ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી એસ્ટ્રોલોજી

‘આ મારો છેલ્લો વર્લ્ડ કપ…’ રોનાલ્ડોએ સંન્યાસ અંગે આપ્યું મોટું નિવેદન

cristiano-ronaldo-retirement-announcement-last-fifa-world-cup-2026

Cristiano Ronaldo Retirement: પોર્ટુગલના દિગ્ગજ ફૂટબોલર અને કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. 41 વર્ષીય દિગ્ગજ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આખરે પોતાની નિવૃત્તિને લઈને મૌન તોડ્યું છે. ફીફા વર્લ્ડ કપ(FIFA World Cup 2026) વચ્ચે રોનાલ્ડોએ રિટાયરમેન્ટની કરી જાહેરાત અને કહ્યું, ‘2026 ફિફા વર્લ્ડ કપ મારો છેલ્લો વર્લ્ડ કપ’ સાથે દરેકે-દરેક ક્ષણ માણવાની ઈચ્છા પણ રોનાલ્ડોએ વ્યક્ત કરી. પ્રેસ સંબોધતા રોનાલ્ડોએ કહ્યું, કે સ્પેન સામે મેચની તૈયારી ચાલુ છે. આ સમાચાર બહાર આવતા જ દુનિયાભરના તેના કરોડો ચાહકો નિરાશ થયા છે અને તેમના દિલ તૂટી ગયા છે.

નિવૃત્તિના સવાલ પર રોનાલ્ડોનો તીખો પ્રહાર

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રોનાલ્ડો ખૂબ આક્રમક હતો. પ્રેસ કોન્ફરન્સમાં નિવૃત્તિ અંગે વારંવાર પુછાતા સવાલો પાર નારાજગી વ્યક્ત કરતા તેને કહ્યું, “હું ત્યારે રિટાયર થઈશ જ્યારે મારો પોતાનો નિર્ણય હશે, નહીં કે જ્યારે તમે લોકો ઈચ્છશો. આ સવાલ વારંવાર પૂછીને સમય બગાડવા જેવો છે. મારું ધ્યાન માત્ર આવતીકાલની મેચ પર જ કેન્દ્રિત છે.”

 

પત્રકારો પર નારાજગી 

વધુ માં તેણે કેટલાક પત્રકારો પર તેને પસંદ નહિ કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો. 41 વર્ષની ઉંમરે વર્લ્ડ કપ રમવાના મોટા પડકાર વિશે પુછાયેલા સવાલ પર રોનાલ્ડો કહ્યું કે , તમારામાંથી કેટલાક સાથે વાત કરવીએ સૌથી મુશ્કેલ ભાગ છે, ખાસ કરીને જે લોકો મને પસંદ નથી કરતા. તમે એમાંથી એક છો. મારે ફક્ત એક વાર તમારો ચહેરો જોવાનો રહે છે અને હું તમને ખૂબ સારી રીતે યાદ રાખું છું.”

અમે માત્ર ભાગ લેવા નથી આવ્યા, વર્લ્ડ કપ ટ્રોફી જીતવા આવ્યા છીએ

પ્રેસ કોન્ફરન્સમાં રોનાલ્ડોએ કહ્યું કે, “ અમે અહીં માત્ર ભાગ લેવા નથી આવ્યા પણ વર્લ્ડ કપ ટ્રોફી જીતવા આવ્યા છીએ. જો અમને એવું ન લાગતું હોત કે અમે વર્લ્ડ કપ જીતી શકીએ છીએ, તો અમે અહીં હોત જ નહીં. તેને હસતા હસતા પોતાના વર્તમાન ફોર્મ વિશે કહ્યું કે, “મેં 3 ગોલ કર્યા છે. હું એટલો ખરાબ પણ નથી રમી રહ્યો, બીજા ખેલાડીઓએ વધુ ગોલ કર્યા છે કારણ કે તેઓ શાનદાર રમી રહ્યા છે. જોઈએ, આવતીકાલે હું ગોલ કરી શકું છું કે નહીં.”

એક શાનદાર કારકિર્દી, પરંતુ વર્લ્ડ કપ ટ્રોફી એક સ્વપ્ન રહે છે.

રોનાલ્ડોને ક્લબ ફૂટબોલના સૌથી સફળ ખેલાડીઓમાંના એક માનવામાં આવે છે. રોનાલ્ડોના નામે છ વખત યુઇએફએ ચેમ્પિયન્સ લીગ જીતવાનો રેકોર્ડ પણ છે. રોનાલ્ડોએ માન્ચેસ્ટર યુનાઇટેડ અને રીઅલ મેડ્રિડ સાથે ઘણી ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરી છે. પરંતુ ફિફા વર્લ્ડ કપ ટ્રોફી તેની શાનદાર કારકિર્દીની સૌથી મોટી અધૂરી સિદ્ધિ રહી છે. બધાની નજર હવે તેના પર છે કે શું રોનાલ્ડો તેના છેલ્લા વર્લ્ડ કપમાં પોર્ટુગલને પ્રથમ વર્લ્ડ કપ ટાઇટલ અપાવી શકશે.

ફૂટબોલના એક સુવર્ણ યુગનો અંત

આંતરરાષ્ટ્રીય ફૂટબોલના ઈતિહાસમાં રોનાલ્ડોની સફર કોઈ ચમત્કારથી કમ નથી. આંકડાઓ પર નજર કરીએ તો, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અત્યાર સુધીમાં પોર્ટુગલ માટે 232 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે, જેમાં તેણે રેકોર્ડ 146 ગોલ(Cristiano Ronaldo goals) ફટકાર્યા છે. પુરુષ ઈન્ટરનેશનલ ફૂટબોલના ઈતિહાસમાં દુનિયામાં સૌથી વધુ ગોલ કરવાનો શાનદાર રેકોર્ડ તેના જ નામે છે.

રોનાલ્ડોની આ જાહેરાતને ફૂટબોલ જગતમાં એક મોટા ઐતિહાસિક વળાંક તરીકે જોવામાં આવી રહી છે. વર્ષ 2026 ના ફિફા વર્લ્ડ કપ બાદ મેદાન પર રોનાલ્ડોની ગેરહાજરી ફૂટબોલના એક લાંબા અને અદભુત સુવર્ણ યુગનો અંત લાવશે. મેદાન પર તેની સ્પીડ, જુસ્સો અને ગોલ કરવાની શૈલીને ચાહકો હંમેશા મિસ કરશે.

આ પણ વાંચો : ઈરાનમાં ખામેનેઈના જનાજા દરમિયાન ટ્રમ્પ વિરુદ્ધ ઉશ્કેરણીજનક નારા, તેહરાનમાં તંગ માહોલ

Join WhatsApp

Join Now

Leave a Comment