By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
newsgujaratnewsgujarat
Aa
  • Home
  • Gujarat
    • Ahmedabad
  • India
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
  • Lifestyle
Reading: વાસદ બાળકી કેસ : પોલીસ પર હુમલા બાદ ફાયરિંગમાં આરોપી સુરેશ પરમારનું મોત
Aa
newsgujaratnewsgujarat
  • Gujarat
  • India
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
  • Lifestyle
Search
Have an existing account? Sign In
Follow US
© News Gujarat. All Rights Reserved.
newsgujarat > Blog > Gujarat > વાસદ બાળકી કેસ : પોલીસ પર હુમલા બાદ ફાયરિંગમાં આરોપી સુરેશ પરમારનું મોત
GujaratLatest Stories

વાસદ બાળકી કેસ : પોલીસ પર હુમલા બાદ ફાયરિંગમાં આરોપી સુરેશ પરમારનું મોત

newsgujarat
Last updated: 2026/07/20 at 5:51 PM
By newsgujarat Add a Comment 3 Min Read
Share
anand-vasad-child-case-accused-suresh-parmar-dies-police-firing
Anand Vasad Child Case Accused Suresh Parmar Dies Police Encounter
SHARE

આણંદ જિલ્લાના વાસદમાં ચાર વર્ષની બાળકીના અપહરણ અને મોતની ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. આ જઘન્ય ગુનાના કેસમાં ઝડપાયેલા મુખ્ય આરોપી સુરેશ પરમારનું પોલીસ એન્કાઉન્ટરમાં મોટ થયું છે. આરોપી સુરેશ પરમારને ધરપકડ બાદ વાસદ લાવતી વખતે આરોપીએ કસ્ટડી દરમિયાન બે પોલીસકર્મીઓ પર ચપ્પુથી હુમલો કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના સમજાવવા છતાં પણ ન માનતા પોલીસે નાછૂટકે ફાયરિંગ કરવું પડ્યું હતું. જ્યાં કરમસદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આરોપીનું મોત થયું હતું. આ હુમલામાં ઘાયલ થયેલા બે પોલીસે જવાનોની સારવાર ચાલી રહી છે.

બાળકીનું અપહરણ કરીને આચર્યું જઘન્ય કૃત્ય

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી સુરેશ પરમારે વાસદ રેલવે સ્ટેશનની ટિકિટ બારી પાસેથી 4 વર્ષની બાળકીનું અપહરણ કર્યું હતું. બાદમાં બાળકી પર દુષ્કર્મ આચરી તેની કરપીણ હત્યા કરી હતી અને પુરાવા નષ્ટ થઇ જાય એના માટે  મૃતદેહને રેલવે ટ્રેક પર ફેંકી દીધો હતો. બાદમાં ટ્રેન નીચે કચડાઈ જતાં બાળકીનું કરુણ મોત થયું હતું. ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. આ સમગ્ર ઘટનાએ આણંદ સહિત સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું.

બાળકીના અપહરણ બાદ તપાસમાં જોડાઈ અનેક ટીમો

અહેવાલો પ્રમાણે, વાસદ રેલવે સ્ટેશન નજીકથી બાળકી ગુમ થયા બાદ પરિવાર અને પોલીસે શોધખોળ શરૂ કરી હતી. બીજા દિવસે રેલવે ટ્રેક નજીકથી બાળકી મળી આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રેલવે પોલીસ, આણંદ જિલ્લા પોલીસ, LCB, SOG અને વાસદ પોલીસ સહિત અનેક ટીમોને તપાસમાં જોડવામાં આવી હતી. CCTV ફૂટેજમાં એક શંકાસ્પદ વ્યક્તિ બાળકીને લઈ જતો દેખાયા બાદ તપાસ સુરેશ પરમાર સુધી પહોંચી હતી.

તપાસ દરમિયાન સુરેશ પરમારની ધરપકડ કરી વાસદ લાવવામાં આવી રહ્યો હતો ત્યારે ઊલટી થવાનું બહાનું કાઢી કંટારિયા-આસોદર વચ્ચે તેણે વાહન ઉભું રખાવ્યું હતું. નીચે ઉતરતા જ આરોપી ચાકુ કાઢીને રાજવીરસિંહ અને મહિપાલસિંહ નામના બે પોલીસ જવાનો પર હુમલો કર્યો હતો. અને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. આ હુમલામાં બંને જવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

પોલીસનો દાવો છે કે PSI રાણાએ આરોપીને રોકાઈ જવા અને આત્મસમર્પણ કરવા માટે વારંવાર ચેતવણી આપી હતી. તેમ છતાં આરોપી ન અટકતાં સ્વબચાવમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. બે ગોળી વાગવાથી ગંભીર રીતે ઘાયલ થયેલા સુરેશ પરમારને કરમસદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

અગાઉ પણ બે વખત બળાત્કારના ગુનામાં સંડોવાયો

તપાસ દરમિયાન બહાર આવ્યું કે આરોપી સુરેશ પરમાર વિકૃત માનસિકતા ધરાવતો હતો અને અગાઉ પણ તેના પર દુષ્કર્મના ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા. અગાઉના કેસોમાં તે જામીન પર છૂટીને બહાર આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે.

પ્રાથમિક માહિતી અનુસાર સુરેશ પરમાર સામે અગાઉ બે વખત બળાત્કારના ગુના નોંધાઈ ચૂક્યા હતા. તેમાં એક કેસમાં તેણે વૃદ્ધા સાથે પણ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો : અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ: બે આરોપીના 27 જુલાઈ સુધી રિમાન્ડ, મૃત્યુઆંક 10

Share This Article
Facebook Twitter Copy Link
Previous Article ahmedabad-ramol-firecracker-factory-blast-accused-remand-Death અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ: બે આરોપીના 27 જુલાઈ સુધી રિમાન્ડ, મૃત્યુઆંક 10
Next Article 72nd-national-film-awards-2026 72nd National Film Awards : ગુજરાતીઓ માટે ગર્વની ક્ષણ, ફિલ્મ ‘મારણ (ધ હન્ટ)’ ને મળ્યો બેસ્ટ ગુજરાતી ફિલ્મનો નેશનલ એવોર્ડ
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow US

Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe

Must Read

Harsh Sanghvi Glasgow Yoga Commonwealth Games Scotland

Harsh Sanghvi Glasgow Yoga : ગ્લાસગોમાં સ્થાનિકો અને ભારતીય સમુદાય સાથે હર્ષ સંઘવીએ કર્યો યોગાભ્યાસ

AMC Online Marriage Registration

AMC Online Marriage Registration : 1 ઓગસ્ટથી લગ્ન નોંધણી ઓનલાઈન, વર-કન્યાના ફોટાવાળું મળશે ડિજિટલ સર્ટિફિકેટ

Vegetable Price Hike Gujarat

Vegetable price hike Gujarat : વરસાદે બગાડ્યું રસોડાનું બજેટ, શાકભાજીના ભાવમાં 20થી 25%નો વધારો

Ahmedabad Riverfront

Ahmedabad Rain Alert : ભારે વરસાદની આગાહી વચ્ચે રિવરફ્રન્ટ અને કાંકરિયામાં જયા-પાર્વતી વ્રતનું રાત્રિ આયોજન મોકૂફ

Gujarat Heavy Rain

Gujarat Heavy Rain : ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, છોટા ઉદેપુરમાં સૌથી વધુ મેહમહેર, અશ્વિન નદીમાં ઘોડાપુર

- Join US -
Ad image

You Might Also Like

AMC Online Marriage Registration
Gujarat

AMC Online Marriage Registration : 1 ઓગસ્ટથી લગ્ન નોંધણી ઓનલાઈન, વર-કન્યાના ફોટાવાળું મળશે ડિજિટલ સર્ટિફિકેટ

2 Min Read
Vegetable Price Hike Gujarat
GujaratLatest Stories

Vegetable price hike Gujarat : વરસાદે બગાડ્યું રસોડાનું બજેટ, શાકભાજીના ભાવમાં 20થી 25%નો વધારો

2 Min Read
Ahmedabad Riverfront
GujaratLatest Stories

Ahmedabad Rain Alert : ભારે વરસાદની આગાહી વચ્ચે રિવરફ્રન્ટ અને કાંકરિયામાં જયા-પાર્વતી વ્રતનું રાત્રિ આયોજન મોકૂફ

2 Min Read
Gujarat Heavy Rain
GujaratLatest Stories

Gujarat Heavy Rain : ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, છોટા ઉદેપુરમાં સૌથી વધુ મેહમહેર, અશ્વિન નદીમાં ઘોડાપુર

6 Min Read
newsgujaratnewsgujarat
Follow US
News Gujarat
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • DMCA
  • Privecy Policy
  • Terms and Conditions
Welcome Back!

Sign in to your account

Lost your password?