ODI વર્લ્ડ કપ 2027 ના શૅડ્યુલની જાહેરાત, 2 ઑક્ટોબર 2027 થી શરૂ થશે મુકાબલો

ICC એ વર્ષ 2027 માટે વિશ્વ કપના શૅડ્યુલની જાહેરાત કરી છે. સાઉથ આફ્રિકાના કેપટાઉનથી આ મહામુકાબલાઓનો આરંભ થશે. 2 ઑક્ટોબરથી શરૂ થઈ રહેલી મેચની ફાઈનલ રમત 21 નવેમ્બરે યોજાશે. 10 ઑક્ટોબરે જોહાનિસબર્ગમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થશે મુકાબલો. દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયાના 12 સ્થળો પર 57 મેચનું આયોજન કરવામાં આવ્યુ છે.

મેગા ઈવેન્ટ દ્વારા શૅડ્યુલ લૉન્ચ કરાયુ

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ICC એ વન-ડે વર્લ્ડ કપ 2027 ના શૅડ્યુલની જાહેરાત કરી દીધી છે. શૅડ્યુલ લૉન્ચનું આયોજન સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં જાઈટ્સ મ્યુઝિયમ ઓફ કન્ટેમ્પરરી આર્ટ આફ્રિકામાં થયુ. વન-ડે મુકાબલાઓ 3 દેશના 12 સ્થળોએ રમાશે. દક્ષિણ આફ્રિકાના 8, ઝિમ્બાબ્વેના 3 અને નામીબીયાના 1 વેન્યુ પર મેચો રમાડવામાં આવશે.

https://www.instagram.com/p/Dd5_fTwEhEb/?utm_source=ig_web_button_share_sheet

ભારતીય ટીમ પહેલી મેચ ઑસ્ટ્રેલિયા સામે 7 ઓક્ટોબરે રમશે. ભારત-પાકિસ્તાન વચ્ચે જોહાનિસબર્ગમાં 10 ઓક્ટોબરે મહામુકાબલો થશે. 14 ઓક્ટોબરે અફઘાનિસ્તાન સામે રમશે ભારતીય ટીમ અને 17 ઓક્ટોબરે ક્વોલિફાય-A થી આવેલી ટીમ સામે રમશે ભારતની ટીમ અને 24 ઓક્ટોબરે ઝિમ્બાબ્વે સામે થશે ભારતીય ટીમનો મુકાબલો.  

વર્લ્ડ કપ માટે ટીમોને બે ગૃપમાં વહેંચવામાં આવી

2027 વર્લ્ડ કપનું ફોર્મેટ ખૂબ જ અલગ છે. શરૂઆતમાં જ બે ટીમો બહાર થઈ જશે. આ પછી 12 ટીમો વચ્ચે ટ્રોફી માટે જંગ જામશે. આ 12 ટીમોને બે ગ્રૂપમાં વહેંચવામાં આવી છે.

ગૃપ-A
અફઘાનિસ્તાન ઓસ્ટ્રેલિયા, ભારત, પાકિસ્તાન, ઝિમ્બાબ્વે અને ક્વોલિફાયર-A છે.

ગૃપ-B
બાંગ્લાદેશ, ઇંગ્લૅન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, ન્યુઝીલૅન્ડ અને ક્વોલિફાયર-B છે.

ભારત સહિત 10 ટીમોએ કર્યુ ક્વોલિફાય

અત્યાર સુધી ICC 2027 વનડે વર્લ્ડ કપ માટે કુલ 10 ટીમોએ ક્વોલિફાય કર્યું છે. વેસ્ટ ઈન્ડીઝ તેમાં સામેલ નથી. ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લૅન્ડ, ન્યુઝીલૅન્ડ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાને ICCની વનડે રેન્કિંગના આધારે સીધું ક્વોલિફાય કર્યું છે. યજમાન દેશ હોવાના કારણે દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વેને ટૂર્નામેન્ટમાં ડાયરેક્ટ એન્ટ્રી મળી છે. નામીબીયા પણ સહ-યજમાન છે, પરંતુ ICCનું પૂર્ણ સભ્ય ન હોવાને કારણે તેને સીધી એન્ટ્રી મળી નથી. જ્યારે બાકીની ચાર ટીમો ક્વોલિફાયર રાઉન્ડ રમીને આવશે. વેસ્ટ ઈન્ડીઝ પણ ક્વોલિફાયર રાઉન્ડ રમશે.

2023 ના વર્લ્ડ કપમાં ભારતની હાર

વર્ષ 2023 માં મેજર અપસેટ સર્જાયો હતો. તમામ મેચ જીતેલી ભારતીય ટીમ એકમાત્ર ફાઈનલ મેચ હારી હતી. એ સમયે ભારતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો અને ઓસ્ટ્રેલિયન ટીમે છઠ્ઠી વખત વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો. અગાઉ વર્ષ 2003માં સાઉથ આફ્રિકામાં પણ ભારતે ઓસ્ટ્રેલિયા સામે પરાજયનો સામનો કરવાનો વારો આવ્યો હતો, એ સમયે ભારતના કૅપ્ટન સૌરવ ગાંગુલી હતા.

Join WhatsApp

Join Now

Leave a Comment