By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
newsgujaratnewsgujarat
Aa
  • Home
  • Gujarat
    • Ahmedabad
  • India
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
Reading: ચૈતર વસાવાને મોટો ઝટકો, 7 વર્ષની સજા બાદ ધારાસભ્ય પદ જોખમમાં
Aa
newsgujaratnewsgujarat
  • Gujarat
  • India
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
Search
Have an existing account? Sign In
Follow US
© News Gujarat. All Rights Reserved.
newsgujarat > Blog > Gujarat > ચૈતર વસાવાને મોટો ઝટકો, 7 વર્ષની સજા બાદ ધારાસભ્ય પદ જોખમમાં
GujaratLatest Stories

ચૈતર વસાવાને મોટો ઝટકો, 7 વર્ષની સજા બાદ ધારાસભ્ય પદ જોખમમાં

newsgujarat
Last updated: 2026/06/23 at 3:28 PM
By newsgujarat Add a Comment 2 Min Read
Share
chaitar-vasava-forest-officer-attack-case-7-year-sentence
Image Source : Mla Chaitar Vasava | Facebook page
SHARE

AAP MLA Chaitar Vasava News : આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા માટે માઠા સમાચાર સામે આવ્યા છે. વર્ષ ૨૦૨૩ ના અંતમાં નોંધાયેલા ફોરેસ્ટ કર્મચારી પર હુમલા, સરકારી ફરજમાં રૂકાવટ બદલ તેમજ ખંડણી સહિતની ગંભીર કલમો વાળા કેસમાં નર્મદા જિલ્લાની રાજપીપળા સેસન્સ કોર્ટે તમામ પુરાવા અને સાક્ષીઓને ગ્રાહ્ય રાખીને ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્ની સહિત તમામ 9 આરોપીઓને કલમ ૩૩૨, ૫૦૬(૨) અને આર્મ્સ એક્ટ હેઠળ દોષિત ઠેરવી ૭ વર્ષની સખત જેલની સજા ફટકારી છે.

શું હતો સમગ્ર કેસ?

આ કેસની વિગત એવી છે કે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા વિસ્તારમાં વન વિભાગની જમીન પર ખેતી કરવા અને અન્ય વન્ય વિવાદો બાબતે ધારાસભ્ય ચૈતર વસાવાએ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓને પોતાના ઘરે બોલાવ્યા હતા. ત્યાં ફોરેસ્ટ કર્મીઓ સાથે ઉગ્ર બોલાચાલી બાદ તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો અને ધમકાવવા માટે હવામાં લાઈવ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. આ મામલે લાંબો સમય ચૈતર વસાવા જેલમાં પણ રહ્યા હતા અને બાદમાં શરતી જામીન પર મુક્ત થયા હતા, જેમાં હવે કોર્ટે તેમને દોષિત ઠેરવ્યા છે.

ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ જોખમમાં?

સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા અને લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 8(3) મુજબ, કોઈપણ સાંસદ કે ધારાસભ્યને જો કોઈ ગુનામાં 2 વર્ષ કે તેથી વધુની સજા થાય, તો તેમનું સભ્યપદ તાત્કાલિક અસરથી રદ થઈ શકે છે. રાજપીપળા કોર્ટે ચૈતર વસાવાને 7 વર્ષની સજા ફટકારતા હવે તેમની રાજકીય મુશ્કેલીઓ વધી ગઈ છે. કાયદાકીય રીતે જોવામાં આવે તો આ સજા બાદ તેમનું ધારાસભ્ય પદ રદ થવા પાત્ર બની શકે છે.

હવે ચૈતર વસાવાની રાજકીય કારકિર્દીનો સૌથી મોટો નિર્ણય ગુજરાત હાઇકોર્ટના હાથમાં રહેશે. જો હાઇકોર્ટ તેમની સજા અથવા દોષિત ઠરાવવાના ચુકાદા પર સ્ટે નહીં આપે, તો ચૈતર વસાવાએ ધારાસભ્ય પદ ગુમાવવું પડી શકે છે. એવી સ્થિતિમાં ડેડીયાપાડા વિધાનસભા બેઠક ખાલી જાહેર થઈ શકે છે અને ત્યાં પેટાચૂંટણી યોજવાની સ્થિતિ ઊભી થઈ શકે છે. એટલે હવે બધાની નજર ગુજરાત હાઇકોર્ટમાં ચૈતર વસાવાને મળનારી રાહત પર ટકેલી છે.

વધુ વાંચો : ગજરાજ પર રાખવામાં આવશે ‘GPS અને 360 ડિગ્રી કેમેરા’થી નજર

newsgujarat June 23, 2026 June 23, 2026
Share This Article
Facebook Twitter Copy Link
Previous Article india-women-hockey-team-fih-nations-cup-2026-winner ભારતીય મહિલા હોકી ટીમ બની FIH નેશન્સ કપ 2026 ચેમ્પિયન, પ્રો લીગ માટે કર્યું ક્વોલિફાય
Next Article portugal-vs-uzbekistan-fifa-world-cup-2026-cristiano-ronaldo-breaks-messi-record પોર્ટુગલની ધમાકેદાર જીત, રોનાલ્ડોનો નવો કીર્તિમાન, બે ગોલથી રચ્યો ફૂટબોલનો નવો ઇતિહાસ
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow US

Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe

Must Read

bharat-taxi-service-gujarat-launch

Bharat Taxi Launch: આવી ગઈ સસ્તી સ્વદેશી ટેક્સી, ઓલા-ઉબેરની દાદાગીરી ખતમ?

fifa-world-cup-2026-ecuador-beat-germany-national-holiday

FIFA World Cup 2026: ઈક્વાડોરે જર્મનીને 2-1થી હરાવ્યું, રાષ્ટ્રપતિએ રાષ્ટ્રીય રજા જાહેર કરી

Virat Kohli One8 Shoes: 24 કલાકમાં 1.5 લાખ શૂઝ વેચાયા, ₹140 કરોડનો બિઝનેસ

rbi-online-fraud-rule-compensation-25000-upi-digital-fraud-refund

RBIનો મોટો નિર્ણય, ઓનલાઈન ફ્રોડમાં મળશે ₹25,000 સુધીનું વળતર

epfo-portal-down-alert-epfo-service-outage

3 દિવસ સુધી બંધ રહેશે EPFO ક્લેમ સબમિશન અને પ્રોસેસિંગ, જાણો ક્યારે શરુ થશે સર્વિસ?

- Join US -
Ad image

You Might Also Like

bharat-taxi-service-gujarat-launch
GujaratLatest Stories

Bharat Taxi Launch: આવી ગઈ સસ્તી સ્વદેશી ટેક્સી, ઓલા-ઉબેરની દાદાગીરી ખતમ?

2 Min Read
fifa-world-cup-2026-ecuador-beat-germany-national-holiday
Latest StoriesSports

FIFA World Cup 2026: ઈક્વાડોરે જર્મનીને 2-1થી હરાવ્યું, રાષ્ટ્રપતિએ રાષ્ટ્રીય રજા જાહેર કરી

4 Min Read
Latest StoriesSports

Virat Kohli One8 Shoes: 24 કલાકમાં 1.5 લાખ શૂઝ વેચાયા, ₹140 કરોડનો બિઝનેસ

4 Min Read
rbi-online-fraud-rule-compensation-25000-upi-digital-fraud-refund
BusinessLatest Stories

RBIનો મોટો નિર્ણય, ઓનલાઈન ફ્રોડમાં મળશે ₹25,000 સુધીનું વળતર

4 Min Read
newsgujaratnewsgujarat
Follow US
News Gujarat
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • DMCA
  • Privecy Policy
  • Terms and Conditions
Welcome Back!

Sign in to your account

Lost your password?