લોકપ્રિય કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. એક તરફ રણવીર સિંહ પોતાની આગામી ફિલ્મ ‘ડોન 3’ને લઈને ચર્ચામાં છે. તો બીજી તરફ દીપિકા પોતાની બીજી પ્રેગ્નેન્સીને લઈને ચર્ચામાં છે. મુંબઈના બાંદરામાં આવેલા પોતાના નવા આલીશાન ઘરની મુલાકાતે બંને પહોંચ્યા હતા. જેના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
That’s my parents 🥹🥰 pic.twitter.com/qJKluEDWO1
— justagurl❥ (@jviciouslady) June 8, 2026
વ્હાઇટ આઉટફિટ અને ચહેરા પર અદ્ભુત ‘પ્રેગ્નેન્સી ગ્લો’
દીપિકા અને રણવીરએ પોતાના નવા ઘરની બાલ્કનીમાં ઊભા રહીને ઘણો સમય વિતાવ્યો હતો. જોકે, નેટીઝન્સ અને ફેન્સનું સૌથી વધુ ધ્યાન દીપિકાના બેબી બમ્પ પર કેન્દ્રિત થયું હતું. ફરી એકવાર માતા બનવા જઈ રહેલી દીપિકાના ચહેરા પર પ્રેગ્નેન્સી ગ્લો(Deepika Padukone pregnancy glow) સાફ ઝળકી રહ્યો હતો. દીપિકાએ એકદમ કમ્ફર્ટેબલ છતાં સુંદર વ્હાઇટ કલરનો લૂઝ કો-ઓર્ડ સેટ પહેર્યો હતો. બીજી તરફ, હંમેશા પોતાની એનર્જી માટે જાણીતો રણવીર સિંહ કેઝ્યુઅલ રેડ ટી-શર્ટ અને બ્લેક ટ્રેક પેન્ટ્સમાં જોવા મળ્યો હતો.
દીપિકા-રણવીરે તાજેતરમાં કરી હતી બીજી પ્રેગ્નેન્સીની જાહેરાત
તમને જણાવી દઈએ કે, દીપિકા અને રણવીરે થોડા સમય પેહલા સોશિયલ મીડિયા પર એક ક્યૂટ જોઈન્ટ પોસ્ટ દ્વારા ઘરે બીજા બાળકના આગમનની ખુશખબર આપી હતી. આ ખાસ પોસ્ટમાં તેમની પહેલી દીકરી ‘દુઆ’ પણ જોવા મળી હતી.
આગામી પ્રોજેક્ટ્સ: ‘કિંગ’, ‘રાકા’ અને ‘પ્રલય’માં મચાવશે ધૂમ
દીપિકા અને રણવીર વ્યક્તિગત જીવનની ખુશીઓ વચ્ચે પોતાના પ્રોફેશનલ કમિટમેન્ટ્સ પણ નિભાવી રહ્યા છે. તાજેતરમાં જ દીપિકા પાદુકોણે શાહરુખ ખાન સાથેની આગામી ફિલ્મ ‘કિંગ’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મ આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થવાની છે. ઉપરાંત તે એટલીની આગામી ફિલ્મ ‘રાકા’માં અલ્લુ અર્જુન સાથે પણ જોવા મળશે. બીજી તરફ રણવીર સિંહ પોતાની આગામી ફિલ્મ ‘પ્રલય’ની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે કલ્યાણી પ્રિયદર્શન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
Fans માટે ખુશીના સમાચાર
ફરી એકવાર દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના જીવનમાં ખુશીઓનું આગમન થવા જઈ રહ્યું છે. નવા ઘરની તૈયારીઓ અને બીજા બાળકના સ્વાગતની ઉત્સુકતા વચ્ચે આ પાવર કપલના ચાહકો પણ તેમની નવી સફરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

