આ મામલો લંકા પ્રીમિયર લીગ (Lanka Premier League) સાથે જોડાયેલો છે. શ્રીલંકાની સ્પોર્ટ્સ એન્ટી-કરપ્શન યુનિટે ભારતના પૂર્વ અંડર-19 ક્રિકેટર મનજોત કાલરાની ધરપકડ કરી છે. મનજોત કાલરા(Manjot Kalra) જાફના કિંગ્સ ફ્રેન્ચાઈઝીના સહ-માલિક છે. કાલરા પર એક ખેલાડીને લાંચ-રૂશ્વત આપવાનો આરોપ લાગ્યો હતો.ઉલ્લેખનીય છે કે, લંકા પ્રીમિયર લીગની (LPL 2026) સીઝન આજે એટલે કે, 17 જુલાઈથી શરૂ થઈ રહી છે. તે પહેલાજ મનજોત કાલરાની ધરપકડ કરવામાં આવી છે.
વિદેશી લીગમાં ખેલાડીને લાંચ-રૂશ્વત આપવાનો આરોપ
શ્રીલંકન પોલીસના કહ્યા મુજબ, લંકા પ્રીમિયર લીગની સિઝન શરૂ થવાના લગભગ થોડા દિવસો પેહલા મનજોતે ખેલાડીને લાંચ આપવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ ખેલાડીએ આ અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી, ત્યારબાદ તપાસ શરૂ થઈ અને શુક્રવારે ભારતીય ક્રિકેટરની ધરપકડ કરી લેવામાં આવી.એક સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન યુનિટની રચના કરવામાં આવી હતી અને આ યુનિટે મનજોતની ધરપકડ કરી અને તેને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યો હતો.
વધુમાં પોલીસે જણાવ્યું કે,આ મામલે ક્રિકેટર દુનિથ વેલાલાગે, ભાનુકા રાજપક્ષા, અને અવિષ્કા ફર્નાંડોએ ફરિયાદ નોંધાવી હતી. આ પહેલીવાર નથી કે જ્યારે લંકા પ્રીમિયર લીગના કારણે ક્રિકેટની રમત કલંકિત થઈ હોય. ફ્રેન્ચાઈઝીના માલિકે એક ખેલાડીને મેચ ફિક્સિંગમાં સામેલ કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ તેના પર 4 વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.
મનજોત કાલરાની સિદ્ધિ
મનજોત કાલરા ટીમ ઈન્ડિયા માટે અંડર-19 વર્લ્ડ કપ રમી ચુક્યો છે. તે અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલમાં ઈન્ડિયા માટે સદી ફટકારી ચૂક્યો છે. તેણે અંડર-19 વર્લ્ડ કપ 2018ની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે અણનમ 101 રન બનાવ્યા હતા.કાલરા ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 વર્લ્ડ કપ 2018ની ફાઈનલમાં અણનમ 101 રન બનાવી ચુક્યો છે. આ એ જ વર્લ્ડ કપ હતો જેમાં શુભમન ગિલ અને પૃથ્વી શોએ પણ ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
આ પણ વાંચો : ગુજરાત ATSની મોટી કાર્યવાહી, જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા વધુ 5 આરોપીઓ ઝડપાયા

