પેરિસ ફેશન વીકમાં છવાઈ એશ્વર્યા રાય બચ્ચન

Aishwarya Rai Crown Ramp Walk: વિશ્વસુંદરી એશ્વર્યા રાય બચ્ચન આ વર્ષે પેરિસ ફેશન વીકમાં છવાઈ ગઈ છે. કેન્ડલ જેનર સાથે રેમ્પ વોક કરીને એશ્વર્યાએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. રેમ્પ વોકની તસવીર અને વીડિયો વાયરલ થયા બાદ ઈન્ટરનેટ પર રાતોરાત છવાઈ ગઈ છે.

ગ્લોબલ સ્ટાર એશ્વર્યા રાય પેરિસ ફેશન વીકમાં રેમ્પ વોક કરી ઈન્ટરનેટ પર તાત્કાલિક સેન્સેશન બની ગઈ છે. બ્લેક ગાઉનમાં માથા પર ક્રાઉન પહેરીને એશ્વર્યા અત્યંત સુંદર લાગી રહી છે. એશ્વર્યાએ કેન્ડલ જેનર, સેલીન ડિયોન, ઈવા લોંગોરિયા, સિમોન અશ્લી, વિયોલા ડેવિસ અને જેન ફોન્ડા જેવી ગ્લોબલ હસ્તિઓ સાથે રેમ્પ વોક કર્યુ હતુ.

L’Oreal Paris તરફથી એશ્વર્યાએ પ્રતિનિધિત્વ કર્યુ હતુ એશ્વર્યા એ Le Defile માં રેમ્પ વોક કર્યુ હતુ, જેની થીમ Walk Your Worth હતી. જેનો ઉદ્દેશ્ય આત્મવિશ્વાસ, વિવિધતા અને મહિલાઓ વચ્ચે એકજૂટતા અને સમાનતા વધારવાનો છે.

રેમ્પ વોક માટે એશ્વર્યા રાયે Yara Shoemaker દ્વારા ડિઝાઈન કરેલ ડ્રામેટિક બ્લેક વેલવેટનું ગાઉન પહેર્યુ હતુ. આ લુક સાથે એશ્વર્યાએ ક્રાઉન પણ પહેર્યુ હતુ, જેનાથી તેને રૉયલ લુક મળી રહ્યો હતો. ફેન્સ એશ્વર્યાની વાયરલ તસ્વીરો પર One and Only One Queen તથા અન્ય એક યુઝરે કમેન્ટ કરી હતી કે આટલા વર્ષો બાદ પણ સ્ટેજ પર આપનો જાદુ યથાવત છે. સુંદરતા, આત્મવિશ્વાસ અને ગ્રેસને કોઈ છીનવી નહી શકે.

એશ્વર્યા રાય 2019 થી પેરિસ ફેશન વીકમાં રેમ્પ વોક કરતી આવી છે. વર્ષ 2003 માં લૉરિયલ પેરિસની ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર બની હતી.

Join WhatsApp

Join Now

Leave a Comment