ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ બિઝનેસ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી

LPG Aadhaar e-KYC : 15 ઓગસ્ટ પછી નહીં મળે ગેસ સિલિન્ડર? ફટાફટ ચેક કરો તમારું e-KYC થયું છે કે નહીં!

LPG Aadhaar e-KYC

LPG Aadhaar e-KYC : જો તમે પણ એલપીજી (LPG) ગેસનો ઉપયોગ કરો છો અને તમારા નામે એલપીજી કનેક્શન છે. તમારા માટે ખૂબ જ મહત્વના છે. દેશભરની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કેન્દ્ર સરકારના નિર્દેશ બાદ એલપીજી ગ્રાહકો માટે e-KYC પ્રક્રિયા ફરજિયાત બનાવી છે. તેથી જો તમે હજુ સુધી e-KYC કરાવ્યું નથી, તો સમયસર આ પ્રક્રિયા પૂર્ણ કરી લેવી જરૂરી બની ગઈ છે.

જો તમે હજુ સુધી e-KYC કરાવ્યું નથી, તો સમયસર આ પ્રક્રિયા પૂર્ણ કરી લેવી જરૂરી બની ગઈ છે. જો નિર્ધારિત સમયગાળામાં e-KYC પૂર્ણ નહીં કરનાર ગ્રાહકોને ભવિષ્યમાં ગેસ સિલિન્ડર બુકિંગ, ડિલિવરી તેમજ સબસિડી મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ગેસ કનેક્શનની માહિતી વધુ પારદર્શક અને પ્રમાણિત બનાવવા માટે સરકાર દ્વારા આધાર બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા e-KYC ફરજિયાત કરવામાં આવી છે. 

કોને કરાવવું પડશે e-KYC?

જે ગ્રાહકના નામે ઘરેલુ એલપીજી ગેસ કનેક્શન છે તે ગ્રાહકે આધાર આધારિત e-KYC પ્રક્રિયા કરવી ફરજીયાત છે. આ પ્રક્રિયામાં બાયોમેટ્રિક ચકાસણી અથવા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ગ્રાહકની ઓળખની પુષ્ટિ કરવામાં આવે છે.

LPG e-KYC online process
LPG e-KYC online process

LPG Aadhaar e-KYC ઘરે બેઠા કેવી રીતે કરવું ? | LPG e-KYC Online Process

તમારે ગેસ એજન્સીના ધક્કા ખાવાની પણ જરૂર નથી, તમે તમારા સ્માર્ટફોનથી જ આ કામ આસાનીથી કરી શકો છો:

  • સ્ટેપ ૧: સૌથી પહેલા તમારી ગેસ કંપનીની અધિકૃત મોબાઇલ એપ્લિકેશન (IndianOil One, BPCL, કે HP Pay) ડાઉનલોડ કરો.
  • સ્ટેપ ૨: તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અથવા ગ્રાહક નંબરની મદદથી લોગિન કરો.
  • સ્ટેપ ૩: લોગિન થયા પછી તમારી વિગતો દેખાશે. ત્યાં ‘e-KYC’ અથવા આધાર ઑથેન્ટિકેશન(Aadhaar Authentication)નો વિકલ્પ શોધીને તેના પર ક્લિક કરો.
  • સ્ટેપ ૪: હવે આગળની પ્રક્રિયા માટે તમને Aadhaar FaceRD એપ ઇન્સ્ટોલ કરવાની સૂચના મળશે.
  • સ્ટેપ ૫: આ એપ દ્વારા તમારા ચહેરાનું સ્કેનિંગ કરીને ફેસ ઓથેન્ટિકેશન પૂર્ણ કરો.

સફળ ચકાસણી બાદ તમારી e-KYC પ્રક્રિયા પૂર્ણ થઈ જશે અને તમને તેની કન્ફર્મેશન પણ મળી જશે.

ઓફલાઇન પણ ઉપલબ્ધ છે સુવિધા

જો તમને મોબાઈલ એપ વાપરવામાં મુશ્કેલી પડતી હોય અથવા તમારી પાસે સ્માર્ટફોન ન હોય, તો ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. તમારું આધાર કાર્ડ અને ગેસની પાસબુક લઈને નજીકની ગેસ એજન્સી પર જઈ શકો છો. ત્યાં એજન્સીના કર્મચારી બાયોમેટ્રિક મશીન દ્વારા તમારું e-KYC આસાનીથી પૂર્ણ કરી આપશે.

15 ઓગસ્ટ સુધીમાં પતાવી લો e-KYC

દેશભરમાં સિલિન્ડર બુકિંગ અને ડિલિવરીની ફરિયાદોને લઈને ગેસ વિતરકો અને ઓઇલ કંપનીઓએ ગ્રાહકોને અપીલ કરી છે કે તેઓ 15 ઓગસ્ટ પહેલાં પોતાનું e-KYC પૂરું કરી લે. ગેસ વિતરક શાંતનુ ચંદ્રાએ જણાવ્યું હતું કે, નિર્ધારિત સમયમર્યાદા બાદ જે ગ્રાહકોનું e-KYC પૂર્ણ નહીં હોય તેમને ગેસ સિલિન્ડર બુકિંગ દરમિયાન ટેક્નિકલ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. અને તેમની સબસિડી પણ રોકાઈ શકે છે.

LPG e-KYC Latest News
LPG e-KYC Latest News

આખરે e-KYC કેમ આટલું જરૂરી છે?

સરકારનો આ પગલું ભરવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે ખોટા નામે ચાલતા ડુપ્લિકેટ કે બોગસ કનેક્શન તરત જ પકડાઈ જશે. તેમજ સાચા અને યોગ્ય લાભાર્થીઓને જ ગેસની સબસિડી મળે અને ગેસ વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા વધારવાનું છે.

ગ્રાહકો માટે મહત્વની સલાહ

છેલ્લી તારીખની રાહ જોયા વગર આજે જ તમારું અને જો ઘરમાં એકથી વધુ કનેક્શન હોય તો તે તમામનું e-KYC પૂરું કરાવી લો. સાથે જ સરકાર દ્વારા આપવામાં આવતી તમામ સેવાઓનો લાભ પણ વિના વિક્ષેપ મળતો રહેશે. આમ કરવાથી તમે અને તમારો પરિવાર ભવિષ્યની કોઈપણ હાલાકીથી બચી શકશો.

આ પણ વાંચો : ₹2,000થી વધુના પેમેન્ટ પર લાગશે ચાર્જ? RBI ગવર્નરે આપી સ્પષ્ટતા

Join WhatsApp

Join Now

Leave a Comment