ભલે ટ્રોફી જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યું હોય, પરંતુ ફૂટબોલના જાદુગર લિયોનેલ મેસીએ ફાઇનલ મેચમાં રમીને પોતાના નામે બે અનોખા રેકોર્ડ નોંધાવ્યા હતા. લિયોનેલ મેસી ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં ત્રણ ફાઇનલ રમનાર વિશ્વનો બીજો ખેલાડી બન્યો છે. 39 વર્ષની ઉંમરે તે વર્લ્ડ કપ ફાઇનલમાં રમનાર સૌથી મોટી ઉંમરનો ‘આઉટફિલ્ડ ખેલાડી’ (ગોલકીપર સિવાયનો ખેલાડી) પણ બન્યો છે.

2010 બાદ ફરી સ્પેનના માથે વિશ્વવિજેતાનો તાજ

આ ફાઇનલ સ્પેનની શાનદાર રમત અને રણનીતિ માટે તો યાદ રખાશે. સ્પેને વર્ષ 2010માં પ્રથમ વખત ફિફા વર્લ્ડ કપ જીત્યો હતો. સ્પેને 16 વર્ષ બાદ ફરી એકવાર ફૂટબોલ વિશ્વ પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું છે. સ્પેન ફિફા વર્લ્ડ કપમાં 38 મેચથી અજેય રહ્યું અને સમગ્ર વિશ્વકપ દરમિયાન તેની રક્ષણાત્મક રમત સૌથી મોટી તાકાત બની હતી.

એક તરફ સ્પેનના ખેલાડીઓ ટ્રોફી સાથે ઉજવણી કરી રહ્યા હતા, તો બીજી તરફ મેસી અને આર્જેન્ટિનાના ખેલાડીઓ નિરાશ થઈને મેદાન છોડતા જોવા મળ્યા હતા. આ ફાઇનલ સ્પેન માટે નવા સુવર્ણ યુગની શરૂઆત બની, જ્યારે લિયોનેલ મેસીના તે આંસુ અને તેને મળેલા હજારો ચાહકોના અપાર પ્રેમના સાક્ષી બનવા માટે પણ દુનિયાભરના ફૂટબોલ પ્રેમીઓના હૃદયમાં હંમેશા જીવંત રહેશે.

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આભ ફાટ્યું, પૂર-ભૂસ્ખલનને વૈષ્ણોદેવી યાત્રા બંધ

Join WhatsApp

Join Now

Leave a Comment