અભિષેકની 34 બોલમાં ધમાકેદાર સદી, ટીમ ઈન્ડિયાએ કર્યુ ક્લિન સ્વીપ

ભારત vs અફઘાનિસ્તાન T20 2026: ભારતે અફઘાનિસ્તાન સામે ત્રીજી T20 મેચમાં 127 રનની ભવ્ય જીત મેળવી અને શ્રેણી 3-0થી પોતાના નામે કરી. અભિષેક શર્માએ માત્ર 34 બોલમાં 108 રનની ધમાકેદાર સદી ફટકારી અને ‘પ્લેયર ઓફ ધ સીરિઝ’ બન્યા. મેચની સીરિઝ ક્લિન સ્વીપ કરી દીધી ટીમ ઈન્ડિયાએ.

અભિષેક શર્માનું શાનદાર પર્ફોમન્સ

દિલ્હી ખાતે રમાઈ રહેલી આ મેચમાં ભારતીય બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યુ છે. અભિષેક શર્મા તો છેલ્લી મેચમાં ચોગ્ગા અને છગ્ગા મારી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. તેમની ધમાકેદાર ઈનિંગમાં 9 ચોગ્ગા અને 11 છગ્ગા ફટકાર્યા હતા અને અફઘાન ટીમના વળતા પાણી કરી દીધા હતા. અભિષેક શર્માએ રોહિતનો રેકોર્ડ તોડી દીધો છે. રોહિતે 2017માં શ્રીલંકા સામે 35 રનમાં સદી ફટકારી હતી. અફઘાન ટીમ માત્ર 94 રનોમાં સમેટાઈ ગઈ હતી. અભિષેક શર્મા શ્રેણીમાં 229 રન બનાવી પ્લેયર ઓફ ધ સીરિઝ બન્યા છે.

અન્ય ખેલાડીઓ પણ રહ્યા લાઈમલાઈટમાં

બોલિંગમાં રવિ બિશ્નોઈ અને નીતિશ કુમાર રેડ્ડીએ ફટાફટ વિકેટો ઝડપી અને અફઘાન ટીમને ભોંય ભેગી કરી દીધી હતી. જ્યારે સંજુ સેમસને 50 રન બનાવી ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડી હતી.

ભારતે શ્રેણી પોતાને નામ કરી

દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહેલી T-20 સીરિઝની અંતિમ મેચમાં ભારતે 7 વિકેટે 221 રન બનાવ્યા હતા, અફઘાનિસ્તાનની ટીમ 222 રનનો સ્કોર ચેઝ કરી રહી હતી અને 14.1 ઓવરમાં 94 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી. અફઘાનિસ્તાનના ટોચના બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા અને લાંબી ઈનિંગ રમી ન શકતા ઝડપથી આઉટ થઈ ગયા હતા. પહેલી મેચ ભારત 7 વિકેટથી જીત્યુ, બીજી મેચ પણ 7 વિકેટથી જીત્યુ ભારત.

Join WhatsApp

Join Now

Leave a Comment