ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ બિઝનેસ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી

Gujarat Rain Alert : અમદાવાદ સહિત 6 જિલ્લામાં રેડ એલર્ટ, આણંદ અને લીંબડીમાં પૂર જેવી સ્થિતિ

Gujarat Heavy Rain

Gujarat Rain Alert : હવામાન વિભાગે આગામી 7 ઓગસ્ટ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. તેથી રાજ્યમાં થોડા દિવસો હજુ વરસાદી માહોલ રહેશે. ત્યારે આજે 2 ઓગસ્ટના રોજ અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ- ભાવનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. થઁડરસ્ટ્રોમ સાથે ઝીરો વિઝીબીલીટની શક્યતાને પગલે સ્થિતિ વિકટ બની શકે છે.

કચ્છ, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ

તો સમગ્ર કચ્છ પંથક, ઉત્તરગુજરાત, ભરુચ, આણંદ, ખેડા, અમરેલી અને જામનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. થંડરસ્ટ્રોમની સાથે અતિભારે વરસાદ વરસશે. રાજ્યના બાકીના વિસ્તારમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

2 ઓગસ્ટ બાદ વરસાદનું જોર ઘટવાની શક્યતા 

IMD મુજબ, રાજ્યમાં 2 ઓગસ્ટ બાદ વરસાદનું જોર ઘટશે. પરંતુ 3થી 7 ઓગસ્ટ સુધીમાં રાજ્યના મોટાભાગના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. છેલ્લા 2 દિવસમાં મેઘરાજાએ જે રીતે રમઝટ બોલાવી તેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91.35% વરસાદ નોંધાયો. સૌરાષ્ટ્રમાં 48.81, મધ્ય-પૂર્વ ગુજરાતમાં 62.16, ઉત્તર ગુજરાતમાં 46.76 ટકા વરસાદ નોંધાયો. જોકે સિઝનનો સૌથી ઓછો વરસાદ નોંધાયો કચ્છમાં. કચ્છમાં માત્ર 20.67 ટકા જ વરસાદ ખાબક્યો. જોકે હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છમાં આજે વરસાદ વરસશે.

આણંદના વિરસદ ગામમાં પૂર જેવી સ્થિતિ

આણંદમાં ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરી. જેના કારણે આસપાસના તમામ ગ્રામ્યવિસ્તારમાં પણ પાણી ફરી વળ્યા. આણંદના બોરસદ તાલુકાના વિરસદ ગામમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગામનું તળાવ વરસાદના કારણે ઓવરફ્લૉ થયું છે. જેના કારણે જ્યાં જુઓ ત્યાં ગલીએ ગલીએ પાણી જ પાણી અને તેમાંથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોની મુશ્કેલીમાં થયો વધારો છે. અહીંના આશાપુરી મંદિર તરફ જતા રસ્તાઓ તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે રસ્તાનું ધોવાણ થયું છે.

લીંબડીમાં વરસાદથી જનજીવન પ્રભાવિત 

ભારે વરસાદ વરસતા લીંબડીમાં પૂરથી સ્થિતિ સર્જાતા જનજીવન પ્રભાવિત બન્યું. અહીં પરનાળા સહિત અનેક ગામો સંપર્કવિહોણા. પરનાળા ગામમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા. તો અહીંની પ્રાથમિક શાળામાં પૂરના પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદથી નળકાંઠા વિસ્તાર પાણીમાં ગરકાવ થાય છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અહીં સ્થિતિ વિકટ બની, જેના કારણે લોકોની મુશ્કેલીમાં થયો છે પારાવાર વધારો છે.

માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના 

દરિયાઈ સ્થિતિ ઉગ્ર બનતા 2 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને રાજ્યના તમામ બંદરો પર નંબર-3નું ચેતવણી સિગ્નલ પણ લગાવાયેલું છે.

આ પણ વાંચો : અદાણી ગેસે ભાવમાં રૂ.4નો વધારો કર્યો, અમદાવાદમાં નવો દર રૂ.94.02

Join WhatsApp

Join Now

Leave a Comment