કંડલા નજીક બે મર્ચન્ટ જહાજો દરિયા કિનારા વિસ્તારમાં ટકરાયા હતા. MV KMAX EMPEROR અને MV TRUE MARINER નામના બંને જહાજ અથડાયા હતા. કંડલા પોર્ટ બહારના એન્કરેજ વિસ્તારમાં અકસ્માતનો બનાવ બન્યો હતો.
ઈન્ડિયન કોસ્ટગાર્ડે 21 ક્રૂ મેમ્બર્સને બચાવ્યા
બે માલવાહક જહાજોની ટક્કરથી જહાજમાં સવાર ક્રૂ મેમ્બર્સમાં અફરા-તફરી મચી ગઈ હતી. કોસ્ટગાર્ડે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યુ હતુ. MV KMAX EMPEROR પર સવાર કુલ 24 ક્રૂ મેમ્બરમાંથી 21ને સલામત રીતે બહાર કાઢ્યા છે. ત્રણ ક્રૂ મેમ્બર્સને જહાજના જરૂરી ઓપરેશન અને કામકાજ માટે જહાજ પર જ રાખવામાં આવ્યા છે. આ જહાજ ઈન્ડોનેશિયાથી કોલસો ભરીને આવ્યુ હતુ.
બંને જહાજના અકસ્માતનું કારણ સ્પષ્ટ નહી
કંડલા પોર્ટ નજીક દરિયા કિનારે બે માલવાહક જહાજો વચ્ચે અકસ્માતનું કારણ હજુ સુધી જાણવા મળ્યુ નથી. અકસ્માતના કારણ અને જહાજમાં નુકસાની અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.













