ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી એસ્ટ્રોલોજી

શેલા-ઘુમા બાદ હવે ચાંદખેડામાં દીપડો દેખાયો હોવાનો દાવો

ahmedabad-claims-of-being-seen-roaming-in-jhundal-after-shela-ghuma

Leopard In Ahmedabad Latest News : અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી દીપડાની હાજરીથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. પહેલા ઘુમા અને શેલા વિસ્તારમાં દીપડો દેખાયો હતો ત્યાં હવે ચાંદખેડા-ઝુંડાલ વિસ્તારમાંથી આવેલા નવા દાવાઓએ આખા શહેરની ઊંઘ હરામ કરી દીધી છે.

19મી જુલાઈએ ઘુમાની સોસાયટીમાં ઘૂસ્યો હતો દીપડો

19મી જુલાઈની મોડી રાત્રે અમદાવાદના ઘુમામાં દીપડા દેખાયો હતો. જ્યાં શરણદીપ સોસાયટીના એક બંગલાની દીવાલ કૂદીને દીપડો અંદર ઘૂસ્યો હતો. આ ઘટના બાદ ઘુમા, શેલા અને બોપલના સ્થાનિકોમાં ભારે ડરનો માહોલ જોવા મળ્યો હતો.

26 કિલોમીટર દૂર ચાંદખેડામાં દીપડાની એન્ટ્રી?

હવે ગઈકાલે(20મી જુલાઈ) રાત્રે ઝુંડાલથી ચાંદખેડા જતા રોડ પર, માધવ હોમ્સની બરાબર સામે દીપડો જોવા મળ્યો હોવાની તસવીરો અને મેસેજ સોશિયલ મીડિયા વાયરલ થઇ રહ્યા છે. આ સમાચાર બાદ વન વિભાગ અને પોલીસ તંત્રની એલર્ટ મોડમાં આવી ગયા છે.

હવે સૌથી મોટો સવાલ એ છે કે, આ એ જ દીપડો છે કે પછી શહેરમાં અન્ય કોઈ દીપડો પણ ઘૂસી આવ્યો છે. તેને લઈને વિવિધ અટકળો ચાલી રહી છે. અમદાવાદ જેવા ગીચ શહેરમાં આખરે કેટલા દીપડા મુક્તપણે ફરી રહ્યા છે તે અંગે વનવિભાગે વહેલી તકે સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ તેવી માગણી સ્થાનિકો કરી રહ્યા છે.

આ પણ વાંચો : ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ, 26 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી

Join WhatsApp

Join Now

Leave a Comment