By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
newsgujaratnewsgujarat
Aa
  • Home
  • Gujarat
    • Ahmedabad
  • India
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
Reading: વૈભવ સૂર્યવંશીને ફટકારાયો દંડ : મેદાન પર શ્રીલંકન ખેલાડી સાથે થઈ હતી બબાલ
Aa
newsgujaratnewsgujarat
  • Gujarat
  • India
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
Search
Have an existing account? Sign In
Follow US
© News Gujarat. All Rights Reserved.
newsgujarat > Blog > Sports > વૈભવ સૂર્યવંશીને ફટકારાયો દંડ : મેદાન પર શ્રીલંકન ખેલાડી સાથે થઈ હતી બબાલ
Sports

વૈભવ સૂર્યવંશીને ફટકારાયો દંડ : મેદાન પર શ્રીલંકન ખેલાડી સાથે થઈ હતી બબાલ

newsgujarat
Last updated: 2026/06/18 at 2:19 PM
By newsgujarat Add a Comment 3 Min Read
Share
vaibhav-sooryavanshi-50-percent-match-fees-fine
Vaibhav Sooryavanshi 50 Percent Match Fees Fine | Image Source : X
SHARE

ભારત A અને શ્રીલંકા A વચ્ચે દાંબુલાના મેદાન પર રમાયેલી મેચમાં ભારે હંગામો જોવા મળ્યો હતો.  રિપોર્ટ મુજબ દાવો કરાયો છે કે, મેચ પૂરી થતાં હલાંબાગેએ વૈભવને કહ્યું, ‘મેચ પૂરી થઈ ગઈ… ચલ હવે ઘરભેગો થા…’ આમ, શ્રીલંકન ખેલાડીની આ વાત પર વૈભવ ભડક્યો હતો. જેમાં વૈભવ પોતાનો આપો ખોઈ બેઠો અને શ્રીલંકાના ખેલાડીઓ સાથે તેની ઉગ્ર તકરાર થઈ ગઈ હતી. India A vs Sri Lanka A મેચ બાદ વૈભવ સૂર્યવંશી અને વિશેન હલમ્બગે વચ્ચે થયેલા વિવાદને લઈને બંને ખેલાડીઓ સામે કાર્યવાહી થઈ છે. બંનેની 50% મેચ ફી કાપવામાં આવી છે.

સુપર ઓવરનો રોમાંચ અને મેદાન પર ગરમાગરમી

શ્રીલંકા-A ની સુપર ઓવરમાં રોમાંચક જીત બાદ મેદાન પર ઉજવણીનો માહોલ હતો, પરંતુ આ દરમિયાન જ શ્રીલંકા-A ના ખેલાડીએ કથિત રીતે ટિપ્પણી કરતાં વૈભવ સૂર્યવંશી અત્યંત નારાજ થઈ ગયો હતો. 

પરિસ્થિતિ બગડતી જોઈને સૂર્યાંશ શેડગે દોડીને આવ્યો અને વૈભવને પાછળ તરફ ખેંચી ગયો હતો. વૈભવ સૂર્યવંશી એટલો ગુસ્સામાં હતો કે તે મેદાન છોડવાના મૂડમાં બિલકુલ નહોતો. આખરે આ હાઈ ડ્રામા બાદ બંને ટીમના ખેલાડીઓએ ગરમજોશીથી હાથ મિલાવ્યા અને મામલો થાળે પડ્યો હતો.

મેચ ટાઇ થતાં સુપર ઓવર રમાઈ

તિલક વર્માના નેતૃત્વ હેઠળ ભારત A ની ટીમ સતત બીજી હાર સામનો કરી રહી હતી. ભારત A ની પ્રથમ બેટિંગ કરતાં 265 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જ્યારે શ્રીલંકા A ટીમે પણ 265 રન બનાવ્યા, જેના કારણે મેચ ટાઇ થતાં સુપર ઓવર રમવામાં આવી હતી.

સુપર ઓવરમાં પ્રથમ બેટિંગ કરતાં શ્રીલંકા A ટીમે 6 બોલમાં 17 રન બનાવ્યા, જેનાથી ભારત A ટીમને 18 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેમાં ટાર્ગેટના પીછો કરતાં વૈભવ સૂર્યવંશી અને સૂર્યાંશ શેડગે ફક્ત 9 રન બનાવી શક્યા હતા અને ભારત A ટીમ મેચ હારી ગઈ હતી.

મેચ રેફરીએ લીધા કડક પગલાં

મેદાન પર ખેલાડીઓ વચ્ચેનું વર્તન હંમેશા ‘સ્પિરિટ ઓફ ક્રિકેટ’ (ક્રિકેટની ભાવના) મુજબ હોવું જોઈએ. આ ઘટના બાદ મેચ રેફરી પ્રદીપ જયપ્રકાશ દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી.

તપાસના અંતે, મેચ રેફરીએ શ્રીલંકા-A ના ખેલાડી વિશેન હલમ્બગે ને મેદાન પર વૈભવ સૂર્યવંશીને જાણીજોઈને ઉશ્કેરવા અને વાતાવરણમાં તણાવ વધારવા માટે દોષિત ઠેરવ્યો. સામે પક્ષે, વૈભવ સૂર્યવંશી પણ આ ઉશ્કેરણીમાં આવી જઈને વિવાદને આગળ વધારવા માટે દોષિત જોવા મળ્યો. 

બંને ખેલાડીઓને મળી સજા

આ ગેરવર્તણૂક બદલ બંને ખેલાડીઓ સામે શિસ્તભંગના પગલાં લેવાયા છે. વિશેન હલમ્બગે અને વૈભવ સૂર્યવંશીની 50 ટકા મેચ ફી કાપી લેવામાં આવી છે. આ ઉપરાંત, વિવાદમાં સામેલ અન્ય કેટલાક ખેલાડીઓ સામે પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.

newsgujarat June 18, 2026 June 18, 2026
Share This Article
Facebook Twitter Copy Link
Previous Article rihanna-ambani-family-diamond-tennis-bracelet-gift અંબાણી પરિવારે રિહાનાને આપી 2.2 કરોડની ભેટ: જાણો આ શાનદાર ડાયમંડ બ્રેસલેટની ખાસિયત
Next Article virushka-london-vacation-virat-kohli-anushka-sharma લંડનમાં વિરુષ્કાનો ‘મી ટાઈમ’: વિરાટ કોહલીએ દીકરા અકાય સાથે કરી મસ્તી, જુઓ વાયરલ તસવીરો
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow US

Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe

Must Read

Virat Kohli One8 Shoes: 24 કલાકમાં 1.5 લાખ શૂઝ વેચાયા, ₹140 કરોડનો બિઝનેસ

rbi-online-fraud-rule-compensation-25000-upi-digital-fraud-refund

RBIનો મોટો નિર્ણય, ઓનલાઈન ફ્રોડમાં મળશે ₹25,000 સુધીનું વળતર

epfo-portal-down-alert-epfo-service-outage

3 દિવસ સુધી બંધ રહેશે EPFO ક્લેમ સબમિશન અને પ્રોસેસિંગ, જાણો ક્યારે શરુ થશે સર્વિસ?

siya-lover-chetan-murder-case-conspiracy-revealed

કેફેમાં ઘડાયેલું ખૂની કાવતરું! કેતન અગ્રવાલ કેસમાં સિયા અને તેના પ્રેમીનો પર્દાફાશ, જાણો શું હતો તેમનો પ્લાન

portugal-vs-uzbekistan-fifa-world-cup-2026-cristiano-ronaldo-breaks-messi-record

પોર્ટુગલની ધમાકેદાર જીત, રોનાલ્ડોનો નવો કીર્તિમાન, બે ગોલથી રચ્યો ફૂટબોલનો નવો ઇતિહાસ

- Join US -
Ad image

You Might Also Like

Latest StoriesSports

Virat Kohli One8 Shoes: 24 કલાકમાં 1.5 લાખ શૂઝ વેચાયા, ₹140 કરોડનો બિઝનેસ

4 Min Read
portugal-vs-uzbekistan-fifa-world-cup-2026-cristiano-ronaldo-breaks-messi-record
Latest StoriesSports

પોર્ટુગલની ધમાકેદાર જીત, રોનાલ્ડોનો નવો કીર્તિમાન, બે ગોલથી રચ્યો ફૂટબોલનો નવો ઇતિહાસ

3 Min Read
india-women-hockey-team-fih-nations-cup-2026-winner
Latest StoriesSports

ભારતીય મહિલા હોકી ટીમ બની FIH નેશન્સ કપ 2026 ચેમ્પિયન, પ્રો લીગ માટે કર્યું ક્વોલિફાય

3 Min Read
virat-kohli-future-rcb-ceo-rajesh-menon-statement
Sports

શું વિરાટ કોહલી હજુ 4 વર્ષ IPL રમશે? જાણો RCB ના CEO રાજેશ મેનને શું કહ્યું

2 Min Read
newsgujaratnewsgujarat
Follow US
News Gujarat
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • DMCA
  • Privecy Policy
  • Terms and Conditions
Welcome Back!

Sign in to your account

Lost your password?