ભારત A અને શ્રીલંકા A વચ્ચે દાંબુલાના મેદાન પર રમાયેલી મેચમાં ભારે હંગામો જોવા મળ્યો હતો. રિપોર્ટ મુજબ દાવો કરાયો છે કે, મેચ પૂરી થતાં હલાંબાગેએ વૈભવને કહ્યું, ‘મેચ પૂરી થઈ ગઈ… ચલ હવે ઘરભેગો થા…’ આમ, શ્રીલંકન ખેલાડીની આ વાત પર વૈભવ ભડક્યો હતો. જેમાં વૈભવ પોતાનો આપો ખોઈ બેઠો અને શ્રીલંકાના ખેલાડીઓ સાથે તેની ઉગ્ર તકરાર થઈ ગઈ હતી. India A vs Sri Lanka A મેચ બાદ વૈભવ સૂર્યવંશી અને વિશેન હલમ્બગે વચ્ચે થયેલા વિવાદને લઈને બંને ખેલાડીઓ સામે કાર્યવાહી થઈ છે. બંનેની 50% મેચ ફી કાપવામાં આવી છે.
સુપર ઓવરનો રોમાંચ અને મેદાન પર ગરમાગરમી
શ્રીલંકા-A ની સુપર ઓવરમાં રોમાંચક જીત બાદ મેદાન પર ઉજવણીનો માહોલ હતો, પરંતુ આ દરમિયાન જ શ્રીલંકા-A ના ખેલાડીએ કથિત રીતે ટિપ્પણી કરતાં વૈભવ સૂર્યવંશી અત્યંત નારાજ થઈ ગયો હતો.
પરિસ્થિતિ બગડતી જોઈને સૂર્યાંશ શેડગે દોડીને આવ્યો અને વૈભવને પાછળ તરફ ખેંચી ગયો હતો. વૈભવ સૂર્યવંશી એટલો ગુસ્સામાં હતો કે તે મેદાન છોડવાના મૂડમાં બિલકુલ નહોતો. આખરે આ હાઈ ડ્રામા બાદ બંને ટીમના ખેલાડીઓએ ગરમજોશીથી હાથ મિલાવ્યા અને મામલો થાળે પડ્યો હતો.
મેચ ટાઇ થતાં સુપર ઓવર રમાઈ
તિલક વર્માના નેતૃત્વ હેઠળ ભારત A ની ટીમ સતત બીજી હાર સામનો કરી રહી હતી. ભારત A ની પ્રથમ બેટિંગ કરતાં 265 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જ્યારે શ્રીલંકા A ટીમે પણ 265 રન બનાવ્યા, જેના કારણે મેચ ટાઇ થતાં સુપર ઓવર રમવામાં આવી હતી.
સુપર ઓવરમાં પ્રથમ બેટિંગ કરતાં શ્રીલંકા A ટીમે 6 બોલમાં 17 રન બનાવ્યા, જેનાથી ભારત A ટીમને 18 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેમાં ટાર્ગેટના પીછો કરતાં વૈભવ સૂર્યવંશી અને સૂર્યાંશ શેડગે ફક્ત 9 રન બનાવી શક્યા હતા અને ભારત A ટીમ મેચ હારી ગઈ હતી.
મેચ રેફરીએ લીધા કડક પગલાં
મેદાન પર ખેલાડીઓ વચ્ચેનું વર્તન હંમેશા ‘સ્પિરિટ ઓફ ક્રિકેટ’ (ક્રિકેટની ભાવના) મુજબ હોવું જોઈએ. આ ઘટના બાદ મેચ રેફરી પ્રદીપ જયપ્રકાશ દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી.
તપાસના અંતે, મેચ રેફરીએ શ્રીલંકા-A ના ખેલાડી વિશેન હલમ્બગે ને મેદાન પર વૈભવ સૂર્યવંશીને જાણીજોઈને ઉશ્કેરવા અને વાતાવરણમાં તણાવ વધારવા માટે દોષિત ઠેરવ્યો. સામે પક્ષે, વૈભવ સૂર્યવંશી પણ આ ઉશ્કેરણીમાં આવી જઈને વિવાદને આગળ વધારવા માટે દોષિત જોવા મળ્યો.
બંને ખેલાડીઓને મળી સજા
આ ગેરવર્તણૂક બદલ બંને ખેલાડીઓ સામે શિસ્તભંગના પગલાં લેવાયા છે. વિશેન હલમ્બગે અને વૈભવ સૂર્યવંશીની 50 ટકા મેચ ફી કાપી લેવામાં આવી છે. આ ઉપરાંત, વિવાદમાં સામેલ અન્ય કેટલાક ખેલાડીઓ સામે પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.

