ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી એસ્ટ્રોલોજી

હરમનપ્રીત કૌરે વાયરલ વીડિયોમાં પત્રકારની બોલતી બંધ કરી: ‘શું તમે ઈચ્છો છો હું રિટાયર થાઉં?’

harmanpreet-kaur-viral-video-reply-to-reporter-on-retirement-womens-t20-world-cup-2026

Womens T20 World Cup 2026 : ઈંગ્લેન્ડની ધરતી પર આગામી 12 જૂનથી ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026નો(Womens T20 World Cup 2026) રોમાંચક પ્રારંભ થવા જઈ રહ્યો છે. ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં તમામ ટીમના કેપ્ટનોએ એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. આ દરમિયાન કંઈક એવું બન્યું જેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વાત જાણે એમ છે કે, પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરને(Harmanpreet Kaur) એક પત્રકારે એવો સવાલ પૂછ્યો કે જેના પર હરમનપ્રીતે પોતાના બેબાક અંદાજમાં જવાબ આપીને રિપોર્ટરની બોલતી જ બંધ કરી દીધી.

પત્રકારનો સવાલ અને હરમનપ્રીતનો સણસણતો જવાબ

પ્રેસ કોન્ફરન્સમાં એક રિપોર્ટરે હરમનપ્રીતને સીધો સવાલ કર્યો, “શું આ તમારો છેલ્લો વર્લ્ડ કપ છે? તમે આ અંગે શું કહેશો?”આ સવાલ સાંભળતા જ કેપ્ટન કૌર સહેજ પણ ખચકાયા વિના પોતાના બેબાક અંદાજમાં વળતો સવાલ પૂછતા બોલી, “શું તમે એવું ઈચ્છો છો કે હું નિવૃત્તિ લઈ લઉં?”

હરમનપ્રીતનો જવાબ સાંભળી રિપોર્ટર ચોંક્યો

હરમનપ્રીતનો આ તીખો પણ રમુજી જવાબ સાંભળીને પત્રકાર થોડો આશ્ચર્યચકિત થઈ ગયો હતો. સ્થિતિને સંભાળતા તેણે તરત જ વાત વાળી લીધી અને કહ્યું, ” મને સાંભળીને ખુશી થઈ કે આ તમારો છેલ્લો વર્લ્ડ કપ નથી.” રિપોર્ટરની આ ચોખવટ સાંભળીને હરમનપ્રીતે પણ હસતા હસતા મજાકિયા અંદાજમાં કહી સંભળાવ્યું, “તો પછી આવો સવાલ પૂછો છો જ કેમ?”

કેપ્ટન કૌરનો આ કૂલ અને આત્મવિશ્વાસથી ભરેલો અંદાજ અત્યારે ઇન્ટરનેટ પર ક્રિકેટ પ્રેમીઓનું દિલ જીતી રહ્યો છે.

 

Join WhatsApp

Join Now

Leave a Comment