ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી એસ્ટ્રોલોજી

Commonwealth Games 2026: મીરાબાઈ ચાનૂએ ભારતને અપાવ્યો પ્રથમ ગોલ્ડ, 190 કિલો સાથે રચ્યો રેકોર્ડ

commonwealth games 2026 mirabai chanu wins india first gold 48kg weightlifting record

સ્ટાર વેઈટલિફ્ટર મીરાંબાઈ ચાનૂ(Mirabai Chanu Weightlifting)એ શાનદાર પ્રદર્શન કરીને કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતને ગોલ્ડ મેડલ અપાવીને મીરાબાઈએ ફરી એકવાર ભારતનું ગૌરવ વધારતા છે. આ સાથે Commonwealth Games 2026માં ભારતનું ગોલ્ડ મેડલ ખાતું ખુલી ગયું છે. આ સાથે મીરાબાઈ ચાનૂ ગ્લાસગોમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ(Glasgow Commonwealth Games)માં ભારત માટે પ્રથમ ગોલ્ડ(India First Gold Medal) જીતનાર ખેલાડી બની છે.

190 કિલો વજન ઊંચકીને રચ્યો રેકોર્ડ

કોમનવેલ્થ ગેમ્સ 2026માં મીરાંબાઈ ચાનુએ વિમેન્સ 48 kg વેઈટલિફ્ટિંગ(Women 48kg Weightlifting) સ્પર્ધામાં 190 kg વજન ઉઠાવીને કોમનવેલ્થ ગેમ્સનો રેકોર્ડ બનાવી ગોલ્ડ પોતાના નામે કરી લીધો. ચાનૂએ સ્નેચમાં 85 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 105 કિલો મળીને કુલ 190 કિલો વજન ઊંચક્યું હતું.

સતત ત્રીજી કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ

આ સાથે 31 વર્ષીય મીરાબાઈ ચાનૂએ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં સતત ત્રીજી વાર ગોલ્ડ મેડલ જીતવાની સુવર્ણ સિદ્ધિ પોતાના નામે કરી લીધી. તેમણે આ પહેલાં 2018 અને 2022ની કોમનવેલ્થ ગેમ્સમાં પણ ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને અભિનંદન પાઠવ્યા છે. મીરાબાઈના ગોલ્ડ બાદ ભારતની કુલ મેડલ સંખ્યા ચાર થઈ છે, જેમાં એક ગોલ્ડ, બે સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 30 જુલાઈથી દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

Join WhatsApp

Join Now

Leave a Comment