Inclusive Spirit Bollywood Festivals: ગણેશોત્સવ દરમિયાન ધર્મની દિવાલો તૂટી જાય છે. લોકો વિઘ્નહર્તાના ભક્તિસાગરમાં ખોવાઈ જાય છે. બોલીવુડ પણ એમાંથી બાકાત નથી. ઘણા એવા સ્ટાર્સ છે જે હિન્દુ ન હોવા છતાં પણ મનાવે છે ગણેશોત્સવ. ગણપતિદાદાની સુંદર પ્રતિમા ઘરે બિરાજમાન કરી પૂજા-અર્ચના પણ કરે છે. ખાન્સથી લઈને અનેક બોલીવુડ સ્ટાર્સ કરે છે ભક્તિભાવપૂર્વક બાપ્પાની સેવા
કિંગખાનને ભગવાન ગણેશમાં અતૂટ શ્રદ્ધા
બોલીવુડના કિંગ શાહરુખ ખાન(Shah Rukh Khan Ganesh Chaturthi) દરેક તહેવાર ઉત્સાહપૂર્વક મનાવે છે. એ દિવાળી હોય કે હોળી કે ગણેશોત્સવ. અભિનેતા પરિવાર અને મિત્રો સાથે તહેવારની ઉજવણી કરે છે. ભગવાન ગણેશમાં અતૂટ શ્રદ્ધા રાખે છે શાહરુખ ખાન. ઘણી વખત પરિવાર સાથે સિદ્ધિવિનાયકના દર્શને જાય છે કિંગ ખાન. શાહરુખ ખાન વેશ બદલીને કટરા વૈષ્ણવ દેવી માંના દરબારમાં પણ ગયા હતા.
દર વર્ષે સલમાન ખાન મનાવે છે ગણેશોત્સવ
બોલીવુડના દબંગ સ્ટાર સલમાન ખાન(Salman Khan Ganpati Aarti) ભગવાન ગણેશના મોટા ભક્ત છે. ભાઈ સોહેલ અને બહેન અર્પિતા સાથે દર વર્ષે ઘરે ગણપતિદાદાની પ્રતિમા બિરાજમાન કરે છે. શ્રદ્ધા પૂર્વક પરિવાર સાથે ભગવાન ગણેશની પૂજા અને આરતી કરે છે. તેમજ તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. અંબાણી પરિવારમાં થતા ગણેશોત્સવમાં પણ ભાગ લે છે સલમાન ખાન. વિસર્જન દરમિયાન ઢોલના તાલે ખાન પરિવાર બાપ્પાને વિદાય આપે છે.
સારા અલી ખાન છે મહાદેવની ભક્ત
સૈફ અલી ખાન અને અમૃતા સિંઘની દીકરી સારા અલી ખાન(Sara Ali Khan Ganesh Pooja) પણ ધર્મોના બંધનમાં વિશ્વાસ રાખતી નથી. ભોળેનાથ ભગવાન શંકરની બહુ મોટી ભક્ત છે, સારા અલી ખાન ક્યારેક મિત્ર સાથે કેદારનાથમાં દ્રશ્યમાન થાય છે, તો ક્યારેક ઉજ્જૈન મંદિરમાં. હોળી અને દિવાળી જેવા મોટા તહેવાર મનાવતી જોવા મળે છે. ગણેશોત્સવમાં પણ સારા અળી ખાન ઉત્સાહથી ભાગ લે છે.
સૈફ બંને બાળકો અને પરિવાર સાથે મનાવે છે દરેક તહેવાર
બોલીવુડનું પટૌડી પરિવાર પણ ગણેશોત્સવની ઉજવણીથી બાકાત નથી. કરીના કપૂર અને સૈફ અલી ખાન(Saif Ali Khan Kareena Kapoor Ganpati) તેમના બંને દિકરાઓ તૈમૂર અને જેહ સાથે ઘરે ગણેશોત્સવ મનાવે છે. પરિવાર સાથે મળીને માટીના ગણપતિ ઘરે જ બનાવે છે અને પૂજા કરી ઘરમાં જ વિસર્જન કરે છે. બાળકોને દરેક તહેવારનું મહત્વ સમજાય તેમનું સન્માન કરે તે ખૂબ જરૂરી છે, તેવુ સૈફનું માનવુ છે.














