By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
newsgujaratnewsgujarat
Aa
  • Home
  • Gujarat
    • Ahmedabad
  • India
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
  • Lifestyle
Reading: દીપિકા પાદુકોણનો બેબી બમ્પ વાયરલ! રણવીર સિંહ સાથે નવા ઘરની મુલાકાતે પહોંચી, તસવીરો ચર્ચામાં
Aa
newsgujaratnewsgujarat
  • Gujarat
  • India
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
  • Lifestyle
Search
Have an existing account? Sign In
Follow US
© News Gujarat. All Rights Reserved.
newsgujarat > Blog > Entertainment > દીપિકા પાદુકોણનો બેબી બમ્પ વાયરલ! રણવીર સિંહ સાથે નવા ઘરની મુલાકાતે પહોંચી, તસવીરો ચર્ચામાં
Entertainment

દીપિકા પાદુકોણનો બેબી બમ્પ વાયરલ! રણવીર સિંહ સાથે નવા ઘરની મુલાકાતે પહોંચી, તસવીરો ચર્ચામાં

newsgujarat
Last updated: 2026/06/10 at 5:15 PM
By newsgujarat Add a Comment 2 Min Read
Share
deepika-padukone-baby-bump-viral-ranveer-singh-new-house-visit-pregnancy-news
Deepika Padukone Baby Bump Viral Ranveer Singh New House Visit Pregnancy News | Credit: Instagram/@riyapadukone
SHARE

લોકપ્રિય કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. એક તરફ રણવીર સિંહ પોતાની આગામી ફિલ્મ ‘ડોન 3’ને લઈને ચર્ચામાં છે. તો બીજી તરફ દીપિકા પોતાની બીજી પ્રેગ્નેન્સીને લઈને ચર્ચામાં છે. મુંબઈના બાંદરામાં આવેલા પોતાના નવા આલીશાન ઘરની મુલાકાતે બંને પહોંચ્યા હતા. જેના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

That’s my parents 🥹🥰 pic.twitter.com/qJKluEDWO1

— justagurl❥ (@jviciouslady) June 8, 2026

વ્હાઇટ આઉટફિટ અને ચહેરા પર અદ્ભુત ‘પ્રેગ્નેન્સી ગ્લો’

દીપિકા અને રણવીરએ પોતાના નવા ઘરની બાલ્કનીમાં ઊભા રહીને ઘણો સમય વિતાવ્યો હતો. જોકે, નેટીઝન્સ અને ફેન્સનું સૌથી વધુ ધ્યાન દીપિકાના બેબી બમ્પ પર કેન્દ્રિત થયું હતું. ફરી એકવાર માતા બનવા જઈ રહેલી દીપિકાના ચહેરા પર પ્રેગ્નેન્સી ગ્લો(Deepika Padukone pregnancy glow) સાફ ઝળકી રહ્યો હતો. દીપિકાએ એકદમ કમ્ફર્ટેબલ છતાં સુંદર વ્હાઇટ કલરનો લૂઝ કો-ઓર્ડ સેટ પહેર્યો હતો. બીજી તરફ, હંમેશા પોતાની એનર્જી માટે જાણીતો રણવીર સિંહ કેઝ્યુઅલ રેડ ટી-શર્ટ અને બ્લેક ટ્રેક પેન્ટ્સમાં જોવા મળ્યો હતો.

દીપિકા-રણવીરે તાજેતરમાં કરી હતી બીજી પ્રેગ્નેન્સીની જાહેરાત

તમને જણાવી દઈએ કે, દીપિકા અને રણવીરે થોડા સમય પેહલા સોશિયલ મીડિયા પર એક ક્યૂટ જોઈન્ટ પોસ્ટ દ્વારા ઘરે બીજા બાળકના આગમનની ખુશખબર આપી હતી. આ ખાસ પોસ્ટમાં તેમની પહેલી દીકરી ‘દુઆ’ પણ જોવા મળી હતી.

આગામી પ્રોજેક્ટ્સ: ‘કિંગ’, ‘રાકા’ અને ‘પ્રલય’માં મચાવશે ધૂમ 

દીપિકા અને રણવીર વ્યક્તિગત જીવનની ખુશીઓ વચ્ચે પોતાના પ્રોફેશનલ કમિટમેન્ટ્સ પણ નિભાવી રહ્યા છે. તાજેતરમાં જ દીપિકા પાદુકોણે શાહરુખ ખાન સાથેની આગામી ફિલ્મ ‘કિંગ’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મ આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થવાની છે. ઉપરાંત તે એટલીની આગામી ફિલ્મ ‘રાકા’માં અલ્લુ અર્જુન સાથે પણ જોવા મળશે. બીજી તરફ રણવીર સિંહ પોતાની આગામી ફિલ્મ ‘પ્રલય’ની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે કલ્યાણી પ્રિયદર્શન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

Fans માટે ખુશીના સમાચાર

ફરી એકવાર દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના જીવનમાં ખુશીઓનું આગમન થવા જઈ રહ્યું છે. નવા ઘરની તૈયારીઓ અને બીજા બાળકના સ્વાગતની ઉત્સુકતા વચ્ચે આ પાવર કપલના ચાહકો પણ તેમની નવી સફરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Share This Article
Facebook Twitter Copy Link
Previous Article hardik-pandya-injured-out-of-india-vs-afghanistan-odi-series ઓલરાઉન્ડ હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થતા અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી થયો બહાર
Next Article rajkot-patanvav-teacher-booked-under-pocso-alleged-sexual-abuse-case રાજકોટના પાટણવાવમાં શિક્ષક પર POCSO હેઠળ ગુનો નોંધાયો, માસૂમ બાળકીઓ સાથે દુષ્કર્મના ગંભીર આરોપ
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow US

Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe

Must Read

Harsh Sanghvi Glasgow Yoga Commonwealth Games Scotland

Harsh Sanghvi Glasgow Yoga : ગ્લાસગોમાં સ્થાનિકો અને ભારતીય સમુદાય સાથે હર્ષ સંઘવીએ કર્યો યોગાભ્યાસ

AMC Online Marriage Registration

AMC Online Marriage Registration : 1 ઓગસ્ટથી લગ્ન નોંધણી ઓનલાઈન, વર-કન્યાના ફોટાવાળું મળશે ડિજિટલ સર્ટિફિકેટ

Vegetable Price Hike Gujarat

Vegetable price hike Gujarat : વરસાદે બગાડ્યું રસોડાનું બજેટ, શાકભાજીના ભાવમાં 20થી 25%નો વધારો

Ahmedabad Riverfront

Ahmedabad Rain Alert : ભારે વરસાદની આગાહી વચ્ચે રિવરફ્રન્ટ અને કાંકરિયામાં જયા-પાર્વતી વ્રતનું રાત્રિ આયોજન મોકૂફ

Gujarat Heavy Rain

Gujarat Heavy Rain : ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, છોટા ઉદેપુરમાં સૌથી વધુ મેહમહેર, અશ્વિન નદીમાં ઘોડાપુર

- Join US -
Ad image

You Might Also Like

72nd-national-film-awards-2026
EntertainmentLatest Stories

72nd National Film Awards : ગુજરાતીઓ માટે ગર્વની ક્ષણ, ફિલ્મ ‘મારણ (ધ હન્ટ)’ ને મળ્યો બેસ્ટ ગુજરાતી ફિલ્મનો નેશનલ એવોર્ડ

3 Min Read
sonu-sood-helps-punjab-flood-victims-rebuild-homes-180-houses-completed
Entertainment

પંજાબના પૂર પીડિતો માટે ફરી મસીહા બન્યા સોનુ સૂદ, 180 જરૂરિયાતમંદ પરિવારોને આપ્યું નવું આશરાનું ઘર

2 Min Read
netflix-new-series-i-will-find-you-31-million-views-record
Entertainment

માત્ર 8 એપિસોડે તોડ્યા રેકોર્ડ, Netflixની નવી થ્રિલર બની નંબર વન

3 Min Read
Nora Fatehi Most Searched Bollywood Actress Google
Entertainment

ગૂગલ પર સૌથી વધુ સર્ચ થનાર એક્ટ્રેસ: નોરા ફતેહીએ બોલિવૂડની ટોચની અભિનેત્રીઓને પાછળ છોડી!

2 Min Read
newsgujaratnewsgujarat
Follow US
News Gujarat
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • DMCA
  • Privecy Policy
  • Terms and Conditions
Welcome Back!

Sign in to your account

Lost your password?