Gujarat Weather Update : હવામાન વિભાગે રાજ્યમાં આગામી 26 જુલાઈ સુધી હળવાથી લઈને ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ પર મેઘપ્રકોપનો ખતરો મંડરાઈ રહ્યો છે, જેને લઈને વહીવટી તંત્ર અને નાગરિકોને એલર્ટ રહેવા જણાવાયું છે.
21 અને 22 જુલાઈ: આ જિલ્લાઓમાં છે રેડ અને ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગના નાઉકાસ્ટ (Nowcast) મુજબ, દક્ષિણ ગુજરાતની જનતાને હજુ પણ વરસાદી આફતનો સતત સામનો કરવો પડશે. પવન અને વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતના અમુક જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કરાયું છે. 21-22 જુલાઈએ સુરત, તાપી, ડાંગ, નવસારી , વલસાડ અને દાદર-નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરતા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે. સાથે જ પ્રતિકલાક વરસાદ 5 થી 15 મિલીમીટર વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી.
આ વિસ્તારોમાં રહેશે હળવાથી મધ્યમ વરસાદનો માહોલ
રાજ્યના અન્ય ભાગોમાં પણ વરસાદી માહોલ જળવાઈ રહેશે. જ્યાં કોઈ મોટું એલર્ટ નથી, પરંતુ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે તેવા જિલ્લાઓમાં સામેલ છે. બોટાદ, રાજકોટ, જૂનાગઢ, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, મોરબી, કચ્છ, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ, છોટાઉદેપુરમાં હવળોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
25 અને 26 જુલાઈએ અહીં તૂટી પડશે વરસાદ
વરસાદનો આ સિલસિલો અહીં જ અટકવાનો નથી. હવામાન વિભાગની આગાહી મુજબ, સપ્તાહના અંતમાં એટલે કે 25 અને 26 જુલાઈના રોજ ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટા ઉદેપુર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
આ પણ વાંચો : કારગિલમાં ભારે વરસાદ બાદ ફ્લેશ ફ્લડ, સેના અને પોલીસે રાતભર જાગીને લોકોના બચાવ્યા જીવ

