સદીના મહાનાયક અમિતાભ બચ્ચન કૌન બનેગા કરોડપતિ 18 સેટના પર લપસી પડતા ઘૂંટણમાં ગંભીર ઈજા પહોંચી હતી. અમિતભ બચ્ચનને ઉભા રહેવામાં સમસ્યા છતાંય શુટિંગ ન અટકાવ્યુ. અમિતાભ બચ્ચનના ડાબા ઘૂંટણમાં ઈજા પહોંચી હતી. KBC ના સેટ પર આ ઘટના બનતા દર્શકો ચિંતિત બન્યા હતા, પરંતુ અમિતાભ બચ્ચને સમસ્યા ગંભીર ન હોવાનું જણાવી શો ચાલુ રાખ્યો હતો અને કામ પ્રત્યે નિષ્ઠા દર્શાવી હતી.
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને ‘કૌન બનેગા કરોડપતિ 18’ ના નવા એપિસોડની શરૂઆત એક અલગ અંદાજમાં કરી. હંમેશાની જેમ જોશ સાથે સ્ટેજ પર એન્ટ્રી લેવા અને ઊભા રહીને મોનોલોગ આપવાને બદલે અમિતાભ બચ્ચન આ વખતે બેસીને દર્શકો સાથે વાતચીત કરતા નજર આવ્યા. તેમણે ખુલાસો કર્યો કે, ‘ગઈ કાલે શૂટિંગ દરમિયાન હું લપસી પડ્યો હતો, જેના કારણે મારા ડાબા ઘૂંટણમાં ઈજા થઈ હતી.’ જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે ઈજા ગંભીર નથી.
અમિતાભ બચ્ચનના ઘૂંટણમાં ઈજા થવાની વાત સાંભળીને સ્ટુડિયોમાં હાજર દર્શકો થોડા ચિંતિત થઈ ગયા. જોકે, બિગ બીએ તરત જ તેમને ભરોસો અપાવ્યો કે ઈજા ગંભીર નથી. તેમણે જણાવ્યું કે ચેલેન્જર્સને હોસ્ટ કરતી વખતે તેઓ ઊભા રહેશે, પરંતુ શરૂઆતના મોનોલોગ દરમિયાન બેસવાનું પસંદ કરશે કારણ કે તેમને ઊભા થવામાં થોડી તકલીફ થઈ રહી હતી. આ પછી દર્શકોએ અમિતાભ બચ્ચન ઝડપથી સાજા થઈ જાય તેવી કામના કરી. ઈજા છતાં તેમણે શોનું શૂટિંગ ચાલુ રાખ્યું અને દર્શકો સાથે વાતચીત કરતા એપિસોડને આગળ વધાર્યો.
વર્કફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન પાસે ઘણા પ્રોજેક્ટ્સ છે. તેઓ ટૂંક સમયમાં રિભુ દાસગુપ્તાના નિર્દેશનમાં બનેલી કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ ‘સેક્શન 84’ માં જોવા મળશે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે ડાયના પેંટી, નિમ્રત કૌર અને અભિષેક બેનર્જી પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મ હાલમાં પોસ્ટ-પ્રોડક્શન સ્ટેજમાં છે.













