ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી એસ્ટ્રોલોજી

અનંત અંબાણી તિરૂપતિ બાલાજીના શરણે, દર્શન બાદ 27.5 કરોડની મોંઘી ભેટ આપી

anant-ambani-tirupati-balaji-donation-25-electric-buses

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ તિરૂમલા સ્થિત પ્રસિદ્ધ તિરૂપતિ બાલાજી મંદિરે દર્શન કર્યા. રવિવારે વહેલી સવારે તેમણે મંદિરમાં સુપ્રભાત સેવા દરમિયાન ભગવાન વેંકટેશ્વરના દર્શન કર્યા અને પરંપરા મુજબ પૂજા-અર્ચના કરી.

દર્શન બાદ અનંત અંબાણીએ તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ માટે એક મોટી જાહેરાત કરી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તરફથી શ્રદ્ધાળુઓની સુવિધા માટે 25 હાઇટેક ઇલેક્ટ્રિક બસો દાનમાં આપવામાં આવશે. આ બસોની કિંમત અંદાજે 27.5 કરોડ રૂપિયા હોવાનું જણાવાયું છે.

અંબાણી પરિવારની આ પહેલને માત્ર દાન તરીકે નહીં, પરંતુ શ્રદ્ધાળુઓની સેવા અને પર્યાવરણ સંરક્ષણ તરફના મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહી છે. તિરૂપતિમાં દરરોજ હજારો ભક્તો દર્શન માટે પહોંચે છે, ત્યારે ઇલેક્ટ્રિક બસોથી યાત્રાળુઓને વધુ સારી પરિવહન સુવિધા મળશે અને પ્રદૂષણમાં પણ ઘટાડો થશે.

મહત્વની વાત એ છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બસો આપીને જ અટકશે નહીં. આ બસો ચલાવવા માટે જરૂરી 50 ડ્રાઇવરોના પગાર અને ભથ્થાનો ખર્ચ પણ કંપની પોતે જ ઉઠાવશે. સાથે સાથે ઇલેક્ટ્રિક બસો માટે જરૂરી EV ચાર્જિંગ સુવિધા ઉભી કરવામાં પણ સહાય કરવામાં આવશે.

તિરૂપતિ દર્શન દરમિયાન અનંત અંબાણીએ પરંપરા મુજબ મુંડન પણ કરાવ્યું હતું. આ પ્રસંગે તેમણે શ્રદ્ધા અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને મહત્વ આપતા કહ્યું કે ધન-સંપત્તિ કરતાં મૂલ્યો અને શ્રદ્ધા વધુ મહાન છે. તેમના આ શબ્દોએ દર્શાવ્યું કે અંબાણી પરિવાર માટે આધ્યાત્મિકતા અને સેવા બંને મહત્વ ધરાવે છે.

અનંત અંબાણીની આ જાહેરાત બાદ ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તિરૂપતિ જેવા વિશ્વપ્રસિદ્ધ ધાર્મિક સ્થળે ઇલેક્ટ્રિક બસોની સુવિધા શરૂ થવાથી યાત્રાળુઓને સરળતા મળશે અને મંદિર વિસ્તાર વધુ ગ્રીન ટ્રાન્સપોર્ટ તરફ આગળ વધશે.

Join WhatsApp

Join Now

Leave a Comment