ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી એસ્ટ્રોલોજી

શ્રેયસ અય્યર બન્યો ભારતનો નવો T20 કેપ્ટન, તિલક વર્માને વાઈસ-કેપ્ટન્સ: વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી

Shreyas Iyer New T20 Captain Tilak Varma Vice Captain Team India Squad

ટીમ ઈન્ડિયાને T20 ફોર્મેટ માટે નવા સુકાની(India New T20 Captain) મળી ગયા છે. લાંબી ચર્ચા અને વિચારણાના અંતે, સૂર્યકુમાર યાદવને કેપ્ટનશીપ પરથી હટાવી દેવામાં આવ્યા છે અને તેમના સ્થાને સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયરને(Shreyas Iyer T20 Captain) ભારતના ટી20 ટીમના કેપ્ટન બનાવાયા છે.  આ સાથે જ યુવા ખેલાડી તિલક વર્માને T20 ટીમનો વાઈસ-કેપ્ટન (Tilak Varma Vice Captain) જાહેર કરાયો છે.

અઢી વર્ષ પછી શ્રેયસ અય્યરની ધમાકેદાર વાપસી

શ્રેયસ અય્યર માટે કેપ્ટન બનવાની આ સફર ખૂબ જ રસપ્રદ રહી છે. તેણે ભારત માટે પોતાની છેલ્લી T20 મેચ ડિસેમ્બર 2023માં ઓસ્ટ્રેલિયા સામે બેંગલુરુના મેદાન પર રમી હતી. ત્યારબાદ જાન્યુઆરી 2026માં ન્યુઝીલેન્ડ સામેની ઘરેલું સિરીઝ દરમિયાન ઈન્જરી રિપ્લેસમેન્ટ તરીકે તેનો ટીમમાં સમાવેશ તો કરાયો હતો, પરંતુ વર્લ્ડ કપની વ્યૂહરચના અને તૈયારીઓના કારણે તેને પ્લેઇંગ-11માં રમવાની તક મળી ન હતી. હવે લગભગ અઢી વર્ષના લાંબા ગાળા પછી નેશનલ ટીમમાં સીધી કેપ્ટન તરીકે શ્રેયસની આ ધમાકેદાર વાપસી થઈ છે.

વૈભવ સૂર્યવંશી રચી શકે છે નવો ઈતિહાસ: સચિન તેંડુલકરનો રેકોર્ડ જોખમમાં!

આ ટીમ સિલેક્શનમાં માત્ર કેપ્ટનશીપ જ નહીં, પરંતુ એક ખેલાડીની એન્ટ્રી પણ ભારે ચર્ચા જગાવી રહી છે. જો 15 વર્ષીય આશાસ્પદ ખેલાડી વૈભવ સૂર્યવંશી(Vaibhav Suryavanshi Team India) આ પ્રવાસ દરમિયાન પ્લેઇંગ-11માં સામેલ થઈને ડેબ્યુ કરે છે, તો તે એક અદ્ભુત રેકોર્ડ પોતાના નામે કરશે. વૈભવ 1980ના દાયકાના અંતમાં મહાન ક્રિકેટર સચિન તેંડુલકરની પસંદગી થયા બાદ, ભારતીય મેન્સ ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવનારો સૌથી યુવા ખેલાડી બની જશે.

નવી કેપ્ટનશીપ, નવો જોશ અને યુવા લોહી સાથે ટીમ ઈન્ડિયા આગામી વિદેશી પ્રવાસોમાં કેવું પ્રદર્શન કરે છે, તેના પર હવે આખા દેશની નજર રહેશે.

Join WhatsApp

Join Now

Leave a Comment