ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી એસ્ટ્રોલોજી

Gujarat Weather Alert : 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 30 જુલાઈથી દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

gujarat-weather-forecast-heavy-rain-red-alert-saurashtra-south-gujarat-update

હવામાન વિભાગના તાજા નાઉકાસ્ટ મુજબ ગુજરાત માટે હાલ રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગના નાઉકાસ્ટર મુજબ રાજ્ય માટે રાહતના સમાચાર આવ્યા છે. નવા નકશા મુજબ રાજ્યમાં ક્યાંય પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું નથી. પરંતુ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને પગલે 6 જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.

આ 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

બનાસકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી વચ્ચે લોકોને સાવચેત રહેવા આપીલ કરાઈ છે, ભારે પવન અને ગાજવીજ સાથે અહીં વરસાદ વરસવાની આગાહી કરાઈ છે.  

12 જિલ્લામાં યેલો એલર્ટ જાહેર

પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જેવા જિલ્લાઓમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે મધ્યમથી ભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા

રાજ્યમાંથી હાલ રેડ એલર્ટ દૂર થતાં થોડી રાહત મળી છે, પરંતુ વરસાદનું જોખમ સંપૂર્ણપણે ટળ્યું નથી. બંગાળની ખાડીમાં વેલમાર્ક્ડ લો પ્રેશર બનવાની સંભાવના છે જેના કારણે 30 જુલાઈથી 1 ઓગસ્ટ વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે. હાલ રાજ્યમાં અનેક વિસ્તારમાં વરસાદી પાણી ઓસર્યા નથી, જેના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે.

આ પણ વાંચો : ગુઆન્ગડોન્ગમાં ચક્રવાતનો વિનાશ, ગાન્સુના પૂરમાં 10નાં મોત

Join WhatsApp

Join Now

Leave a Comment