શું છે સ્લિપર હિટ મુવીઝ ?  કેમ થાય છે આટલી સફળ ?

Underrated blockbuster films: ફિલ્મ જગતની દુનિયામાં ક્યારેક મોટા સ્ટાર્સ પણ ફ્લોપ જતા હોય છે અને ક્યારેક સાવ અમથા બજેટમાં બનેલી ફિલ્મો પણ હિટ જતી હોય છે. જેમ કે તાજેતરમાં આવેલી બિગબજેટ ફિલ્મ ટૉક્સિકની વાત કરીએ તો ટ્રેલર, ફર્સ્ટ લુક અને સોંગ્સ બાદ ફિલ્મ રીલિઝ કરવામાં આવી, પરંતુ ફિલ્મ ધારી સફળતા મેળવી શકી નહી, અને થિયેટરોમાંથી ગાયબ પણ થઈ ગઈ. જ્યારે તેની સામે ટૉક્સિક બાદ રીલિઝ કરવામાં આવેલી હનુમાન અંશ ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ 7 ઑગસ્ટે રીલિઝ કરવામાં આવી હતી. અને ફિલ્મ હજુ સુધી થિયેટરોમાં ચાલી રહી છે અને આ ફિલ્મના થિયેટરો પણ હાઉસફૂલ જઈ રહ્યા છે. અત્યાર સુધી ફિલ્મે 400 કરોડનો આંક પાર કરી લીધો છે.

શું હોય છે સ્લિપર હિટ ફિલ્મો ?

સ્લિપર હિટ ફિલ્મો એ હોય છે, જે ઓછા બજેટમાં બનેલી હોય છે અને બોક્સઓફિસ પર ધૂમ મચાવે છે. જેમનું પ્રમોશન પણ વધારે કરવામાં નથી આવતુ. કોઈ જ શોરબકોર વગર ફિલ્મને રીલિઝ કરી દેવામાં આવે છે. અને ફિલ્મ તેની ધીમી શરૂઆત બાદ સફળતાની સીડી ચઢવાનું શરૂ કરે છે. બજેટ ઓછુ હોવુ જરૂરી નથી, ફિલ્મ તેની ધીમી શરૂઆત બાદ માઉથ પબ્લિસિટીના કારણે ફિલ્મ એક બાદ એક સફળતાના શિખરો સર કરે છે. અને લાંબા સમય સુધી સિનેમાઘરોમાં પણ જોવા મળે છે. આ પ્રકારની ફિલ્મો સ્લિપર હિટ ફિલ્મ ગણાય છે.

ફિલ્મોની ક્રોનોલોજી શું હોય છે ?

સામાન્ય રીતે શુક્રવારે રીલિઝ થતી ફિલ્મ મહત્તમ કમાણી પહેલા દિવસે અને પહેલા વિકેન્ડ દરમિયાન કરે છે. 30 થી 40 ટકા કમાણીનો હિસ્સો આ દરમિયાન નીકળી જાય છે. બીજા-ત્રીજા વિકેન્ડ પછી ફિલ્મની કમાણી ધીમે-ધીમે ઘટતી જાય છે. જો કોઈ ફિલ્મ ખૂબ સારી હોય તો તે 50 દિવસ અથવા બે માસ સુધી સિનેમાઘરોમાં રહે છે. એટલે કે આવી ફિલ્મોનો ખેલ માત્ર 5-6 સપ્તાહ સુધીનો જ હોય છે. જ્યારે સ્લિપર ફિલ્મોમાં આવુ નથી હોતુ, ઘણા દિવસો સુધી ફિલ્મ જોવા માટે એકાદ દર્શકોનું ઝુંડ જ આવતુ હોય છે, પરંતુ 3-4 સપ્તાહ જાય એટલે અચાનક ફિલ્મના શૉ હાઉસફુલ જવા લાગે છે અને ફિલ્મ ધીમી કમાણી કર્યા બાદ તેજ ગતિથી આગળ વધે છે. આ પ્રકારની ફિલ્મોનું કોઈ પ્રમોશન પણ કરવામાં નથી આવ્યુ હોતુ. સ્લિપર ફિલ્મોમાં કોઈ મોટો સ્ટાર પણ નથી હોતો કે કોઈ નવા સ્ટાર પણ નહી.

શા માટે સ્લિપર ફિલ્મો હિટ બને છે ?

સ્લિપર ફિલ્મો હિટ બનવાનું સૌથી મોટુ કારણ વર્ડ ઓફ માઉથ છે. નીમ કરોલી બાબાના જીવન પર આધારિત ફિલ્મ હનુમાન અંશ તેનું તાજુ ઉદાહરણ છે. શરૂઆતમાં રીલિઝ સમયે લોકો ખાસ પસંદ નહોતા કરતા, પરંતુ બાદમાં વર્ડ ઑફ માઉથના કારણે લોકપ્રિય બનવા લાગી આ ફિલ્મ. કોઈ વિષય ટ્રેન્ડ કરવા લાગે ત્યારે પણ આ પ્રકારની ફિલ્મો વધુ ચાલી જતી હોય છે. ધાર્મિક અને માયથોલોજિકલ ફિલ્મો વધુ પ્રમોશન નથી કરી શકતી ત્યારે સોશિયલ મીડિયા પર ઈન્ટર્વ્યુના કારણે અથવા તો જે-તે વ્યક્તિના જીવનચરિત્રને દર્શાવવા બદલ, ફિલ્મની સરળતા, લોકોને જકડી રાખવાની વૃત્તિ પણ કામ લાગી જતી હોય છે.

અત્યાર સુધી આ પ્રકારની 7 ફિલ્મો છે

હનુમાન અંશ, લાલો- કૃષ્ણ સદા સહાયતે, મહાવતાર નરસિમ્હા, 12th ફેઈલ, ધ કશ્મીર ફાઈલ્સ, તુમ્બાડ, અ વેન્સ્ડે, મુંજ્યા, અંધાધૂંધ, કાંતારા આ પ્રકારની ફિલ્મો સ્લિપર મુવીઝનું સૌથી મોટું ઉદાહરણ છે.

Join WhatsApp

Join Now

Leave a Comment