ટેક્સી સેવા ક્ષેત્રે અત્યાર સુધી ઓલા(OLA), ઉબેર(UBER) અને રેપિડો(REPIDO) જેવી ખાનગી કંપનીઓનું એકહથ્થુ શાસન રહ્યું છે, પરંતુ હવે સરકાર એક એવું મોડેલ(Govt Taxi Mode) લાવી રહી છે જે આખી ગેમ બદલી નાખશે. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ભારત ટેક્ષી (Bharat Taxi) પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોને સસ્તી ટેક્ષી સેવા આપવાનો અને ડ્રાઈવરોને શોષણમુક્ત કરવાનો છે.
શા માટે જરૂર પડી ભારત ટેક્ષી (Bharat Taxi)ની?
હાલમાં ઓલા-ઉબેર જેવી કંપનીઓ ડ્રાઈવરો પાસેથી 20 થી 30 ટકા જેટલું મોટું ટેક્ષી ડ્રાઈવર કમિશન વસૂલે છે, જેનો સીધો માર ડ્રાઈવરો અને મુસાફરો બંનેને પડે છે. આ મોટી કંપનીઓની મનમાની અને વધતા પીક અવર્સ ચાર્જથી સામાન્ય માણસ પરેશાન છે. આ સમસ્યાના ઉકેલ તરીકે સરકાર ભારત ટેક્ષીનું ઓપન માર્કેટ મોડેલ લઈને આવી છે.
સરકારનું ટેક્ષી મોડેલ મોડેલની ખાસિયતો:
- ફ્લેટ ટેક્સ સ્ટ્રક્ચર: અત્યાર સુધી ડ્રાઈવરોને અલગ-અલગ રાજ્યની બોર્ડર પર ટેક્સ ચૂકવવો પડતો હતો. હવે, ઓપરેટરે વર્ષનો એક જ ફિક્સ ટેક્સ ચૂકવવાનો રહેશે, ત્યારબાદ ગમે તે રાજ્યમાં ટેક્સી દોડાવી શકાશે. કોઈ વધારાનો બોર્ડર ટેક્સ નહીં હોય.
- ફિક્સ ભાડાના નિયમો: વરસાદ કે ટ્રાફિકના સમયે મનસ્વી રીતે વધતા સર્જ પ્રાઇસિંગ(પીક અવર્સ ચાર્જ) પર લગામ લાગશે. સરકારે નક્કી કરેલા વ્યાજબી દરો પર જ મુસાફરોને સવારી મળશે.
- ડ્રાઈવરોની સીધી કમાણી: આ પ્લેટફોર્મ પર કંપનીઓનું કમિશન નહીં હોય, તેથી ડ્રાઈવરોની મહેનતની કમાણી સીધી તેમના બેંક ખાતામાં જશે.
- તંદુરસ્ત સ્પર્ધા: આ મોડેલથી માર્કેટમાં તંદુરસ્ત સ્પર્ધા જાગશે, જેનાથી પ્રાઈવેટ કંપનીઓએ પણ તેમના ભાવ ઘટાડવા અને સર્વિસ સુધારવા મજબૂર થવું પડશે.
આત્મનિર્ભર ભારત તરફ ડગલું
‘ભારત ટેક્ષી’ માત્ર એક ટેક્સી સેવા નથી, પરંતુ તે મોટી કંપનીઓની મોનોપોલી તોડીને સ્થાનિક ટેક્સી ઓપરેટરોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક મોટું કદમ છે. આ મોડેલ લાગુ થવાથી મધ્યમવર્ગીય પરિવારો હવે બજેટમાં ટેક્સી દ્વારા મુસાફરી કરવાનું પ્લાનિંગ કરી શકશે.
આ પણ વાંચો : ઈક્વાડોરે જર્મનીને 2-1થી હરાવ્યું, રાષ્ટ્રપતિએ રાષ્ટ્રીય રજા જાહેર કરી

