ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી એસ્ટ્રોલોજી

ભારતીય મહિલા હોકી ટીમ બની FIH નેશન્સ કપ 2026 ચેમ્પિયન, પ્રો લીગ માટે કર્યું ક્વોલિફાય

india-women-hockey-team-fih-nations-cup-2026-winner

India Women Hockey Team FIH Nations Cup 2026 Winner : ભારતીય મહિલા હોકી ટીમે ફરી એકવાર અજેય રહીને દેશનું ગૌરવ વધાર્યું. ભારતીય મહિલા હોકી ટીમ ન્યુઝિલેન્ડને હરાવીને ચાર વર્ષ બાદ FIH નેશનલ કપ ફાઇનલમાં ચેમ્પિયન(FIH Nations Cup 2026 Winner) બની છે. આ જીત સાથે, ભારતીય મહિલા ટીમે FIH હોકી પ્રો લીગ 2026-27 માટે પણ ક્વોલિફાય કર્યું.

FIH પ્રો લીગ માટે ક્વોલિફાય

ભારતીય મહિલા હોકી ટીમે ન્યૂઝીલેન્ડને હરાવી 4 વર્ષ બાદ FIH નેશનલ કપ ફાઈનલમાં ચેમ્પિયન બની. ફાઈનલમાં ટીમે યજમાન ન્યૂઝીલેન્ડને હરાવી ટાઈટલ ભારતના નામે કરી લીધું. નવનીત કૌર અને સુનેલિતા ટોપ્પોએ ગોલ કરીને ટીમને ભવ્ય જીત અપાવી. ભારતે પ્રથમ ક્વાર્ટરમાં સરસાઈ મેળવી લીધી હતી અને નવનીત કૌરે ચોથી અને ટોપ્પો એ 15મી મિનિટે ગોલ ફટકાર્યા હતા.

ભારતીય ટીમ અજેય રહીને ચેમ્પિયન બની

ભારતીય મહિલા હોકી ટીમે આ ટુર્નામેન્ટમાં અજેય રહીને ટાઈટલ જીતી લીધું છે. ભારતીય ટીમે સેમિ ફાઈનલમાં ચિલીને 6-0થી હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો. ભારતે અમેરિકા સામે 3-2થી જીત મેળવીને ટુર્નામેન્ટનો પ્રારંભ કર્યો હતો. આ પછી ટીમે જાપાન, ઉરુગ્વેને હરાવીને સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો. સેમિ ફાઈનલ મેચમાં ટીમે ચિલી સામે 6-0થી વિજય મેળવતા ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો.

ભારતીય મહિલા હોકી ટીમને PMની શુભેચ્છા

ભારતીય મહિલા હોકી ટીમે દેશને અપાવેલી ભવ્ય જીત પર વડાપ્રધાન મોદીએ ખુશી વ્યક્ત કરતા X પર પોસ્ટ શેર કરી, જેમાં તેઓએ  FIH વિમેન્સ નેશન્સ કપમાં જીત હાંસલ કરવા બદલ ભારતીય મહિલા હોકી ટીમને અભિનંદન પાઠવ્યા અને કહ્યું, કે ટીમે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન અસાધારણ પ્રદર્શન કર્યું તે બદલ ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને આશા વ્યક્ત કરી કે આ જીત અન્ય ઘણા લોકોને હોકી રમવા માટે પ્રેરિત કરશે.

FIH પ્રો લીગ 2024-25માં છેલ્લે રહેલી ભારતીય મહિલા હોકી ટીમે 2026-27 સીરિઝ માટે ક્વોલિફાય કરી લીધું છે. તે ટુર્નામેન્ટ 2028માં યોજાનારા એલએ ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાયર પણ હશે. તે દ્રષ્ટિએ આ જીત ટીમ ઈન્ડિયા માટે ઘણી મહત્વની છે.

Join WhatsApp

Join Now

Leave a Comment