બોલીવુડના પ્રખ્યાત કલાકાર મુશ્તાક ખાનનું નિધન

મેરી એક ટાંગ નકલી હે, મેં હૉકી કા બહુત બડા પ્લેયર થા, એક દિન ઉદયભાઈ કો મુજ પર ગુસ્સા આ ગયા, તો મેરી હી હૉકી સ્ટિક સે મેરી ટાંગ કે ચાર ટુકડે કર દિયે, લેકિન દિલ કે બહોત અચ્છે હે, મુજે તુરત હોસ્પિટલ લે ગયે, ઓપરેશન કરવાયા, નઈ ટાંગ લગવા દી….આ ફેમસ ડાયલૉગ હવે માત્ર ફિલ્મમાં જ સાંભળવા મળશે, કારણ કે આ ડાયલૉગ ડિલિવર કરનાર અભિનેતાએ આ ફાની દુનિયાને અલવિદા કહી દીધુ છે.

ફિલ્મોમાં નિભાવી અદ્ભુત ભૂમિકા

એક્ટિંગ અને ડાયલૉગ ડિલિવરીથી લોકોના દિલમાં છવાઈ જનારા વર્સેટાઈલ એક્ટર મુશ્તાક ખાનનું નિધન થયુ છે. 75 વર્ષની ઉંમરે મુશ્તાક ખાને દુનિયાને અલવિદા કહીને લોકોની આંખો ભીની કરી દીધી છે. વેલકમ, ગદ્દર, આશિકી, મુજસે શાદી કરોગે, હમ હે રાહી પ્યાર કે જેવી ફિલ્મોમાં પોતાની અભિનયકળાથી લોકોના દિલ જીતી લીધા છે.

કેન્સરની સારવાર લઈ રહેલા અભિનેતા 15 માસથી હોસ્પિટલમાં દાખલ હતા

છેલ્લા 15 મહિનાથી મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ હતા મુશ્તાક ખાન, અભિનેતા મુશ્તાક ખાન છેલ્લા પાંચ વર્ષથી કેન્સરની બિમારીથી પીડિત હતા અને 15 માસથી તો નાણાવટી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.

સમગ્ર બોલીવુડ શોકાતૂર

પ્રખ્યાત અભિનેતાના નિધનથી તેમનો પરિવાર અને સમગ્ર બોલીવુડ ઈન્ડસ્ટ્રી શોકાતૂર છે. મુશ્તાક ખાનના નિધનના સમાચાર બાદ સની દેઓલ, અનીઝ બસ્મી, સંજય મિશ્રા, રાજપાલ યાદવ સહિત ઘણા કલાકારોએ શ્રદ્ધાંજલિ પાઠવી છે.  

Join WhatsApp

Join Now

Leave a Comment