By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
newsgujaratnewsgujarat
Aa
  • Home
  • Gujarat
    • Ahmedabad
  • India
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
  • Lifestyle
Reading: Boss Scam Alert : બોસના નામે WhatsApp પર પૈસા માંગે તો ચેતજો, SEBIની ગંભીર ચેતવણી
Aa
newsgujaratnewsgujarat
  • Gujarat
  • India
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
  • Lifestyle
Search
Have an existing account? Sign In
Follow US
© News Gujarat. All Rights Reserved.
newsgujarat > Blog > Technology > Boss Scam Alert : બોસના નામે WhatsApp પર પૈસા માંગે તો ચેતજો, SEBIની ગંભીર ચેતવણી
TechnologyLatest Stories

Boss Scam Alert : બોસના નામે WhatsApp પર પૈસા માંગે તો ચેતજો, SEBIની ગંભીર ચેતવણી

newsgujarat
Last updated: 2026/07/21 at 5:42 PM
By newsgujarat Add a Comment 4 Min Read
Share
Boss Scam Alert
Boss Scam Alert
SHARE

Boss Scam Alert : જરા વિચાર કરો, તમે ઓફિસમાં કામ કરી રહ્યા છો અને અચાનક તમારા બોસનો મેસેજ આવે છે. “આ બહુ અર્જન્ટ છે, ફટાફટ આ ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દો.” તમે કર્મચારી તરીકે કદાચ ઉતાવળમાં પૈસા ટ્રાન્સફર પણ કરી દેશો. પરંતુ થોભો, શું તે મેસેજ ખરેખર તમારા બોસનો જ હતો?

આજકાલ ભારતીય કંપનીઓમાં આવો જ એક અત્યંત ખતરનાક ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ભારતીય કંપનીઓના ફાયનાન્સ વિભાગના કર્મચારીઓને નિશાન બનાવતી એક અત્યંત ખતરનાક સાયબર છેતરપિંડી સામે આવી છે. આ છેતરપિંડી એટલી હદે વધી ગઈ છે કે, માર્કેટ રેગ્યુલેટર સેબી (Securities and Exchange Board of India – SEBI)એ આ અંગે એક ગંભીર ચેતવણી જાહેર કરવી પડી છે.

આ સ્કેમ ને બોસ સ્કેમ(Boss Scam) અથવા CEO ઇમ્પર્સનેશન ફ્રોડ કહેવામાં આવે છે. આ સ્કેમમાં ગુનેગારો કંપનીના CEO અથવા મેનેજિંગ ડિરેક્ટર હોવાનો ઢોંગ કરીને કર્મચારીઓ પાસે તાત્કાલિક ફંડ ટ્રાન્સફરની માંગ કરે છે, અને ભોળવાઈ ગયેલા કર્મચારીઓ નાણાં ટ્રાન્સફર કરી દેતાં કંપનીઓને મોટું આર્થિક નુકસાન વેઠવું પડે છે.

શું છે આ નવો સાયબર ખેલ?

ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) ના રિપોર્ટ મુજબ, સાયબર ગઠિયાઓ ખાસ કરીને કંપનીઓના ફાયનાન્સ વિભાગના કર્મચારીઓને નિશાન બનાવી રહ્યા છે. સાયબર ગુનેગારો કંપનીના ફાયનાન્સ એક્ઝિક્યુટિવ્સને ઇમેઇલ, WhatsApp કે સોશિયલ મીડિયા પર કંપનીના CEO કે મોટા અધિકારી હોવાનો સ્વાંગ રચે છે અને કર્મચારીને પોતાના ડમી બેંક ખાતામાં મોટી રકમ ટ્રાન્સફર કરવાનો આદેશ આપે છે. કર્મચારી બિચારો બોસનો ઓર્ડર સમજીને પૈસા મોકલી દે છે અને કંપનીને લાખો-કરોડોનો ચૂનો લાગી જાય છે. SEBI દ્વારા આ સત્તાવાર એડવાઇઝરી ભારતમાં લિસ્ટેડ તમામ કંપનીઓ અને નિયંત્રિત સંસ્થાઓ માટે જાહેર કરવામાં આવી છે.

SEBI ના રિપોર્ટ મુજબ, આ સાયબર ઠગ મુખ્યત્વે બે હાઇટેક રીતોનો ઉપયોગ કરી રહ્યા છે:

  1. AI અને ડીપફેકનો ખતરનાક ઉપયોગ (વોઇસ ક્લોનિંગ): 

હવે હેકર્સ માત્ર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરીને તમારા બોસના અવાજની નકલ (AI Voice Cloning Scam) કરે છે અથવા તો ડીપફેક વીડિયો કોલ(Deepfake Video Call Scam) કરે છે. ફોન પર તમને 100% એવું જ લાગશે કે સામે તમારા બોસ જ બોલી રહ્યા છે. એકવાર તમારો વિશ્વાસ બેસી જાય, એટલે તેઓ અર્જન્ટ પેમેન્ટના બહાને તમને કોઈ અજાણ્યા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા મજબૂર કરશે. 

  1. વાયરસ અને મેલિશિયસ ફાઇલો:

બીજી રીત વધુ ટેકનિકલ અને છૂપી છે. જેમાં હેકર્સ તમને WhatsApp પર એક કોમ્પ્રેસ્ડ .zip ફાઇલ મોકલે છે. ઓફિસેના Windows PC પર જો તમે ફાઇલ ઓપન કરો છો તેમાં છુંપાયેલી .exe અને DLL ફાઇલો તમારા કમ્પ્યુટરમાં માલવેર (Malware) ઇન્સ્ટોલ કરી દે છે. આ વાયરસ તમારા વૉટ્સએપ વેબ હેક(WhatsApp Web Hacking) કરી લે છે. ત્યારબાદ, હેકર્સ તમારા વૉટ્સએપ એકાઉન્ટ પરથી તમારા જ સાથી કર્મચારીઓને ફેક પેમેન્ટના ઓર્ડર મોકલવા લાગે છે.

બોસ સ્કેમ થી બચવા SEBIની કંપનીઓ અને કર્મચારીઓને સલાહ

એક નાની સાવચેતી કંપનીને મોટા નુકશાનથી બચાવી શકે છે. આ વધતા જતા સ્કેમને ધ્યાનમાં રાખીને, SEBIએ બચાવ માટે કેટલાક મહત્ત્વપૂર્ણ સૂચનો આપ્યા છે.

  • કોઈ પણ પેમેન્ટ રિક્વેસ્ટ પર સીધો અમલ કરવાને બદલે, સંબંધિત અધિકારીને સીધો ફોન કરીને તેનું ક્રોસ-વેરિફિકેશન અવશ્ય કરવી.
  • કોઈ પણ અજાણ્યા નંબર કે અપ્રમાણિત સોર્સ પરથી આવેલી .exe કે .zip ફાઇલો ક્યારેય ડાઉનલોડ કે ઓપન ન કરો. 
  • ઓફિસનું કામ પૂરું થાય એટલે કમ્પ્યુટરમાંથી તમારું WhatsApp Web સેશન ફરજિયાતપણે લોગ આઉટ (Log out) કરી દો.

આ પણ વાંચો : રોહિત શર્મા અને વિરાટ કોહલીના સંન્યાસની અફવાઓ પર પૂર્વ સ્ટાર ક્રિકેટરનું મોટું નિવેદન

Share This Article
Facebook Twitter Copy Link
Previous Article Rohit Virat Big Statement From Former Star Cricketer રોહિત શર્મા અને વિરાટ કોહલીના સંન્યાસની અફવાઓ પર પૂર્વ સ્ટાર ક્રિકેટરનું મોટું નિવેદન
Next Article gujarat-weather-forecast-heavy-rain-red-alert-saurashtra-south-gujarat-update Gujarat Rain Red Alert : દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ, વલસાડ-નવસારીમાં મેઘતાંડવની આગાહી
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow US

Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe

Must Read

Harsh Sanghvi Glasgow Yoga Commonwealth Games Scotland

Harsh Sanghvi Glasgow Yoga : ગ્લાસગોમાં સ્થાનિકો અને ભારતીય સમુદાય સાથે હર્ષ સંઘવીએ કર્યો યોગાભ્યાસ

AMC Online Marriage Registration

AMC Online Marriage Registration : 1 ઓગસ્ટથી લગ્ન નોંધણી ઓનલાઈન, વર-કન્યાના ફોટાવાળું મળશે ડિજિટલ સર્ટિફિકેટ

Vegetable Price Hike Gujarat

Vegetable price hike Gujarat : વરસાદે બગાડ્યું રસોડાનું બજેટ, શાકભાજીના ભાવમાં 20થી 25%નો વધારો

Ahmedabad Riverfront

Ahmedabad Rain Alert : ભારે વરસાદની આગાહી વચ્ચે રિવરફ્રન્ટ અને કાંકરિયામાં જયા-પાર્વતી વ્રતનું રાત્રિ આયોજન મોકૂફ

Gujarat Heavy Rain

Gujarat Heavy Rain : ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, છોટા ઉદેપુરમાં સૌથી વધુ મેહમહેર, અશ્વિન નદીમાં ઘોડાપુર

- Join US -
Ad image

You Might Also Like

Vegetable Price Hike Gujarat
GujaratLatest Stories

Vegetable price hike Gujarat : વરસાદે બગાડ્યું રસોડાનું બજેટ, શાકભાજીના ભાવમાં 20થી 25%નો વધારો

2 Min Read
Ahmedabad Riverfront
GujaratLatest Stories

Ahmedabad Rain Alert : ભારે વરસાદની આગાહી વચ્ચે રિવરફ્રન્ટ અને કાંકરિયામાં જયા-પાર્વતી વ્રતનું રાત્રિ આયોજન મોકૂફ

2 Min Read
Gujarat Heavy Rain
GujaratLatest Stories

Gujarat Heavy Rain : ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, છોટા ઉદેપુરમાં સૌથી વધુ મેહમહેર, અશ્વિન નદીમાં ઘોડાપુર

6 Min Read
EPFO Auto Refund Inactive PF Account
BusinessLatest Stories

EPFO Auto Refund : હવે ક્લેમ કર્યા વગર PFના પૈસા સીધા બેંક ખાતામાં આવશે, જાણો કોને મળશે લાભ

4 Min Read
newsgujaratnewsgujarat
Follow US
News Gujarat
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • DMCA
  • Privecy Policy
  • Terms and Conditions
Welcome Back!

Sign in to your account

Lost your password?