By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
newsgujaratnewsgujarat
Aa
  • Home
  • Gujarat
    • Ahmedabad
  • India
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
Reading: Ahmedabad Rathyatra 2026 : ગજરાજ પર રાખવામાં આવશે ‘GPS અને 360 ડિગ્રી કેમેરા’થી નજર
Aa
newsgujaratnewsgujarat
  • Gujarat
  • India
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
Search
Have an existing account? Sign In
Follow US
© News Gujarat. All Rights Reserved.
newsgujarat > Blog > Gujarat > Ahmedabad Rathyatra 2026 : ગજરાજ પર રાખવામાં આવશે ‘GPS અને 360 ડિગ્રી કેમેરા’થી નજર
GujaratLatest Stories

Ahmedabad Rathyatra 2026 : ગજરાજ પર રાખવામાં આવશે ‘GPS અને 360 ડિગ્રી કેમેરા’થી નજર

newsgujarat
Last updated: 2026/06/19 at 5:47 PM
By newsgujarat Add a Comment 3 Min Read
Share
ahmedabad-rathyatra-jagannath-temple-gps-camera-elephant-security-updates
ahmedabad-rathyatra-jagannath-temple-gps-camera-elephant-security-updates
SHARE

Ahmedabad Rathyatra 2026 : અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત જેના ઉત્સાહમાં રંગાવા માટે આતુર છે, તે અષાઢી બીજના પાવન અવસરે યોજાનારી જગન્નાથજીની 149મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આગામી 16 જુલાઈના રોજ ભક્તિમય માહોલ અને લાખો ભક્તોની જનમેદની વચ્ચે જગતના નાથ નગરચર્યાએ નીકળશે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના દર્શન કરવા માટે ઉમટી પડતા ભક્તોની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ પોલીસે આ વખતે એક અત્યંત પ્રશંસનીય અને આધુનિક પગલું ભર્યું છે.

ગત વર્ષના કડવા અનુભવમાંથી પાઠ ભણીને આ વર્ષે રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને આધુનિક ટેકનોલોજીનો અદભુત સમન્વય જોવા મળશે.

ગત વર્ષની ઘટના બાદ પોલીસનો મોટો નિર્ણય

તમને યાદ હશે કે ગત વર્ષે રથયાત્રા દરમિયાન અચાનક એક ગજરાજ (હાથી) બેકાબૂ બન્યો હતો, જેના કારણે થોડીવાર માટે ભક્તોમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને જનમેદની સુરક્ષિત રહે તે માટે અમદાવાદ પોલીસે આ વખતે તમામ 18 ગજરાજ પર ખાસ વોચ રાખવાનું નક્કી કર્યું છે.

આ વખતે રથયાત્રામાં જોડાનારા તમામ હાથીઓની અંબાડી પર અત્યાધુનિક ઉપકરણો ફિટ કરવામાં આવશે. GPS ટ્રેકિંગ ડિવાઈસ જેનાથી દરેક હાથીનું લાઈવ લોકેશન જાણી શકાશે. હાથીની આસપાસ શું ચાલી રહ્યું છે અને ભીડની સ્થિતિ કેવી છે, તેનું 360 ડિગ્રી કેમેરાથી લાઈવ રેકોર્ડિંગ થશે. આસપાસના અવાજનું સ્તર માપવા માટે આ સાઉન્ડ મોનિટરિંગ સિસ્ટમ મદદ કરશે, જેથી વધુ પડતા ઘોંઘાટથી હાથી ભડકે નહીં.

કંટ્રોલ રૂમમાં બેઠા-બેઠા જ પળેપળની નજર, સેકન્ડોમાં મળશે ‘એલર્ટ’

આ તમામ હાઈટેક ગેજેટ્સ સીધા પોલીસ કંટ્રોલ રૂમ સાથે કનેક્ટેડ રહેશે. જો રથયાત્રા દરમિયાન કોઈ ગજરાજ નક્કી કરેલા રૂટ પરથી જરા પણ ફંટાશે અથવા તેની ચાલવાની ગતિમાં કોઈ અસામાન્ય ફેરફાર (જેમ કે દોડવું કે અચાનક ઊભા રહી જવું) જણાશે, તો કંટ્રોલ રૂમમાં તરત જ ઓટોમેટિક એલર્ટ મેસેજ ટ્રીગર થઈ જશે.

આ એલર્ટ મળતાની સાથે જ જે-તે સ્પોટ પર હાજર સુરક્ષાકર્મીઓ અને હાથીના મહાવત સેકન્ડોની અંદર એક્શનમાં આવી શકશે અને પરિસ્થિતિ વણસે તે પહેલાં જ તેના પર કાબૂ મેળવી લેવાશે.

ભક્તોની સાથે ગજરાજની સુખાકારીનો પણ ખ્યાલ

પોલીસના આ નવતર પ્રયોગનો હેતુ માત્ર ભક્તોની સુરક્ષા પૂરતો મર્યાદિત નથી, પરંતુ આ ગજરાજોની સુખાકારી જાળવવાનો પણ છે. રથયાત્રાના લાંબા રૂટ પર કાળઝાળ ગરમી અને માનવ મહેરામણ વચ્ચે મૂંગા પશુઓ પણ તણાવમુક્ત રહે અને ભક્તિનો આ ઉત્સવ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે આ સરાહનીય આયોજન કરવામાં આવ્યું છે. નાથના સ્વાગત માટે અમદાવાદ સજ્જ થઈ રહ્યું છે ત્યારે ટેકનોલોજીની આ ‘ત્રીજી આંખ’ ચોક્કસપણે રથયાત્રાને વધુ સુરક્ષિત અને ભવ્ય બનાવશે.

newsgujarat June 19, 2026 June 19, 2026
Share This Article
Facebook Twitter Copy Link
Previous Article lionel-messi-first-fifa-world-cup-hat-trick-record-argentina-vs-algeria Messi Hat Trick : 200મી આંતરરાષ્ટ્રીય મેચમાં રચ્યો ઈતિહાસ, કરિયરની પહેલી વર્લ્ડ કપ હેટ્રિક
Next Article tiger-shroff-upcoming-movie-hitman-star-cast-sanjana-sanghi-mahima-makwana ટાઇગર શ્રોફની હીટમેન શૂટિંગ પૂર્ણ, સંજના અને મહિમા સાથે જોવા મળશે આ પીઢ કલાકારો
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow US

Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe

Must Read

Virat Kohli One8 Shoes: 24 કલાકમાં 1.5 લાખ શૂઝ વેચાયા, ₹140 કરોડનો બિઝનેસ

rbi-online-fraud-rule-compensation-25000-upi-digital-fraud-refund

RBIનો મોટો નિર્ણય, ઓનલાઈન ફ્રોડમાં મળશે ₹25,000 સુધીનું વળતર

epfo-portal-down-alert-epfo-service-outage

3 દિવસ સુધી બંધ રહેશે EPFO ક્લેમ સબમિશન અને પ્રોસેસિંગ, જાણો ક્યારે શરુ થશે સર્વિસ?

siya-lover-chetan-murder-case-conspiracy-revealed

કેફેમાં ઘડાયેલું ખૂની કાવતરું! કેતન અગ્રવાલ કેસમાં સિયા અને તેના પ્રેમીનો પર્દાફાશ, જાણો શું હતો તેમનો પ્લાન

portugal-vs-uzbekistan-fifa-world-cup-2026-cristiano-ronaldo-breaks-messi-record

પોર્ટુગલની ધમાકેદાર જીત, રોનાલ્ડોનો નવો કીર્તિમાન, બે ગોલથી રચ્યો ફૂટબોલનો નવો ઇતિહાસ

- Join US -
Ad image

You Might Also Like

Latest StoriesSports

Virat Kohli One8 Shoes: 24 કલાકમાં 1.5 લાખ શૂઝ વેચાયા, ₹140 કરોડનો બિઝનેસ

4 Min Read
rbi-online-fraud-rule-compensation-25000-upi-digital-fraud-refund
BusinessLatest Stories

RBIનો મોટો નિર્ણય, ઓનલાઈન ફ્રોડમાં મળશે ₹25,000 સુધીનું વળતર

4 Min Read
siya-lover-chetan-murder-case-conspiracy-revealed
IndiaLatest Stories

કેફેમાં ઘડાયેલું ખૂની કાવતરું! કેતન અગ્રવાલ કેસમાં સિયા અને તેના પ્રેમીનો પર્દાફાશ, જાણો શું હતો તેમનો પ્લાન

4 Min Read
portugal-vs-uzbekistan-fifa-world-cup-2026-cristiano-ronaldo-breaks-messi-record
Latest StoriesSports

પોર્ટુગલની ધમાકેદાર જીત, રોનાલ્ડોનો નવો કીર્તિમાન, બે ગોલથી રચ્યો ફૂટબોલનો નવો ઇતિહાસ

3 Min Read
newsgujaratnewsgujarat
Follow US
News Gujarat
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • DMCA
  • Privecy Policy
  • Terms and Conditions
Welcome Back!

Sign in to your account

Lost your password?