By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
newsgujaratnewsgujarat
Aa
  • Home
  • Gujarat
    • Ahmedabad
  • India
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
  • Lifestyle
Reading: Gujarat Heavy Rain Alert : 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ, 8 ઇંચ સુધી વરસાદની શક્યતા
Aa
newsgujaratnewsgujarat
  • Gujarat
  • India
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
  • Lifestyle
Search
Have an existing account? Sign In
Follow US
© News Gujarat. All Rights Reserved.
newsgujarat > Blog > Gujarat > Gujarat Heavy Rain Alert : 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ, 8 ઇંચ સુધી વરસાદની શક્યતા
GujaratLatest Stories

Gujarat Heavy Rain Alert : 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ, 8 ઇંચ સુધી વરસાદની શક્યતા

newsgujarat
Last updated: 2026/07/30 at 1:53 PM
By newsgujarat Add a Comment 3 Min Read
Share
Gujarat Heavy Rain Alert
Gujarat Heavy Rain Alert : 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ, 8 ઇંચ સુધી વરસાદની શક્યતા | AI Image
SHARE

Gujarat Heavy Rain Alert : ગુજરાતમાં ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે કરેલી આગાહીના કારણે, સ્થિતિને પહોંચી વળવા, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા તમામ જિલ્લા વહીવટી તંત્રને હાઈઍલર્ટ કરી દેવાયું છે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ ઉત્તર ગુજરાતના સીમાવર્તી વિસ્તારો અને પૂર્વ-દક્ષિણ પટ્ટીના જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે.

આજે આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુરમાં ઓરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે અને આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, રસ્તાઓ પર પાણી ફરી વળવા અને સ્થાનિક નદી-નાળાઓના જળસ્તરમાં વધારો થવાની શક્યતા છે.

તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળે ભારે વરસાદની સંભાવના સાથે યલો ઍલર્ટ જાહેર, જેમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નર્મદા, તાપી,ડાંગ, નવસારી, વલસાડ અને દાદરા અને નગર હવેલીનો સમાવેશ થાય છે.

31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ

31 જુલાઈએ વરસાદની તીવ્રતા વધુ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેટલાક વિસ્તારોમાં લગભગ 8 ઇંચ સુધી વરસાદ ખાબકવાની પ્રબળ શક્યતા દર્શાવવામાં આવી છે. અમદાવાદ, વડોદરા અને સુરત સહિતના જિલ્લાઓ માટે અત્યંત ભારે વરસાદની ચેતવણી અંગે પણ અહેવાલો સામે આવ્યા છે. 

1 ઓગસ્ટે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

1 ઓગસ્ટના રોજ વરસાદની અસર ઉત્તર અને મધ્ય ગુજરાત તરફ વધુ જોવા મળી શકે છે. ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, વાવ-થરાદ, આણંદ અને ભરૂચ સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ટૂંકા સમયમાં વધુ વરસાદ પડે તો શહેરી વિસ્તારોમાં પાણી ભરાવા, અંડરપાસ બંધ થવા અને ટ્રાફિક વ્યવસ્થા પ્રભાવિત થવાની શક્યતા રહે છે.

તંત્રને પૂર અને પાણી ભરાવાની સ્થિતિ માટે તૈયાર રહેવા સૂચના

સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં 75 થી 100 ટકા વિસ્તારોમાં વરસાદની હવામાન વિભાગની આગાહી. ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા કલેક્ટર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ, ફાયર વિભાગ, પોલીસ, આરોગ્ય વિભાગ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને જરૂરી તૈયારીઓ રાખવા સૂચના આપવામાં આવી છે.

લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ

નીચાણવાળા વિસ્તારો, કોઝવે, નદીકાંઠા, અંડરપાસ અને પાણી ભરાવાની શક્યતા ધરાવતા રસ્તાઓ પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે. ફરી એકવાર મેઘરાજા ધબધબાટી બોલાવાના છે, ત્યારે તંત્ર દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે, કે કામકાજ વગર મુસાફરી અને ઘરની બહાર નીકળવાનું ટાળો. નીચાણવાળા વિસ્તારના સ્થાનિકોને સુરક્ષીત સ્થળે ખસી જવા કહેવાયું છે. અને દરિયાખેડૂઓને દરિયામાં ન ઉતરવાની કડક ચેતવણી પણ આપવામાં આવી છે.

આ પણ વાંચો : ઓગસ્ટથી ચા, કાર, ટીવી સહિત અનેક વસ્તુઓ મોંઘી થવાની શક્યતા, 6થી 8% સુધી વધી શકે ભાવ

Share This Article
Facebook Twitter Copy Link
Previous Article August 2026 Price Hike India August 2026 Price Hike India : ઓગસ્ટથી ચા, કાર, ટીવી સહિત અનેક વસ્તુઓ મોંઘી થવાની શક્યતા, 6થી 8% સુધી વધી શકે ભાવ
Next Article EPFO Auto Refund Inactive PF Account EPFO Auto Refund : હવે ક્લેમ કર્યા વગર PFના પૈસા સીધા બેંક ખાતામાં આવશે, જાણો કોને મળશે લાભ
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow US

Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe

Must Read

Harsh Sanghvi Glasgow Yoga Commonwealth Games Scotland

Harsh Sanghvi Glasgow Yoga : ગ્લાસગોમાં સ્થાનિકો અને ભારતીય સમુદાય સાથે હર્ષ સંઘવીએ કર્યો યોગાભ્યાસ

AMC Online Marriage Registration

AMC Online Marriage Registration : 1 ઓગસ્ટથી લગ્ન નોંધણી ઓનલાઈન, વર-કન્યાના ફોટાવાળું મળશે ડિજિટલ સર્ટિફિકેટ

Vegetable Price Hike Gujarat

Vegetable price hike Gujarat : વરસાદે બગાડ્યું રસોડાનું બજેટ, શાકભાજીના ભાવમાં 20થી 25%નો વધારો

Ahmedabad Riverfront

Ahmedabad Rain Alert : ભારે વરસાદની આગાહી વચ્ચે રિવરફ્રન્ટ અને કાંકરિયામાં જયા-પાર્વતી વ્રતનું રાત્રિ આયોજન મોકૂફ

Gujarat Heavy Rain

Gujarat Heavy Rain : ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, છોટા ઉદેપુરમાં સૌથી વધુ મેહમહેર, અશ્વિન નદીમાં ઘોડાપુર

- Join US -
Ad image

You Might Also Like

AMC Online Marriage Registration
Gujarat

AMC Online Marriage Registration : 1 ઓગસ્ટથી લગ્ન નોંધણી ઓનલાઈન, વર-કન્યાના ફોટાવાળું મળશે ડિજિટલ સર્ટિફિકેટ

2 Min Read
Vegetable Price Hike Gujarat
GujaratLatest Stories

Vegetable price hike Gujarat : વરસાદે બગાડ્યું રસોડાનું બજેટ, શાકભાજીના ભાવમાં 20થી 25%નો વધારો

2 Min Read
Ahmedabad Riverfront
GujaratLatest Stories

Ahmedabad Rain Alert : ભારે વરસાદની આગાહી વચ્ચે રિવરફ્રન્ટ અને કાંકરિયામાં જયા-પાર્વતી વ્રતનું રાત્રિ આયોજન મોકૂફ

2 Min Read
Gujarat Heavy Rain
GujaratLatest Stories

Gujarat Heavy Rain : ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, છોટા ઉદેપુરમાં સૌથી વધુ મેહમહેર, અશ્વિન નદીમાં ઘોડાપુર

6 Min Read
newsgujaratnewsgujarat
Follow US
News Gujarat
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • DMCA
  • Privecy Policy
  • Terms and Conditions
Welcome Back!

Sign in to your account

Lost your password?